કોવિડ-૧૯નું આગમન થયું ત્યારે લોકોને એ ચિંતા હતી કે આ મહામારીના સંક્રમણથી બચવું કઇ રીતે? આ પછી લોકો એ વાતે ચિંતા કરતા હતા કે કોરોનાથી બચાવતી વેક્સિન ક્યારે આવશે? અને હવે જ્યારે કોરોના વેક્સિન આવી ગઇ છે (અને સરકાર વિનામૂલ્યે આપી રહી છે...) ત્યારે લોકોને એ વાતે ચિંતા છે કે આ વેક્સિન લેવી જોઇએ કે નહીં?! તેની સાઇડ ઇફેક્ટ કેવી અને કેટલી હશે? તે નુકસાન તો નહીં કરેને?! ભારત હોય કે બ્રિટન, દુનિયાભરમાં કોરોના વેક્સિનના મામલે જાતભાતની અટકળો ચાલી રહી છે. વેક્સિનની બનાવટ, તેની ક્લિનિકલ ટ્રાયલ્સ, તેની સંભવિત આડઅસરો, વેક્સિન કોણે લેવી જોઇએ, કોણે ના લેવી જોઇએ વગેરે મુદ્દે જેટલા મોઢા એટલી વાત છે. આ સંજોગોમાં ગુજરાત સમાચારે દૂધનું દૂધ અને પાણીનું પાણી તારવવાનું નક્કી કર્યું. ગુજરાતમાં આરોગ્ય ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવતા ડોક્ટર કપલ સિનિયર ઓન્કોલોજીસ્ટ ડો. ભાવેશ પારેખ અને સિનિયર ડાયાબેટોલોજીસ્ટ તથા એન્ડોક્રિનોલોજીસ્ટ ડો. ઉર્વિ પારેખનો સંપર્ક કર્યો અને સહુ કોઇને મૂંઝવતા સામાન્ય પ્રશ્નોના ઉત્તર મેળવ્યા. આ પ્રશ્નોત્તરી વાંચ્યા પછી સહુ કોઇને સ્પષ્ટ થઇ જશે કે કોરોના વેક્સિન શું છે? અને મારે - તમારે તે લેવી જોઇએ કે નહીં? ડો. પારેખ દંપતીએ નીલેશ પરમાર સાથે કરેલી વાતચીતના અંશોઃ
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ૧૪ જૂને વિશ્વભરમાં વર્લ્ડ બ્લડ ડોનર ડે મનાવાશે. આ વર્ષની મુખ્ય થીમ છેઃ થેન્કયુ ફોર સેવિંગ માય લાઇફ. આ પ્રસંગે બ્લડ ગ્રૂપના બધા પ્રકારો વિશે જાણો અને કયુ ગ્રૂપ કોને આપી શકાય એની કોમ્પિટિબિલિટી વિશે પણ સમજો.
નિરામય સ્વાસ્થ્ય માટે જેમ વિટામિન્સ, પ્રોટીન, કેલ્શિયમ વગેરેનું જેટલું જરૂરી છે તેટલું જ જરૂરી છે પાણી. જો તમે તંદુરસ્તી-મનદુરસ્તી ટનાટન રાખવા માગતા હો તો દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. અપૂરતા પાણીના કારણે શરીર અનેક રોગનું ઘર બને છે, જે અભ્યાસમાં પુરવાર થયેલી હકીકત છે. તો આવો આજે આપણે જાણીએ પાણી પીવાથી થતા લાભો વિશે...
ઈંગ્લેન્ડના ૨૪૦ NHS ટ્રસ્ટ્સના સંગઠન NHS Providersના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપ્સનના કહેવા અનુસાર ઈંગ્લેન્ડમાં NHSને સામાન્ય પરિસ્થિતિમાં આવતા લાંબો સમય લાગી જશે કારણકે વર્કફોર્સ તદ્દન થાકી ગયેલો અને આઘાત હેઠળ છે. કોવિડ ૧૯ બીજી વખત સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા પછી લોકોએ સારવાર માટે વેઈટિંગ સમય લાંબા રહેશે તેવી અપેક્ષા રાખવી જોઈએ. ઘણો સ્ટાફ એકસાથે NHS છોડી જાય તે પણ શક્ય છે.
સરેરાશ વ્યક્તિને એક દિવસમાં ૬,૦૦૦ કરતા વધુ વિચારો આવતા હોય છે! મતલબ કે એક મિનિટમાં મગજમાં ચાર કરતા વધુ વિચાર ઝબકી જાય છે! જાણે મગજને બીજું કોઈ કામ જ ન હોય! કેનેડામાં થયેલા એક નવા સંશોધનમાં આ તારણ નીકળ્યું છે. મગજ સતત વિચાર કરતું જ રહે છે, એ તો સામાન્ય વ્યક્તિ પણ જાણે છે, પરંતુ તેમાં રોજ કેટલા વિચારોનું આવાગમન થઈ જતું હોય એ તો કોણ ગણતું હોય? આપણે તો વિચારી શકીએ... તેને ગણી થોડા શકીએ?! પરંતુ હવે કેનેડાના સંશોધકોએ વિચારો ગણવાનું ભગીરથ કામ પાર પાડયું છે. એટલું જ નહીં, તેઓએ વિચારોના પ્રારંભ અને અંત બંને પોઇન્ટની પેટર્ન કાઢી છે, તેના આધારે મગજમાં ચાલતી એક્ટિવિટી જાણવાનું શક્ય બન્યું છે.
જાપાનની બ્યોગો યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક સંશોધનમાં તારણ નીકળ્યું છે કે, ઓફિસમાં ટેબલ ઉપર રાખવામાં આવેલો એક નાનકડો પ્લાન્ટ (છોડ) પણ વર્ક સ્ટ્રેસ ઘટાડે છે. ઇન્ડોર પ્લાન્ટ્સ કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય ઉપર કેવી અસર કરે છે તેના અનુસંધાનમાં આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
જર્મન સંશોધનમાં દાવો કરાયો છે કે સામાન્ય શરદી થઈ હોય તો તેનાથી કોવિડ ૧૯થી બચાવ થઈ શકે છે. જુદા જુદા કોરોના વાઈરસ પ્રત્યે શરીરની રોગપ્રતિકારક શક્તિનો પ્રતિભાવ મહામારીને અપાતા પ્રતિભાવ જેવો જ હોય છે. મતલબ કે સામાન્ય શરદી પેદા કરતા વાઈરસની સામે લડવા શરીરમાં જે રોગપ્રતિકારક શક્તિ પેદા થાય છે, તે કોવિડ ૧૯ સામે જંગ લડવા માટે પણ મદદરૂપ થઈ શકે છે.
ગમેતેટલા મરીમસાલાના ઉપયોગ છતાં મીઠા વગરની વાનગી ફિકી લાગતી હોય છે. સ્વાદ માટે તે જરૂરી છે, પરંતુ સ્વાસ્થ્ય માટે તે જોખમી છે. તો શું કરવું? આપણી પાસે તેના માટે શ્રેષ્ઠ ઓપ્શન સિંધાલૂણ છે. સિંધાલૂણને ઘણાં લોકો સિંધવ મીઠું કે નમક તરીકે પણ ઓળખે છે. જે વ્યક્તિને બ્લડપ્રેશરની તકલીફ છે તે લોકોને ખાસ મીઠાની જગ્યાએ સિંધવ મીઠું ખાવા સલાહ અપાય છે. સૌથી પહેલા તો આપણે એ જાણીએ કે સિંધવ મીઠું ખરેખર શું છે? શું આ મીઠું છે? ના... સિંધવ મીઠું એ મીઠાનો કોઇ પ્રકાર નથી પણ તે એક નેચરલ મિનરલ છે, જે સલ્ફર - મેગ્નેશિયમના મિશ્રણથી બને છે, તે Epsom saltના નામે પણ ઓળખાય છે. આ એક પ્રકારનું ખનીજ છે, જે પાણીમાં નાખતાં તરત ઓગળી જાય છે અને ઓગળતા જ મેગ્નેશિયમ અને સલ્ફેટ ઉત્પન્ન કરે છે.
શારીરિક-માનસિક આધિવ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો લકવાની સમસ્યા અંગે.
શું તમે જાણો છો કે એકમાત્ર મધ એવો ખાદ્યપદાર્થ છે કે જે કદી બગડ્યા વિના હંમેશાં લાંબા સમય માટે ખરેખર રહી શકે છે? આપણી પ્રકૃતિમાતા રહસ્યમયી છે અને તેના અનેક અકલ્પનીય રહસ્યોમાં મધ પણ એક રહસ્ય છે.
