આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર આવવા, હાથ-પગમાં કળતર, યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે. જો તમે પણ આવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો અહીં કુદરતી રીતે શરીરમાં વિટામિન B12ની માત્રા વધારવાનો એક સરળ ઉપાય જણાવ્યો છે. જો તમારા શરીરની તાસીરને માફક આવે તેમ હોય તો આ ઉપાય અજમાવવા જેવો છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
સારા માનસિક-શારીરિક આરોગ્ય ઉપરાંત શરીરના આરામ, તેની મજબુતી અને ઊર્જા માટે પૂરતી ઊંઘ અત્યંત જરૂરી છે. જોકે, એક કરતાં વધુ અભ્યાસોના તારણ એવું કહે છે કે આજની ભાગદોડભરી જિંદગીમાં લોકોને પુરતી ઊંઘ મળી રહી નથી. બહુમતી વર્ગને 6 કલાકની સળંગ ઊંઘ મળતી નથી. માત્ર 2 ટકા લોકો જ એવા છે જે 8થી 10 કલાકની ઊંઘ લે છે. આ નિષ્કર્ષ ત્રણ વર્ષ સુધી 39 હજાર લોકો પર કરાયેલા સંશોધનમાં જોવા મળ્યો છે. વાસ્તવિક્તા એ છે કે યુવાન વ્યક્તિએ ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સારી ઊંઘ માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, ઊંમર મુજબ કેટલી ઊંઘ જોઈએ. તેના અવરોધોને કેવી રીતે દૂર કરી શકાય.
આજના સમયમાં વિટામિન B12ની ઊણપની સમસ્યા સામાન્ય બની રહી છે. ખાસ કરી શાકાહારી લોકોમાં તેની ઊણપ વધુ જોવા મળી રહી છે. તેની ઊણપને કારણે વ્યક્તિ કમજોર થઈ જાય છે અને વધારે કામ કર્યા વિના પણ થાક અનુભવે છે. આ બધા સિવાય વિટામિન B12ની ઊણપને કારણે ચક્કર આવવા, હાથ-પગમાં કળતર, યાદશક્તિમાં ઘટાડો જેવી સમસ્યાઓ પણ સામાન્ય બની જાય છે.
કોઈ પણ પ્રાણી માટે આંખ મહત્ત્વનું અંગ છે. સંશોધકોના અંદાજ અનુસાર વિશ્વમાં 10 મિલિયનથી વધુ લોકો આંખોના કોર્નીઆ એટલે કે શ્વેતપટલને ઈજા કે રોગના કારણે કોર્નીઅલ બ્લાઈન્ડનેસ સાથે જીવે છે. યુનિલેટરલ લિમ્બાલ સ્ટેમ સેલ ડેફિસીઅન્સી (LSCD) નામના કોર્નીઅલ રોગથી ચોક્કસ ઈજાઓ પહોંચે છે જે અંધાપો લાવે છે.
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય છે અને પેશન્ટ કેન્સરમાંથી બચી પણ શકે છે. તાજેતરમાં કેન્સરગ્રસ્ત કિંગ ચાર્લ્સ તૃતીયે બકિંગહામ પેલેસમાં આયોજિત એક કાર્યક્રમમાં ક્વીન કેમિલા અને પ્રેઝન્ટર લોરૈન કેલી સહિત 500 જેટલા મહેમાનો સમક્ષ દિલ ખોલીને વાત કરી મહત્ત્વનો સંદેશ આપ્યો હતો કે, ‘કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો’.
ગરમીના દિવસોમાં વરિયાળી શરીરને ઠંડક આપે છે અને સાથે જ સ્વાસ્થ્યને ઘણા બધા ફાયદા પણ આપે છે. તેમાં ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઈડ્રેટ રાખે છે. ગરમીના દિવસોમાં ઘણી વખત ભૂખ પણ ઓછી લાગે છે અને જમ્યા પછી પાચનની સમસ્યા પણ રહે છે.
શરીરમાં આડેધડ થતી વાળની વૃદ્ધિ રોકવા માટે તમે રેઝર, વેક્સ અથવા ટ્વીઝર્સનો ઉપયોગ કર્યો હશે પરંતુ, તમે સ્વપ્ને પણ ન વિચાર્યો હોય એવો વધુ સરળ અને ઓછો પીડાદાયક ઉકેલ પણ છે.
રાજા હોય કે રંક, કેન્સરનું નામ પડવા સાથે જ બધા ભયભીત બની જાય છે કારણકે ‘કેન્સર એટલે કેન્સલ’ કહેવાતું રહ્યું છે. આનો અર્થ એ છે કે કેન્સરગ્રસ્ત વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે, તે બચી શકશે નહિ. જોકે, વર્તમાન સમયમાં આ સાચું નથી. કેન્સરની સારવાર શક્ય છે અને પેશન્ટ કેન્સરમાંથી બચી પણ શકે છે. તાજેતરમાં કેન્સરગ્રસ્ત કિંગ ચાર્લ્સ તૃતીયે બકિંગહામ પેલેસમાં આયોજિત એક કાર્યક્રમમાં ક્વીન કેમિલા અને પ્રેઝન્ટર લોરૈન કેલી સહિત 500 જેટલા મહેમાનો સમક્ષ દિલ ખોલીને વાત કરી મહત્ત્વનો સંદેશ આપ્યો હતો કે, ‘કેન્સરથી ભયભીત ન બનો, વેળાસર સામનો કરો’.
ટાઈપ-2 ડાયાબિટીસના ઈલાજ માટે બનાવાયેલી ઓઝેમ્પિક દવાનો હવે વજન ઘટાડવા માટે દુરુપયોગ વધી રહ્યો છે. આ દવા મોંઘી તો છે, પરંતુ તેની સાઈડ ઈફેક્ટ્સ હોઈ શકે છે. વળી આવા અખતરા કાયમી સમાધાન પણ નથી. જોકે કેટલાક નેચરલ ભારતીય ફૂડ્સ એવા છે તે પણ વજન ઘટાડવા માટે બહુ અસરકારક છે. આ ફૂડ્સ જીએલપી-1 હોર્મોનને વધારી ભૂખને નિયંત્રિત કરે છે, બ્લડ શુગરને સ્થિર રાખે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. આજે આવા અસરકારક નેચરલ ફૂડ્સ વિશે જાણીએ.
વયના વધવાની સાથે સાંભળવાની ક્ષમતામાં ઘટાડો થવો સામાન્ય બાબત છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના અહેવાલ અનુસાર 60 વર્ષથી વધુની ઉંમરની 50 ટકા વસતીને સાંભળવામાં મુશ્કેલી છે. આ સમસ્યા ભલે સામાન્ય ગણાતી હોય, પરંતુ તેનો સમયસર ઈલાજ ન કરવામાં આવે તો વૃદ્ધોને એકલવાયાપણું અને ડિપ્રેશન જેવી સમસ્યાઓ થવા લાગે છે.
