કોરોના વાઇરસથી ડર્યા વગર અને હિંમતભેર એની સામે લડીને છ દિવસમાં પાછા ઘરે ફરનાર ૯૦ વર્ષનાં વિમળાબહેન શાહને જ્યારે ખબર પડી કે તેઓ કોરોના પોઝિટિવ છે ત્યારે જરાપણ ડર્યા નહોતાં.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો શ્વાસ-બીમારીની તકલીફ વિશે.
જીવલેણ કોરોના વાઈરસ સામે ૧૪૯ દિવસ ઝઝૂમ્યા પછી ૬૩ વર્ષના અનિલભાઈ પટેલને પહેલી ઓક્ટોબરે ઈલફર્ડની કિંગ જ્યોર્જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી ત્યારે બધાએ તેમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. હવે તેઓ સઘન સારવાર અને આરામ માટે રેસિડેન્શિયલ રિહેબ સેન્ટરમાં રહેવા જશે. તેમણે કોવિડ-૧૯ અંગેના નિયંત્રણોનું પાલન નહિ કરનારા લોકોને ચેતવણી આપી તેને હળવાશથી નહિ લેવાની સલાહ પણ આપી છે. અનિલભાઈ કોરોનાને સૌથી લાંબી લડત આપનારા બ્રિટનના બીજા પેશન્ટ છે. અગાઉ, સ્કોટલેન્ડના એડિનબરાના બ્રિઆન મીઅર્ન્સે વિક્રમજનક ૧૭૨ દિવસ હોસ્પિટલમાં સારવાર મેળવી હતી.
Most families have experienced upheaval in their daily lives during the pandemic. With children and young people now back at school or college, PHE’s new mental health campaign provides NHS-endorsed tips and advice to help children and young people’s mental wellbeing and equip parents and carers with the knowledge to support them.
મનુષ્યની ચામડી પર કોરોના વાઈરસ નવ કલાક સુધી સક્રિય રહી શકે છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટીના સંશોધકોએ એક ઊંડા અભ્યાસના આધારે આ તારણ રજૂ કરતાં કહ્યું છે કે કોરોના વાઈરસ અન્ય વાઈરસ કરતાં ઘણો વધુ શક્તિશાળી હોવાથી નવ-નવ કલાક સુધી ચામડી પર ટકી જાય છે. આનાથી બચવા માટેનો સૌથી અકસીર ઉપાય ૨૦ સેકન્ડ સુધી ઘસીને હાથ ધોવાનો છે.
હવે ઉચ્છ્વાસની બ્રીધ-પ્રિન્ટથી ખબર પડી જશે કે પેટમાં સામાન્ય ઈન્ફેક્શન છે કે અલ્સર કે પછી કેન્સર. કોલકતાની એસ. એન. બોઝ નેશનલ સેન્ટર ફોર બેઝિક સાયન્સિઝ (એનસીબીએસ)ના વિજ્ઞાનીઓએ પેટમાં ઇન્ફેક્શનથી લઈને આંતરડાંના કેન્સર સુધીના રોગોને ઓળખવાની નવી રીત વિકસાવી છે. તેમાં કોઈ રોગીના માત્ર શ્વાસનાં સેમ્પલથી જ પેટના રોગના શરૂઆતના સ્તરની ઓળખ થઈ જશે. આ ટેક્નિકને પાયરો-બ્રીધ નામ અપાયું છે.
તબીબી નિષ્ણાતોના મતે દાડમનો દડો પ્રોટીન, ફાઇબર, વિટામિન-સી, વિટામિન-કે, ફોલેટ અને પોટેશિયમ જેવા ગુણોનો પાવરહાઉસ છે. દાડમના સેવનથી તમને આ દરેક પોષકતત્ત્વની પ્રાપ્તિ થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. દાડમના દાણા અને જ્યૂસ બંને તમે આરોગી શકો છો પણ જ્યૂસના બદલે તે દાણા સ્વરૂપે વધારે ગુણકારી સાબિત થાય છે, તેથી બને ત્યાં સુધી તેના દાણા જ ખાવા જોઇએ. દાડમ વયસ્ક લોકો માટે જેટલું લાભદાયી છે તેટલું જ બાળક માટે પણ છે જ, તેનાથી બાળકના મગજનો વિકાસ સારી રીતે થતો હોવાથી બાળકને ચોક્કસપણે રોજ દાડમ ખવડાવવું જોઇએ. વયસ્ક લોકો માટે તે કઇ કઇ રીતે લાભદાયી સાબિત થાય છે તે જોઇએ.
નાનીમોટી શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો દાંતની પીડાના નિવારણ અંગે.
કોરોના વાઇરસની ફેફસાં પર અસર થતી હોવાનું તો જગજાહેર છે. જોકે, તાજેતરમાં યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ એક અભ્યાસના આધારે તારવ્યું છે કે, ૮૦ ટકા દર્દીઓમાં તો સૂકી ખાંસી, તાવ તેમજ સ્વાદ અને ગંધની ક્ષમતા ગુમાવવા જેવાં મુખ્ય લક્ષણોનાં બદલે ગૂંચવી નાખનારાં લક્ષણો જોવા મળ્યાં હતાં કે પછી કોઈ જ લક્ષણ જોવા નહોતા મળ્યા. આમ કોરોનાનાં લક્ષણોનાં મામલે પૂરેપૂરું ચિત્ર સ્પષ્ટ થતાં હજી સમય લાગશે એમ જણાય છે. એટલું જ નહીં કોરોનાથી સામાન્ય રીતે ફેફસાંને નુકસાન થતું હોવાનું મનાય છે, પરંતુ શ્વાસ માટે સંઘર્ષ સિવાય પણ બીજી અનેક સમસ્યાઓ થઈ શકે છે. જેમ કે, આ સંશોધકોના મતે કોરોનાના લીધે ફેફસાં સિવાય આપણાં દિમાગ, હૃદય, સાંધા, આંખો, કાન, માનસિક સ્થિતિ, ત્વચાને નુકસાન થઇ શકે છે.
આપણા શરીરની અંદરની ક્ષમતા, તાકાત એટલે સ્ટેમિના. ઘણાં લોકોનાં મનમાં એ સવાલ હોય કે સ્ટેમિના કઇ રીતે વધારવો. આજકાલ દરેકની લાઇફસ્ટાઇલ ભાગદોડભરી થઇ ગઇ છે, ખોરાક એવા થઇ ગયા છે કે સ્ટેમિના ઘટતો જાય છે. સરવાળે થાય છે એવું કે થોડાક શારીરિક શ્રમથી આપણે થાકી જઇએ છીએ. થોડુંક ચાલવાનું આવે તો પણ થાક લાગવા માંડે, થોડું વધારે કામ થઇ ગયું હોય તો શરીર દુઃખવા લાગે. આમ થવા પાછળનું કારણ સ્ટેમિના ઓછો હોવાનું હોય છે.
