મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    અફઘાનિસ્તાનમાં ફરજિયાત  બુરખ

    અફઘાનિસ્તાનમાં કટ્ટરવાદી તાલિબાની શાસકો દ્વારા મહિલાઓ માટે બુરખો પહેરવાનું ફરજિયાત કરાયું છે તે સાથે જ વિરોધનો વંટોળ ઉઠ્યો છે. મહિલા અધિકાર ચળવળકર્તાઓ આ નિયમના વિરોધમાં રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. 

    ગલવાનના શહીદ દીપક સિંહનું સપન

    ગલવાન ઘાટીમાં 2020માં શહીદ થયેલા દીપક સિંહનાં પત્ની રેખા સિંહે પતિનું સપનું સાકાર કર્યું છે. રેખા સિંહે આર્મી અધિકારીની પરીક્ષા પાસ કરી અને હવે લેફ્ટનન્ટ રેન્ક મેળવી છે. રેખાએ કહ્યું હતું કે મારા પતિની ઈચ્છા હતી કે હું સૈન્ય અધિકારી બનું, અને મેં તેમનું સપનું સાકાર કરવા માટે રાત-દિવસ મહેનત કરી છે.

    જેકી હન્ટ-બ્રોએરસ્માઃ કૃત્રિ

    કેન્સરના કારણે પગ ગુમાવનાર 46 વર્ષીય મહિલા જેકી હન્ટ-બ્રોએરસ્માએ 104 દિવસમાં 104 મેરેથોન દોડ પૂર્ણ કરીને વિશ્વવિક્રમ સર્જ્યો છે. જેકીએ 101 મેરેથોન દોડનો બિનસત્તાવાર રેકોર્ડ તોડ્યો છે. અને હવે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝ દ્વારા જેકીના રેકોર્ડને પ્રમાણિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

    ધરતીનો છેડો ઘર...

    દરેક વ્યક્તિ માટે ઘર એ કર્મ્ફટ ઝોન હોય છે અને એટલે જ કહેવાય છે કે પૃથ્વીનો છેડો ઘર. જ્યારે કોઇ યુવક અને યુવતી લગ્ન કરે છે ત્યારે જો તેમણે પહેલાંથી જ સેટલ થયેલા ઘરમાં રહેવાનું હોય તો બહુ વાંધો નથી આવતો પણ જો તેમણે નવેસરથી ઘર સજાવટ કરીને પોતાની નવી દુનિયાની શરૂઆત કરવાની હોય તો કેટલાક ખાસ મુદ્દાઓના ધ્યાન રાખવું જોઇએ.

    બ્યુટી મંત્રઃ હેર સ્ટ્રેટનર ખ

    દરેક યુવતી માટે હેર સ્ટ્રેટનર વેનિટીનો જરૂરી ભાગ બની ગયો છે. આજે બજારમાં અલગ અલગ બ્રાન્ડ્સ અને અલગ અલગ પ્રકારનાં સ્ટ્રેટનર ઉપલબ્ધ છે. તેથી યોગ્ય સ્ટ્રેટનરની પસંદગી કરવામાં મુશ્કેલી પડે એ સ્વાભાવિક છે. તમે ઓનલાઇન કોઇ નવી કંપનીનું સ્ટ્રેટનર ખરીદવાનું વિચારી રહ્યા હોવ તો અમુક ખાસ વાતોનું ધ્યાન રાખો. તો સ્ટ્રેટનર લાંબા સમય સુધી ટકશે અને વધુ પડતાં વાળને ખરતાં અટકાવવામાં મદદ કરશે. સ્ટ્રેટનર ખરીદતાં પહેલાં એ અંગે થોડું રિસર્ચ કરવું જરૂરી છે.

    વિશ્વની સૌથી લાંબી મહિનાના ના

    દુનિયામાં એવા ઘણા લોકો છે જેમના વિશે જાણીને એવું જ લાગે કે જાણે ભગવાને તેમને બીજા કરતાં અલગ બનાવ્યા છે અથવા તો તેમની પાસે વિશેષ શક્તિઓ છે. કેટલાક ખૂબ ઊંચા હોય છે, કેટલાક ખૂબ ટૂંકા હોય છે. કેટલાક મગજથી ખૂબ જ સ્માર્ટ હોય છે અને કેટલાક અન્ય બાબતમાં હોંશિયાર હોય છે. આવા લોકો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તસ્દી પણ લેતા નથી, પરંતુ એક મહિલા જે પહેલાંથી જ બે વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે, તે વધુ ત્રણ રેકોર્ડ બનાવવામાં સફળ રહી છે અને હવે તેને લાગે છે કે જિંદગી કંઇક સફળ થઈ છે.

    યુરિન ટેસ્ટ ગર્ભાશયના કેન્સર

    મહિલાઓમાં થતાં ગર્ભાશયના કેન્સરના ઝડપી નિદાન માટે વધુ એક શોધ થઇ છે. એક સરળ ટેસ્ટ પણ ગર્ભ કેન્સરનું નિદાન કરવા સક્ષમ છે. હા, સાદો યુરિન ટેસ્ટ પણ વજાઇનલ સ્વેબને ડિટેક્ટ કરીને ગર્ભ કેન્સરનું નિદાન કરી શકે છે. આ પદ્ધતિમાં માઈકોસ્ક્રોપની મદદથી નિદાન થઇ શકે છે.

    નિખત ઝરીને વર્લ્ડ બોક્સિંગમા

    ભારતની 25 વર્ષીય બોક્સર નિખત ઝરીને ઈસ્તંબુલમાં યોજાયેલી વર્લ્ડ વિમેન્સ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 52 કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. તે વિમેન્સ બોક્સિંગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારી ભારતની પાંચમી બોક્સર બની છે.

    બ્યુટીમંત્રઃ વાળ અને ત્વચાને

    એલોવેરા અનેક ગુણોથી ભરપૂર છે, તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. જેમ કે, એલોવેરા જ્યૂસને વાળ પર લગાડવામાં આવે અથવા એલોવેરા પીવાથી વાળમાં ચમક આવે છે. રોજિંદા જીવનમાં એલોવેરાનું સેવન કરવાથી શું શું ફાયદા થઇ શકે છે તેની પર એક નજર કરીએ.

    ભારતવંશી શાંતિ સેઠી બન્યાં કમ

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટી માળખામાં ભારતીયોની ભૂમિકા વધી રહી છે. આમાં નવું નામ ઉમેરાયું છે શાંતિ સેઠીનું. તાજેતરમાં તેમને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને સંરક્ષણ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શાંતિ સેઠીએ યુએસ નેવીના યુદ્ધ જહાજની પ્રથમ મહિલા કમાન્ડર બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. આ નિમણૂક ભારતીય નારીશક્તિ માટે જ નહીં, સમગ્ર ભારતવંશી સમુદાય માટે ગૌરવની ઘડી છે.