સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    અલ્ઝાઇમર્સના ૫૦ ટકા દર્દીને સ

    લંડનમાં કાર્યરત અલ્ઝાઇમર્સ ડિસીઝ ઇન્ટરનેશનલના ૨૦૧૯ના રિપોર્ટ મુજબ ૨૦૫૦ સુધી દુનિયાભરમાં ડિમેન્શિયાથી પીડિતોની સંખ્યા ૧૫.૨ કરોડથી વધુ હશે. ડિમેન્શિયા અલ્ઝાઇમર રોગનો સૌથી સામાન્ય પ્રકાર છે. અલ્ઝાઇમર્સ અંગે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ દ્વારા ૧૫૫ દેશોમાં લગભગ ૭૦ હજાર લોકો પર સર્વે કરાયો હતો, જેના તારણ અનુસાર ડિમેન્શિયા પીડિતોમાંથી ૫૦ ટકાને ક્યારેય પણ સાચો ઇલાજ મળી શકતો નથી.

    હેલ્થ ટિપ્સઃ શરીર માટે લાભદાય

    દરેક ભારતીય પરિવારમાં ભાત તો લગભગ રોજ બનતા જ હોય છે. તે ઓછા સમયમાં બની અને પચી જતા હોવાથી આપણે તેને ખાવાનું પસંદ કરીએ છીએ. આપણે ભાત રાંધીએ ત્યારે તેનું ઓસામણ (ભાત રાંધતી વખતે રહેતું સફેદ પાણી) મોટેભાગે કિચનની સિન્કમાં વહાવી દેતા હોઇએ છીએ. આ પાણીનો શું ઉપયોગ? એવું માનીને જવા દીધેલું આ પાણી ખરેખર તો ખૂબ ઉપયોગી છે. તેમાં ફાઇબરની માત્રા વધારે હોવાને લીધે તે શરીરનું મેટાબોલિઝમ વધારે છે, તેને કારણે શરીર સ્ફૂર્તિલું બને છે. તે કઇ કઇ રીતે આપણને ઉપયોગી થાય છે તે જરા વિગતે જાણીએ.

    વધુ ખાંડવાળું ભોજન સ્ટ્રેસ, હત...

    સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભોજનમાં ખાંડનું વધુ પ્રમાણ વ્યક્તિમાં મનોદશાના વિકારને જન્મ આપે છે. સેચ્યુરેટેડ ફેટ અને ગળ્યા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એંગ્ઝાયટી - સ્ટ્રેસ - તણાવ પેદા કરી શકે છે.

    શરાબના વ્યસનીઓ છ ગણી ઘરેલું હિ...

    શરાબ અને ડ્રગ્સના વ્યસની હોય એવા પુરુષોમાં જીવનસાથી ઉપર ઘરેલું હિંસા આચરવાનું વલણ છ ગણું વધારે જોવા મળતું હોય છે. એક અભ્યાસમાં જણાયું છે કે આમ પણ સામાન્ય અભ્યાસમાં અનુભવ એવો હોય છે કે શરાબ પીધા બાદ આપણે જાત પરથી નિયંત્રણ ગુમાવી દેતા હોઇએ છીએ. એ સંજોગોમાં ઘરેલું હિંસા પાછળ એ પરિબળો પણ કામ કરી જતા હોય એ સમજી શકાય એમ છે.

    ચેતતા રહેજો... હવે આવ્યો છે સુપર...

    અમેરિકના વૈજ્ઞાનિકોએ ૨૪ જ કલાકમાં દેશમાં જ મ્યુટેટ થયેલા ૩ સુપર કોવિડ સ્ટ્રેનની ઓળખ કરી છે. આ સ્ટ્રેનના અભ્યાસ બાદ તબીબી નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વભરમાં કોરોના વાઇરસ મ્યુટેટ થઇને નવા સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જેમ જેમ લોકો સંક્રમિત થતાં જશે તેમ વધુ ચેપી સ્ટ્રેન ઉદ્દભવતાં રહેશે. 

    બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા

    એક તબીબી અભ્યાસના તારણ અનુસાર બ્રેસ્ટ કેન્સર તેમજ કેન્સર પૂર્વે થતી ગાંઠોના નિદાન માટે ડોક્ટર કરતા કમ્પ્યૂટર વધુ અસરકારક નીવડે છે. લોસ એન્જલસની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા ખાતે સંશોધકોએ આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)ને ૨૪૦ બાયોપ્સી ઇમેજનું વિશ્લેષણ કરવાની તાલીમ આપી હતી અને બાદમાં ૮૭ પેથોલોજિસ્ટે કરેલા નિદાન સાથે એની સખામણી કરી હતી.

    વધુ ખાંડવાળું ભોજન સ્ટ્રેસ, હત...

    સાયન્ટિફિક જર્નલ ન્યુરોસાયન્સ એન્ડ બાયોબિહેવિયરલ રિવ્યુઝના અહેવાલ અનુસાર વધુ શુગરવાળા ભોજનથી આપણી મનોદશા પર નકારાત્મક અસર પડે છે. મેરિલેન્ડ સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યુટ્સ ઓફ હેલ્થ દ્વારા પ્રકાશિત રિપોર્ટ અનુસાર ભોજનમાં ખાંડનું વધુ પ્રમાણ વ્યક્તિમાં મનોદશાના વિકારને જન્મ આપે છે. સેચ્યુરેટેડ ફેટ અને ગળ્યા ખાદ્ય પદાર્થોનું નિયમિત સેવન ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એંગ્ઝાયટી - સ્ટ્રેસ - તણાવ પેદા કરી શકે છે.

    ખૂબ જ પૌષ્ટિક અને શક્તિવર્ધક છ...

    ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઇઓમાં પણ ચારોળી છૂટથી વપરાય છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.

    ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.