સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    વધુ પ્રમાણમાં ફળો ખાઓ અને ડિપ્...

    ‘બ્રિટિશ જર્નલ ઓફ ન્યુટ્રિશન’માં પ્રકાશિત અભ્યાસ અનુસાર વધુ ફળો ખાવાથી ડિપ્રેશનને દૂર રાખવામાં મદદ મળી શકે છે. એસ્ટન યુનિવર્સિટીના કોલેજ ઓફ હેલ્થ એન્ડ લાઇફ સાયન્સિસના તાજેતરના અભ્યાસ મુજબ, જે લોકો ફળોનું સેવન નિયમિતપણે કરે છે તેમનામાં સકારાત્મક માનસિક સુખાકારીનું સ્તર વધુ સારું હોવાં સાથે ડિપ્રેશનના લક્ષણો ઓછાં જોવા મળે છે. 

    એનઆઇટીની સિદ્ધિઃ બ્રેસ્ટ કેન

    ભારતના મોખરાના શૈક્ષણિક સંસ્થાન નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી (એનઆઈટી)ના સંશોધકોએ સસ્તા દરે અને સચોટપણે બ્રેસ્ટ કેન્સર સેલ ઓળખી કાઢે તેવું સેમીકન્ડક્ટર ચીપ આધારીત બાયોસેન્સર વિકસાવ્યું છે. જટિલ કે ખર્ચાળ લેબોરેટરી પ્રક્રિયાની જરૂર વિના બાયોસેન્સર પદ્ધતિ દ્વારા થતી આ ચકાસણીમાં કોઈ કેમિકલ્સ ઉમેરવાની જરૂર નથી પડતી અને સ્વસ્થ બ્રેસ્ટ કોષોમાંથી કેન્સરગ્રસ્ત કોષો ઓળખવામાં તે અત્યંત અસરકારક છે. બ્રેસ્ટ કેન્સરના નિદાન કરતા હાલના બાયોસેન્સિંગ સાધનોની સરખામણીએ આ સાધન વધુ ચોકસાઈ આપે છે. આ સંશોધન પ્રતિષ્ઠિત ‘માયક્રોસિસ્ટમ ટેકનોલોજીસ’ જર્નલમાં પ્રકાશિત થયું છે.

    ડાયાબિટીસઃ આધુનિક લાઇફસ્ટાઇલ...

    સાયલન્ટ કિલર ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, આધુનિક લાઈફસ્ટાઈલના કારણે પણ સર્જાતી અવસ્થા છે જેમાં શરીરના લોહીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેના પરિણામે, હૃદય અને રક્તવહન સંબંધિત રોગોનું જોખમ વધી શરીરમાં રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. યુકેમાં 5.6 મિલિયન લોકો ડાયાબિટીસ સાથે જીવે છે અને તે તમામ વયજૂથના લોકોને અસર કરે છે.

    ડાયાબિટીસઃ રોગ નહીં, પણ આધુનિક...

    સાયલન્ટ કિલર ડાયાબિટીસ કોઈ રોગ નથી પરંતુ, આધુનિક લાઈફસ્ટાઈલના કારણે પણ સર્જાતી અવસ્થા છે જેમાં શરીરના લોહીમાં ખાંડનું પ્રમાણ ખૂબ વધી જાય છે. જેના પરિણામે, હૃદય અને રક્તવહન સંબંધિત રોગોનું જોખમ વધી શરીરમાં રક્તવાહિનીઓને નુકસાન થઈ શકે છે. યુકેમાં 5.6 મિલિયન લોકો ડાયાબિટીસ સાથે જીવે છે અને તે તમામ વયજૂથના લોકોને અસર કરે છે.

    ઓછાં બેઠાડું જીવનથી અલ્ઝાઈમર

    ભૂતકાળમાં અભ્યાસોએ સ્પષ્ટ કર્યું છે કે કસરત, આરોગ્યપ્રદ ખોરાક, ધૂમ્રપાન ન કરવું, પૂરતી ઊંઘ સહિતના લાઈફસ્ટાઈલ પરિબળ અલ્ઝાઈમર્સ રોગનું જોખમ ઘટાડે છે. જોકે ‘અલ્ઝાઇમર્સ એન્ડ ડિમેન્શિયાઃ ધ જર્નલ ઓફ ધ અલ્ઝાઇમર્સ એસોસિએશન’માં પ્રકાશિત નવો અભ્યાસ જણાવે છે કે જે વૃદ્ધો વધુ સમય બેસી રહેવામાં કે સૂતાં રહેવામાં ગાળે છે તેઓ ગમેતેટલી કસરત કરે છતાં તેમને મગજના અલ્ઝાઈમર્સ રોગ સાથે સંકળાયેલા ક્ષેત્રોનાં સંકોચન અને જ્ઞાનેન્દ્રિયોના નીચલા સ્તરનું જોખમ વધુ રહે છે.

    ફિઝી ડ્રિન્ક્સ, ક્રિસ્પ્સ, પેસ...

    આપણે જે પણ ખોરાક લઈએ છીએ તેની શરીર પર ચોક્કસ પ્રકારે સારી અથવા નરસી અસર થતી હોય છે, વર્તમાનકાળમાં પ્રોસેસ્ડ ફૂડ્સનો ઉપયોગ વધી રહ્યો છે અને શરીર માટે તે જોખમી બની રહે છે. કાર્ડિઓવાસ્કુલર રોગો, સ્ટ્રોક, ડાયાબિટીસ, લોહીના ઊંચા દબાણ જેવાં રોગો માટે આ પ્રકારનો ખોરાક કારણભૂત બને છે. પ્રોસેસ્ડ અને અલ્ટ્રા પ્રોસેસ્ડ ખોરાકને લાંબા સમય સુધી સાચવી રાખવા તેમજ સ્વાદ અને સોડમ વધારવા વધુપડતી ખાંડ, મીઠું, પ્રીઝર્વેટિવ્ઝ સહિતના રસાયણો ઉમેરાય છે જે શરીર માટે હાનિકારક અને જોખમી બને છે. આપણે સાચવીશું તો શરીરનું સ્વાસ્થ્ય જળવાશે. નાસ્તા અને ભોજનમાં તાજા ફળ, લીલાં શાકભાજી અને આખાં અનાજ ખાવા હિતાવહ છે.

    હેલ્થ ટિપ્સઃ બદામ શા માટે પલાળ...

    સૂકામેવાની યાદીમાં મોખરાનું સ્થાન ધરાવતી બદામ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પરંતુ જો તેને પલાળ્યા વિના ખાવામાં આવે તો નુકસાન થઈ શકે છે. બદામમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે તત્વો શરીરને લાભ કરે છે પરંતુ આ લાભ શરીરને ત્યારે મળે છે જ્યારે બદામને પલાળીને ખાવામાં આવે. 

    બાળપણમાં સ્થૂળ બાળકોને પુખ્ત

    બાળપણ અથવા પુખ્તાવસ્થામાં પણ સ્થૂળ હોવું તે દાયકાઓ પછી તેમના માટે આંતરડાના કેન્સરનું વધુ જોખમ લાવી શકે છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ કેન્સરમાં પ્રકાશિત સંશોધનમાં જણાવાયું છે કે બાલ્યાવસ્થામાં ભારે વજન ધરાવતા બાળકોને પુખ્ત વયમાં કેન્સર થવાનું જોખમ વધારે રહે છે. 

    માત્ર ત્રણ રાતની ઓછી ઊંઘ હૃદયન...

    લોકોએ સ્વસ્થ રહેવા માટે રાત્રે ઓછામાં ઓછાં સાત કલાકની ઊંઘ લેવી જરૂરી હોવાનું નિષ્ણાતો કહે છે ત્યારે શરીરને પૂરતી ઊંઘ ન મળે તો શરીર અને ખાસ કરીને હૃદય પર તેની કેવી અસરો સર્જાય તેનો અભ્યાસ સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. તેમણે અભ્યાસમાં ભાગ લેનારા લોકોના નબળી ઊંઘ અને સ્વસ્થ ઊંઘના સેશન્સ દરમિયાન બાયોમાર્કર્સની ચકાસણી કરી હતી.

    લોહતત્વની ઉણપઃ વ્યાપક વૈશ્વિ

    આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરતા લાલ રક્તકણોના ઉત્પાદન સહિત મોટા ભાગના શારીરિક કાર્યો માટે અતિ સુક્ષ્મ પોષક તત્વ આયર્ન એટલે કે લોહતત્વની જરૂર પડે છે. શરીરમાં આયર્ન માટે મુખ્ય સ્રોત આહાર છે, જેમાં આંતરડા કેટલાક પ્રમાણમાં આયર્નનું શોષણ કે ઉપયોગ પર નિયંત્રણ ધરાવે છે. આહારમાં આયર્ન – હેમ આયર્ન (પ્રાણીજ માંસ, પોલ્ટ્રી, માછલી વગેરેમાંથી મળે) અને વનસ્પતિજન્ય આયર્ન એમ બે પ્રકારે અસ્તિત્વ ધરાવે છે. વનસ્પતિજન્ય લોહતત્વની સરખામણીએ હેમ આર્યન ઝડપથી શોષાય છે અને તેથી લોહતત્વનો સારો સ્રોત ગણાય છે.