કોઈ પણ ગૃહિણીના સોય-દોરાના ડબ્બામાં બટન કે આંકડા હોવા એ સહજ બાબત છે, પણ ફેશન એક્સપર્ટ્સ આ બટનનો નવો જ ઉપયોગ કરીને કપડાંને સજાવવા તેમજ ફિટિંગ માટે પણ વાપરી રહ્યા છે. અલગ કદ આકારના રંગબેરંગી બટનથી ગણતરીની મિનિટોમાં તમે પણ કોઇપણ ફેબ્રિકને કે આઉટફિટ્સને સુંદર ઓપ આપી શકો છો. માર્કેટમાં હાલમાં પ્લાસ્ટિક, પંચધાતુ, લાખ, દોરા, શણ, લાકડા, વેલ્વેટ કોટેડ, કોટન કોટેડથી માંડીને વિવિધ ફેબ્રિક કોટેડ બટન્સ મળે જ છે. તમારા આઉટફિટને મેચિંગ બટન તમે ખરીદી શકો છો.
મહિલા-સૌંદર્ય
Block: Site: Subtree Block
સુરતની બે બહેનો અનુજા અને અદિતિ વૈદ્યએ મે, ૨૦૧૯માં માઉન્ટ એવરેસ્ટ સર કરીને પર્વતારોહણ ક્ષેત્રે સુરત અને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું. હવે અનુજા વૈદ્યે ૧૫મી ઓગસ્ટે સ્વાતંત્ર પર્વ નિમિત્તે ઈન્ડોનેશિયાના ૪૮૮૪ મીટર ઊંચા કાર્સટેન્ઝ શિખર પર તિરંગો લહેરાવાની સાથે જ ૪ ઉપખંડના સર્વોચ્ચ શિખર સર કરવાની સિદ્ધિ હાંસલ કરી દીધી છે.
લદાખમાં વિશ્વનું પ્રથમ એસ્ટ્રો વિલેજ બનાવાયું છે. ત્યાં પાંચ હોમસ્ટે છે. તેમનું સંચાલન ૧૫ ગામની ૩૦ મહિલા કરે છે. લદાખ તેની ઊંચાઈ અને શુષ્ક આબોહવાના કારણે એસ્ટ્રોનોમી માટે બિલકુલ યોગ્ય જગ્યા છે. અહીં રાત્રે આકાશમાં તારા અને ગ્રહો સહેલાઈથી ઓળખી શકાય છે. પહેલેથી જ લદાખ બરફીલા પહાડોના કારણે પર્યટકોનું માનીતું છે. એસ્ટ્રો વિલેજના કારણે પર્યટકોની સંખ્યા હજુ વધશે. સ્થાનિક લોકોએ લદાખમાં રાતના આકાશને સંશાધન તરીકે જોયું. તેને રોજગારીનું માધ્યમ બનાવવાનું નક્કી કર્યું અને એસ્ટ્રો હોમસ્ટે બનાવ્યા. સામાજિક સંસ્થા ગ્લોબલ હિમાલયન એક્સપેન્ડિશને ૨૦૧૩માં સ્થાનિક લોકોને એસ્ટ્રો હોમસ્ટે બનાવવાનો માર્ગ ચીંધ્યો. સંસ્થાએ ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન સાથે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું. પ્રોજેક્ટનું નામ એસ્ટ્રોનોમી ફોર હિમાલયન લાઇવલીહૂડ છે.
દરેક યુવતી કે સ્ત્રીનું સપનું હોય છે તે તેના વાળ સુંદર અને સુંવાળા હોય. તણાવ તથા પ્રદૂષણભરી આ જિંદગીમાં રેશમી વાળ મેળવવા એ ખૂબ જ અઘરું છે. તેથી જ વાળની માવજત કરતાં કેરાટિન ટ્રીટમેન્ટ જરૂરી બને છે. કેરાટિન એક મુખ્ય પ્રોટિન છે જે આપણા વાળમાં કુદરતી રીતે હોય જ છે. કમ્પોનન્ટને કારણે જ આપણા વાળ ચમકીલા દેખાય છે. એ વાળને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા એક બાહ્ય સુરક્ષાત્મક અને આતંરિક સંરચનાત્મક પ્રોટિન તરીકે કામ કરે છે. પરંતુ તડકો, પ્રદૂષણ અને કેમિકલ્સના સંપર્કમાં આવવાને કારણે વાળમાં રહેલું પ્રોટિન ઘટતું જાય છે. પરિણામે વાળ ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આ કારણે વાળમાં રહેલું પ્રોટિન પૂરું થઈ જાય છે. વાળમાં નેચરલ પ્રોટિન રીસ્ટોર કરવાની ટ્રીટમેન્ટને જ કેરાટિન પ્રોટિન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વાળમાં આર્ટિફિશિયલ કેરાટિન નાંખવામાં આવે છે. જેથી વાળ સ્મૂધ અને શાઈની બને છે.
સામાન્ય રીતે દુપટ્ટો, ઓઢણી, છેડોથી આપણે જેને ઓળખીએ છીએ તે ઉપવસ્ત્રથી દરેક યુવતી અને સ્ત્રીઓ અજાણી નહીં હોય. જોકે આધુનિક યુગમાં ઘણા એવાં આઉટફિટ્સ છે કે જેણે દુપટ્ટાની જગ્યા લઈ લીધી છે અને દુપટ્ટાને કેટલાક પરિધાન માટે બાય બાય કહેવામાં આવે છે. સામાન્ય ગૃહિણીઓ લસરતા લહેરાતા દુપટ્ટાથી કંટાળી જાય છે ત્યારે દુપટ્ટાને મેનેજ કરવાની ઝંઝટમાંથી છુટકારો મળે એવા કેટલાક પ્રયોગ ફેશન વર્લ્ડમાં થયા છે. પ્રોફેશનલ લાઈફમાં કે વારે તહેવારે પ્રસંગે ફંક્શન્સ કે પાર્ટીમાં દુપટ્ટો અડચણરૂપ બને છે. અહીં કેટલાક એવા આઇડિયાઝ છે જેનાથી દુપટ્ટાને બાય બાય કહીને સ્ટાઇલિશ પણ દેખાશો. તમે સલવાર સૂટ કે લહેંગા પહેરતાં હો ત્યારે સામાન્ય રીતે દુપટ્ટો નાખવામાં આવે છે, પરંતુ દુપટ્ટો નાંખ્યા વિના પણ સ્ટાઇલિશ દેખાઈ શકાય છે. ઘણી સ્ત્રીઓને કે યુવતીઓને દુપટ્ટો નાંખ્યા વિના જોકે બહાર નીકળવાનો સંકોચ થતો હોય તો આ આઇડિયાઝ અજમાવી શકાય છે.
સાામન્ય રીતે દરેકના ઘરમાં ભાત તો બનતા જ હોય. ભાત બનાવતા પહેલાં ચોખા ધોતા હોઈએ. એ ચોખા ધોયેલા પાણીનું તમે શું કરો છો? મોટાભાગે ફેંકી જ દેતા હશો, પરંતુ આ રાઇસવોટરનો તે ચોખાના ઓસામણનો યોગ્ય ઉપયોગ થઈ શકે છે. ત્વચા અને વાળ માટે તે ઘણું ફાયદાકારક છે. રાઇસવોટર સ્ટાર્ચી હોય છે અને એ વાળને મુલાયમ અને શાઈની બનાવે છે તથા વાળ ઝડપથી વધે છે. ચોખામાં ૭૫થી ૮૦ ટકા સ્ટાર્ચ હોય છે. આ ઉપરાંત ચોખાના પાણીમાં ચોખામાં રહેલા ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. એમાં એમિનો એસિડ, વિટામિન બી અને એન્ટી ઓક્સિડન્ટ પણ હોય છે.
નવરાત્રિ નજીક છે ત્યારે સામાન્ય રીતે યુવતીઓ ગરબે ઘૂમતાં પહેરવાની પસંદ કરે છે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી. જોકે હવે ગરબામાં ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસિસ પણ પહેરાય છે ત્યારે ઇન્ડિયન જ નહીં વેસ્ટર્ન આઉટફિટ્સ સાથે પણ ઓક્સોડાઈજ્ડ જ્વેલરી પહેરી શકાય છે. નવરાત્રીમાં ચણિયાચોળી અને ફર્સ્ટ પૂરતી જ સીમિત ન રહેતાં આ જ્વેલરી સાડી અને જીન્સ સાથે પણ હવે પહેરવામાં આવે છે. ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી બહુ આકર્ષક અને સ્ટાઇલિશ દેખાય છે. ઓક્સિડાઇઝ્ડનાં ઘરેણાં સામાન્ય રીતે સ્ટર્લિંગ ચાંદીમાંથી બનાવવામાં આવે છે. એ વાતાવરણને અનુકૂળ હોય છે અને લાંબો સમય એની ચમક ગુમાવતાં નથી. ત્યાં સુધી કે કાટ ચડી ગયેલા સિલ્વર કોટેડ ઘરેણાને ઓક્સિડાઈઝ કરાવીને તમે નવો લુક મેળવી શકો છો. તમને ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી કોઈ ખાસ અવસરે કે રોજિંદા આઉટિંગમાં પણ પહેરી શકો છો. કયા ડ્રેસ સાથે કઈ જ્વેલરી પહેરશો?
નવરાત્રિ એટલે ઉલ્લાસ અને જોશભેર ગરબે ઘૂમવાના દિવસો. નવરાત્રિમાં ટ્રેડિશનલ ડ્રેસ તો તમને બેસ્ટ લુક આપે જ છે પરંતુ તમે કંઈક અલગ જ કરવા ઇચ્છતા હો તો ફ્યુઝન અને ઇન્ડોવેસ્ટર્ન ડ્રેસ ટ્રાય કરી શકાય.
પ્રદૂષિત વાતાવરણ અને અનિયમિત લાઈફસ્ટાઈલના લીધે સામાન્ય રીતે ત્વચા પર ખૂબ ખરાબ અસર પડે છે. ચહેરા પર હંમેશા ગ્લો લાવવા આપણે મોંઘા કોસ્મેટિકસનો ઉપયોગ કરીએ છીએ. ઘણી બ્યુટી ટ્રીટમેન્ટ લઈએ જેમકે ફેશિયલ કે ક્લિન અપ કરાવીએ છીએ, પરંતુ સ્કિન પર ઝાઝો સમય નિખાર ટકતો નથી. કોમળ અને ચમકતી ત્વચા માટે નિયમિત થોડી ફેસ એકસરસાઇઝ કરી શકાય. ફેસ એકસરસાઇઝ કરી ત્વચાને તરોતાજા અને ગ્લોઇંગ રાખવી એક સારી પ્રાકૃતિક રીત છે.
અમેરિકાના મિનેસોટામાં રહેતી ઓડ્રા બિયર નામની પચીસ વર્ષની યુવતી પોતાને બ્રિધેરિયન ગણાવે છે. તેનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી શકે છે. ઓડ્રાનું કહેવું છે કે તે સતત ૯૭ દિવસ સુધી માત્ર હવા ખાઈને જીવી શકે છે. હા, હવા ખાઈને એટલે કે તે મોઢેથી કશું ખાતી જ નથી, પરંતુ કુદરતની એનર્જીમાંથી પોતાના શરીરને પોષણ આપી શકે છે.
