મહિલા-સૌંદર્ય

No

Block: Site: Subtree Block

    પિતાના કહેવાથી વકીલાતનો અભ્ય

    બાંગ્લાદેશની શગુફ્તા તબસ્સુમ અહમદ વકીલ છે. તેણે 16 વર્ષની કાનૂની લડત બાદ પિતાના હત્યારાઓને સજા અપાવી છે. શગુફ્તા ક્યારેય વકીલાત કરવા માંગતી ન હતી, પરંતુ પિતાના માર્ગદર્શન પછી વકીલાતનો અભ્યાસ કર્યો. શગુફ્તા કહે છે કે પિતા ડો. તાહિર અહમદ બાંગ્લાદેશની રાજશાહી જિલ્લાની યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા.

    બ્યુટી મંત્રઃ આ સમય છે હેન્ડમે...

    આધુનિક યુગની માનુનીઓ ફેશનેબલ ડ્રેસ સાથે મેચિંગ કરવા માટે એવી જ્વેલરીની શોધમાં હોય છે જે એક્સક્લુઝિવ હોય અને માત્ર તેમની પાસે જ હોય. જો તમે પણ આવું જ ઇચ્છતા હો તો તમારી શોધ હેન્ડમેડ જ્વેલરીમાં પૂરી થાય છે.

    સ્ત્રીઓમાં હૃદયરોગનું જોખમ વ

    આધુનિક યુગની માનુનીઓની જીવનશૈલીમાં એટલું પરિવર્તન આવી ગયું છે કે તેઓ મેનોપોઝ પહેલાં અને પછી હૃદયરોગની શિકાર બની રહી છે. આની પાછળનું મુખ્ય કારણ છે ભાગદોડભરી જિંદગી અને સતત માનસિક તણાવ. નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટો કહે છે કે ભારત હોય કે બ્રિટન, મોટા શહેરોમાં આજે ઘરનો એક પુરુષ કમાય અને આખું ઘર ખાય એ સમય વિતી ગયો છે. બે છેડા ભેગાં કરવા ઘરની મહિલાઓને પણ નોકરી કરવી પડે છે. આવી સ્થિતિમાં તેમની જવાબદારી બેવડાઈ જાય છે. આ વર્કપ્રેશર જ આખરે તેમને હાર્ટ એટેક સુધી દોરી જાય છે.

    હવે યુએસમાં મહિલાઓને ગર્ભપાત

    અમેરિકાની સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં ગર્ભપાતને કાયદેસરની મંજૂરી આપતા પાંચ દાયકા જૂના પોતાનો ચુકાદો બદલી નાંખ્યો છે. આ ચુકાદાથી એવું મનાય છે કે હવે મહિલાઓને ગર્ભપાતનો કાયદાકીય અધિકાર મળશે નહીં અને તેના અંગે રાજ્ય પોત-પોતાના અલગ નિયમ બનાવી શકે છે. કોર્ટે 50 વર્ષ જૂના રો વિરુદ્ધ વેડ કેસમાં આપેલો ચુકાદો બદલી નાંખ્યો છે, જેમાં ગર્ભપાતને કાયદેસર ઠેરવવામાં આવ્યો હતો. સાથે સાથે જ કહેવાયું હતું કે, બંધારણ ગર્ભવતી મહિલાને ગર્ભપાત અંગેનો નિર્ણય લેવાનો અધિકાર આપે છે.

    ગુજરાતની ખુશી પટેલના શિરે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડનો તાજ

    યુએસની ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (IFC) દ્વારા 29 વર્ષથી યોજાતી સૌંદર્યસ્પર્ધામાં બ્રિટનમાં બાયોમેડિકલ અને સાઈકોલોજીનો અભ્યાસ કરી રહેલી ગુજરાતની ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો ખિતાબ પોતાના નામે કરી લીધો છેશુક્રવાર 24 જૂને જાહેર કરાયેલા પરિણામોમાં અમેરિકાના મિશિગનની વૈદેહી ડોંગરેને પ્રથમ રનરઅપ તેમજ શ્રુતિકા માનેને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી હતીસૌંદર્યસ્પર્ધામાં ટોચની 12 સ્પર્ધકો વિશ્વ સ્તરે વિભિન્ન અન્ય સ્પર્ધાઓમાં વિજેતા રહી ચુકી છે.

    75 વર્ષનાં બોડી બિલ્ડર આઇરિસ ડે

    તેમનું નામ છે આઇરિસ ડેવિસ. ઉંમર છે 75 વર્ષ અને કામ કરે છે પર્સનલ ટ્રેનર તરીકે. તેઓ ઇન્ટરનેશનલ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ પણ જીતી ચૂક્યાં છે અને ઉંમરે સતત ૨૧ પુલ-અપ્સ કરવાનો રેકોર્ડ પણ તેમનાં નામે છે. વાત ભલે માન્યામાં આવે તેવી ના લાગતી હોય, પણ હકીકત છે. આયરલેન્ડનાં આઇરિસે ખરેખર તો ડિપ્રેશનની સામે લડવા માટે બોડી બિલ્ડિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન રસ પડ્યો તો 50 વર્ષની ઉંમરમાં પહેલી વાર કોઈ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને તે પછી આજ સુધીમાં 11 ઇન્ટરનેશનલ ટાઇટલ જીતી ચૂકયાં છે. આ સિવાય તેઓ 18થી 80 વર્ષની ઉંમરમાં લોકોને ટ્રેનિંગ પણ આપે છે.

    ફેશન મંત્રઃ વેસ્ટર્ન અને ઇન્ડ

    ઇયરિંગ્સ કોઈ પણ મહિલાના લુકને બદલી નાંખે છે. યુવતીઓ અલગ અલગ આઉટફિટ સાથે ડિફરન્ટ સ્ટાઇલનાં ઇયરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. ઘણી વખત તો ફક્ત સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરીને પણ પોતાના લુકને સ્ટાઇલિશ બનાવે છે અને અન્ય એક્સેસરીઝને સ્કિપ કરી દે છે.

    અભિનેત્રીઓનું સૌંદર્ય નિખારત...

    ચહેરા પર ખીલ થવા, તૈલીય ત્વચા જેવી સામાન્ય તકલીફો સુંદરતાને ખરાબ કરે છે. બોલિવૂડની સુંદરીઓ પોતાની ત્વચાની સારસંભાળ ફક્ત બ્યુટીપાર્લરના સહારે જ નહીં, પરંતુ ઘરગથ્થુ ઉપાયો કરીને પણ રાખે છે. તેઓ પોતાના બ્યુટી રુટિનમાં એવા ફેસ્ક માસ્ક લગાડે છે, જે ત્વચાને હાઇડ્રેટ રાખવાની સાથે સાથે સ્કિન પ્રોબેલમ્સને પણ દૂર કરવામાં મદદ કરે છે.

    મહિલાઓનાં હાડકાંને નબળો પાડત

    ઉંમર વધવાની સાથે શરીરમાં wear & tearની પ્રોસેસ પણ થાય છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં કેલ્શિયમ, વિટામિન-ડી અને અન્ય માઈક્રો ન્યુટ્રીયન્સની ઉણપના કારણે હાડકાં અને સાંધાની સમસ્યા વધુ હોય છે.