ભારતીય પરિવારોમાં જ્યાં દૂધ પાક બનતો હશે તેઓ ચારોળીથી અવશ્ય પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે આ ચારોળી અચૂકથી નાંખવામાં આવે છે. તે સિવાય દૂધ, દૂધની વાનગીઓ અને દૂધની મીઠાઇઓમાં પણ ચારોળી છૂટથી વાપરવામાં આવે છે. આયુર્વેદમાં તેને પ્રિયાલ, ચાર, બહુલવલ્કલ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. આ વખતે આ ચારોળીનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે આયુર્વેદની દૃષ્ટિએ થોડું જાણીએ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો આંખની પીડા અંગે.
આપણા શરીરમાં પાણીનું ખાસ મહત્ત્વ છે કારણકે તે શરીર માટે એન્જિન ઓઈલ જેવું કાર્ય કરે છે. પાણી વિના આપણે લાંબો સમય જીવી શકીએ નહિ. વિમાનમાં પ્રવાસ કરવા દરમિયાન આપણું શરીર ૮ ટકા જેટલું પાણી ગુમાવે છે.
વર્ષ ૨૦૨૦માં કોરોના વાઈરસના પ્રથમ મોજાથી બ્રિટિશરો ત્રાહિમામ પોકારી ગયા ત્યારે અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયને કોરોના વાઈરસ સંક્રમણ અને પરિણામસ્વરુપ મોતના ગંભીર જોખમ વિશે અનેક સ્વતંત્ર રિપોર્ટ્સ જોવાં મળ્યા હતા. ઘણા અભ્યાસોએ સ્પષ્ટ કર્યું કે સંસ્થાગત રેસિઝમના કારણે મહામારી સામે નબળો પ્રતિસાદ અપાયો અને લોકોએ જીવ ગુમાવ્યાં હતા.
ધ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અહેવાલ અનુસાર મહામારી દરમિયાન લગભગ પાંચમાંથી એક વયસ્ક ડિપ્રેશન - હતાશાના કોઈ પણ પ્રકારનો અનુભવ કરે તેમજ લગભગ આઠમાંથી એક વયસ્ક હતાશાના મધ્યમથી તીવ્ર કક્ષાના લક્ષણોનો અનુભવ કરે તેવી શક્યતા રહે છે.
અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) સમુદાયોએ કોવિડ-૧૯ની અપ્રમાણસર યાતના સહન કરી છે અને તેમનો મૃત્યુઆંક પણ ઘણો ઊંચો હોવા વિશે વ્યાપક અને નિયમિત જાણવા મળ્યું છે. થોડા સમયથી એમ પણ ચર્ચા ચાલી છે કે BAME કોમ્યુનિટીઝના લોકો કોવિડ -૧૯ વેક્સિન લે -મેળવે તેવી ઓછી શક્યતા છે. શું એમ લાગે છે કે કોવિડ -૧૯ બાબતે તેમની સલામતી અને સુરક્ષા સંદર્ભે અસરકારક અને યોગ્ય મેસેજિંગ અને સમજણના મુદ્દે BAME કોમ્યુનિટીઝના લોકો સંબંધે તાકીદ અને પ્રાયોરિટી ઘટતી ગઈ છે.
અંધાપાનું જોખમ ધરાવતા હજારો-લાખો દર્દીઓ માટે આશાનું કિરણ ઉગ્યું છે. તબીબી નિષ્ણાતોએ વિકસાવેલી આ દવા આંખોની રોશની વધારવામાં તેમજ દૃષ્ટિને નબળી પડતી અટકાવવામાં ઉપયોગી છે. બ્રોલુસિઝમેબ નામની આ દવાને વેટ એજ રિલિટેડ મેક્યુલર ડિટેરિયોરેશન (AMD)ના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાની NHS દ્વારા મંજૂરી અપાઇ છે. નોંધનીય છે કે આ એક દર્દ વગરનો છતાં અસાધ્ય આંખનો રોગ છે, જે ૫૫થી મોટી વયના લોકોમાં અંધાપો લાવી શકે છે. અગાઉ અંધાપાના પ્રોગ્રેસને ધીમો કરવા માટે રોગથી પીડાતા લોકોને દર મહિને ઇન્જેક્શન લેવાની જરૂર પડતી હતી અને તેના માટે હોસ્પિટલમાં જવું પડતું હતું. જોકે નવી દવાનું ઇન્જેક્શન દરેક ૧૨ સપ્તાહે (ત્રણ મહિને) એક વખત લઇ શકાશે. કેટલાક કિસ્સામાં દર્દી ત્રણ મહિના કરતાં વધારે ગાળો પણ રાખી શકશે.
અમેરિકાના વિજ્ઞાનીઓએ કોરોનાના દર્દીઓ માટે એવો રેપિડ બ્લડ ટેસ્ટ વિકસાવ્યો છે, જે દર્દીના હોસ્પિટલમાં દાખલ થયાના માત્ર એક જ દિવસમાં જણાવી દેશે કે કોની હાલત વધુ ગંભીર બની શકે છે અને ક્યા દર્દી પર મોતનું જોખમ મંડરાય રહ્યું છે. આ થિયરી ડોકટરોને કોરોના દર્દીઓની સારવારમાં ખૂબ જ ઉપયોગી બનશે.
જો તમારા કામના કુલ કલાકોમાં અડધાથી વધુ સમય બેસીને પસાર થતો હોય તો સાવચેત થઇ જવું જોઇએ. તમે ભલે લાંબો સમય બેસી રહેવાના સમયની ભરપાઇ અડધો કલાક સાઇકલિંગ, વોકિંગ કે સ્વિમિંગ જેવી કસરતથી કરતા હો, થોડા-થોડા સમયમાં કેટલીક મિનિટ માટે ઊભા થઇને મૂવમેન્ટ કરવી જરૂરી છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો અંતર્ગત આ સપ્તાહે જાણે વાળની માવજત વિશે...
