અમેરિકાના અંદાજે ૪૫ જેટલા રાજ્યોમાં શાળાઓ માટે વિદ્યાર્થીને હસ્તલેખન શીખવાડવું જરૂરી નથી, પરંતુ નવો અભ્યાસક્રમ સૂચવે છે કે બાળ વિકાસ માટે હસ્તલેખન કૌશલ્ય ખૂબ જ મહત્ત્વનું છે. કમ્પ્યુટર પર ભણતી વખતે કે પેન અને કાગળ મદદથી હાથથી લખીને ભણતી વખતે સર્જાતી મગજની પ્રક્રિયાનો અભ્યાસ કરીને વિજ્ઞાનીઓ તારણ પર પહોંચ્યા છે કે કમ્પ્યુટર પર માહિતી સ્ટોર કરીને ભણવાને બદલે પેન-કાગળની મદદથી ભણતી વખતે બાળકો વિષયને વધુ સારી રીતે સમજીને તેને યાદ રાખી શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
નાની-મોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો પેટનું દર્દ દૂર કરવાના ઉપાય.
• અજમો ફાકીને ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો, અજીર્ણ અને વાયુમાં રાહત વર્તાય છે.
• આદુ અને લીંબુના રસમાં અડધી ચમચી મરીનું ચૂર્ણ નાંખી પીવાથી પેટમાં દુઃખાવો થતો હોય તો આરામ થાય છે.
• અજમો અને મીઠું વાટીને તેની ફાકી લેવાથી પેટનો દુઃખાવો મટે છે.
• આદું અને ફૂદીના રસમાં સિંધવ-મીઠું નાંખીને પીવાથી પેટનો દુઃખાવો ઘટે છે.
• આદુંનો રસ એક ચમચી અને લીંબુનો રસ બે ચમચી મેળવી તેમાં થોડી સાકર નાંખીને પીવાથી કોઈપણ જાતનો પેટનો દુઃખાવો ઓછો થાય છે.
• શેકેલા જાયફળનું એક ગ્રામ ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાથી પેટનો દુઃખાવામાં રાહત થાય છે.
• જમ્યા પછી કેટલાકને ૨-૩ કલાકે પેટમાં સખત દુઃખાવો થાય છે તે માટે સૂંઠ, તલ અને ગોળ સરખે ભાગે લઈ દૂધમાં નાંખી સવાર-સાંજ લેવાથી પેટના દુઃખાવાનું પ્રમાણ ઓછું થાય છે.
• લીંબુના રસમાં થોડો પાપડખાર મેળવી પાવાથી દુઃખાવો અને આફરો હોય તો ઘટે છે. • લીંબુના રસમાં મૂળાનો રસ મેળવી પીવાથી પેટનો વાયુ અને ગોળો ઓછો થાય છે.
મોટા ભાગના લોકો એક કે બે દિવસ પહેરેલા કપડાં વોશિંગ મશીનમાં નાંખીને ધોઇ નાંખે છે, પરંતુ આ જ લોકો ઘડિયાળ, વીંટી કે એરિંગ્સ જેવી અનેક એક્સેસરીઝને ચોખ્ખી રાખવાની દરકાર ભાગ્યે જ કોઈ રાખે છે. વળી આ ચીજો પણ દરરોજ તો ચોખ્ખી રાખતા જ નથી. બે-પાંચ દિવસે કે ક્યારેક તો મહિના સુધી કોઇને એ સ્વચ્છ કરવાનું સૂઝતું નથી. એ સંજોગોમાં એ તમામ ચીજો ટોઇલેટ કરતાં પણ ૪૦૦ ગણી વધુ કિટાણુવાળી થઈ જતી હોય છે!
શું તમે જાણો છે કે લગ્નજીવનને બહેતર સ્મરણશક્તિ સાથે પણ સંબંધ છે? અમેરિકી સંશોધકોએ જણાવ્યા મુજબ લગ્નજીવન જીવી રહેલાં લોકોને મુકાબલે છૂટાછેડા લઈ ચૂકેલા લોકો સ્મરણશક્તિની સમસ્યાનો વધુ સામનો કરતા હોય છે. મિશિગન યુનિવર્સિટીના સંશોધકો ૧૫ હજારથી વધુ લોકો પર સંશોધન કરીને આ તારણ સુધી પહોંચ્યા છે. તેમના ધ્યાન આવ્યું છે કે છૂટાછેડા લઈ ચૂકેલા પુરુષના કિસ્સામાં ડિમેન્શિયાના જોખમનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
આયુર્વેદમાં મરીને ‘મરીચ’ના નામે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં તેને ‘તીખાં’ના નામે ઓળખવામાં આવે છે. મરીનો ઔષધ સ્વરૂપે સદીઓ પહેલાંથી સ્વીકાર કરવામાં આવ્યો છે. આરબો અને યુરોપિયનો મરી-મસાલા માટે જ ભારતના બંદરો પર આવતા હતા. મરી, લવિંગ, તજ, એલચી, હિંગ, સૂંઠ વગેરે મસાલાને તેજાના તરીકે ઓળખાવાતા હતા. આ તેજાના આરબ દેશો, યુરોપના બધા જ દેશો માટે જીવનદોરી હતી. એટલે જ ત્યાંથી વહાણોના કાફલા ભારતના બંદરો પર આવતા હતા અને આખેઆખા વહાણ ભરીને તેજાના લઈ જતા હતા. એ વ્યાપાર થકી ભારત એટલું સમૃદ્ધ હતું કે તેને સોનાની ચિડીયા કહેવામાં આવતું હતું. તેજાના, મલમલનું કાપડ અને રેશમ ભારત દેશનો એવો ખજાનો હતો જે ભારોભાર સોનું-ચાંદી તાણી લાવતો હતો.
સફરજન, કરમદાં અને ચા જેવા ફ્લેવોનોલ્સથી સમૃદ્ધ આહાર તમારું બ્લડપ્રેશર ઘટાડવામાં ઉપયોગી છે અને તેને પગલે હૃદયરોગ સંબંધિત તકલીફોમાં રાહત થતી હોવાનું એક અભ્યાસમાં દાવો કરાયો છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ વખતે જાણો પેશાબની સમસ્યા વિશે.
માત્ર વજન ઉતારવા અને ચૂસ્ત રહેવાના આશયથી ઓગસ્ટ ૨૦૧૬માં શરૂ કરાયેલી યાત્રા વિનોદ બજાજ માટે એટલી હદે મહત્ત્વની બની ગઈ છે કે ચાર દસકાથી આયર્લેન્ડમાં વસતાં ભારતવંશી ૭૦ વર્ષના વિનોદ બજાજ હવે ગિનેસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવવા તત્પર બન્યા છે. આનું કારણ એ છે કે વિનોદ બજાજે ૧૪૯૬ દિવસમાં ચાલીને ૪૦,૦૭૫ કિલોમીટરથી વધુ (૫૪,૬૩૩,૧૩૫ પગલાં)નું અંતર કાપી નાંખ્યું છે, જે આપણી પૃથ્વીના પરિઘ જેટલું થવા જાય છે.
ડિમેન્શિઆ (સ્મૃતિભ્રંશ)ના હોસ્પિટલાઇઝ્ડ દર્દીઓમાંથી અંદાજે ત્રીસેક ટકા દર્દીઓ ડિહાઇડ્રેટેશનની તકલીફથી પીડાતા હોય છે. શરીરમાં પાણીનું પ્રમાણ ઘટી જવાથી ઘણી વખત વયોવૃદ્વ દર્દીઓની હાલત ગંભીર થઇ જતી હોય છે.
કોરોના વાઇરસ કટોકટી વચ્ચે દુનિયાભરમાં ૪૦થી વધુ રસીઓની હ્યુમન ટ્રાયલ ચાલી રહી છે અને વૈજ્ઞાનિક પરીક્ષણોના મુશ્કેલ તબક્કાઓમાંથી પસાર થઇ રહી છે. ‘ધ ન્યુયોર્ક ટાઇમ્સ’ને મળેલી માહિતી મુજબ ૮૮ રસીની પ્રી-ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. તેમાંથી ૬૭ રસી ૨૦૨૧ના અંત સુધી ક્લિનિકલ ટ્રાયલના આખરી તબક્કે પહોંચવાની શક્યતા છે.
