કોરોના વાઇરસના સ્વરૂપમાં ૨૩ નવા પરિવર્તનો જોવા મળ્યા છે. સંશોધકોએ નવા સ્વરૂપના જિનેટિક કોડમાં ૨૩ ફેરફારો શોધી કાઢ્યા છે. એટલું જ નહીં, આ નવા સ્વરૂપના સાત લક્ષણોની પણ ઓળખ કરી લેવામાં આવી છે. વાઇરસમાં ૨૩માંથી ૧૭ ફેરફારો ગંભીર ગણાવાયા છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
આજકાલ બાળકોથી માંડીને મોટેરાઓમાં સ્માર્ટફોન અને ટેબ્લેટનો વપરાશ ખૂબ વધી ગયો છે. જોકે આના ખરાબ પરિણામો હવે જોવા મળી રહ્યા છે. દર ૧૦માંથી ૯ બાળકો સ્માર્ટફોન-ટેબ્લેટ પર જ સતત વધુ સમય ગાળી રહ્યા છે, તેના કારણે તેમની ઊંઘની પેટર્ન ખોરવાઈ રહી છે. જે બાળકો કલાકો સુધી સ્માર્ટફોન અને ટેબ્લેટ પર સમય ગાળે છે, તેમની ઊંઘની પેટર્ન તેમાંથી નીકળતી બ્લૂ લાઈટને કારણે ખોરવાઈ જાય છે.
છેલ્લા ૧૦ મહિનાથી ફેલાયેલી કોરોના મહામારીના કારણે લોકોનું ઘરમાંથી બહાર નીકળવાનું અને હરવા-ફરવાનું ઘટી ગયું છે. જોબ કરતા મોટા ભાગના લોકો લાંબા સમયથી વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આવા લોકોનો બેસી રહેવાનો સમય વધી ગયો છે. તાજેતરમાં જ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિને આ અંગે કેટલાક મહત્ત્વના સુચનો કર્યા છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળાના ઇલાજ અંગે.
રોજિંદા આહારમાં કાચી ડુંગળીનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયક હોય છે. કાચી ડુંગળી એવી શાકભાજી છે જેમાં વિવિધ વિટામીન્સ, મિનરલ્સ જેવા રોગપ્રતિકારક શક્તિ વધારે તેવા પોષકતત્ત્વો રહેલાં છે. ડુંગળીમાં રહેલા ઔષધીય તત્ત્વોને લીધે જ પ્રાચીન કાળથી ભોજનમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ અન્નનળીની સર્જરી માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. શરીર પર કોઇ પણ જાતની વાઢકાપ વગર થતી આ સર્જરી અન્નનળીના નબળા મસલ્સને મજબૂત બનાવવાની સાથોસાથ એસિડિટી સહિતના વિવિધ કારણસર હોજરીની બળતરાથી પીડાતા સેંકડો દર્દીઓને રાહત અપાવી શકે છે. ૬૦ મિનિટની આ સર્જરી નજીકના ભવિષ્યમાં NHS દર્દીઓ માટે ઉપલબ્ધ થશે. આ પદ્ધતિમાં સર્જરી મારફત અન્નનળી અને પેટ વચ્ચેના ગેપ કે જેની મારફત પેટમાં એસિડ ફ્લો થાય છે અને દાહ થાય છે તેને પૂરી દેવાય છે અને આમ છાતીનો તીવ્ર દાહ બંધ થાય છે.
કોરોનાની એક પછી એક વેક્સિનને મંજૂરીના ધમધમાટ વચ્ચે ભારતે વિશ્વમાં સૌથી વધુ ૧૬૦ કરોડ ડોઝનું એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. જોકે આ છતાં તેના દ્વારા દેશની ફક્ત ૫૯ ટકા વસતીનું જ વેક્સિનેશન કરી શકાશે. અમેરિકાની ડયુક યુનિવર્સિટી દ્વારા કરાયેલા અભ્યાસમાં અમીર દેશો અને વિકાસશીલ દેશો દ્વારા વેક્સિનની ખરીદીમાં મોટો તફાવત હોવાનો ઉલ્લેખ કરાયો છે.
અત્યાર સુધી એવું મનાતું હતું કે વૃદ્ધોએ થોડોક વધારે આરામ કરવો જોઈએ, જેથી તેમનું બ્લડ પ્રેશર કન્ટ્રોલમાં રહે અને આર્ટરીમાં ક્લોટ થાય નહીં. જોકે ચીનની વુહાન યુનિવર્સિટીમાં તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ૬૦ વર્ષની ઉંમર બાદ જે લોકો સાડા નવ કલાક જેટલો સમય ઊંઘે છે એમને સ્ટ્રોક આવવાની શક્યતા ૨૫ ટકા અને રાતે નવ કલાક કરતાં વધારે ઊંઘ લેનારાઓને સ્ટ્રોક આવવાની શક્યતા ૨૩ ટકા વધી જાય છે.
ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં ખૂબ વધારો થાય છે સાથે સાથે જ બીજી અનેક બીમારીઓથી પણ બચી શકાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો સોજો-મૂઢમારની સમસ્યા વિશે.
