શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક રીતે તમને કોઇ તકલીફ નથી. ઉંમર પણ ૩૫ કે ૪૦ની આસપાસ છે. આમ છતાં સવારે તમે પથારીમાંથી ઉઠો છો ત્યારે તમને થાક કેમ લાગે છે? થાક (ફટીગ) આજના જમાનાનો મહારોગ છે એમ કહીએ તો પણ ખોટું નથી. જરા તમારા દાદા કે દાદીને યાદ કરો. તે વખતે આટલા બધા મશીનો નહોતા. ટ્રાન્સપોર્ટેશનના સાધનો કાર કે ટુવ્હીલર નહોતા, દિનચર્યાના બધા જ કામ તમારે હાથ-પગનો ઉપયોગ કરીને કરવા પડતાં હતા. દિવસના શારિરીક કામ કરવામાં શરીર એટલું થાકી જતું હોય કે ઉંઘ પણ ઘસઘસાટ આવતી હતી.
અમેરિકી ફાર્મા કંપની ફાઈઝર અને જર્મન કંપની બાયોએન્ટેકે ૧૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર કોરોના વેક્સિનનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. ફાઈઝરના પ્રવક્તા શેરોન કેસ્ટિલોએ જણાવ્યું કે પ્રારંભિક તબક્કામાં ૩૧ માર્ચે પહેલા બાળકને વેક્સિન અપાઇ. અમેરિકી કંપની મોડર્નાએ પણ આ અઠવાડિયે કોરોના વેક્સિનનું બાળકો પર પરીક્ષણ શરૂ કર્યું છે. તેને કિડકોવ અભિયાન નામ અપાયું છે.
ભારતીય ભોજન પરંપરામાં લીમડો આગવું સ્થાન ધરાવે છે. દાળ-શાક-કઢીનો વઘાર હોય કે અન્ય કોઇ ચીજના વઘારની વાત હોય, લીમડો અચૂક વપરાય છે. મીઠા લીમડાનો રસ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઈડ્સનું સ્તર ઘટાડીને હૃદયરોગનો ખતરો ઘટાડો છે. તે સ્તન કેન્સર અને ફેફસાંના કેન્સરથી પણ બચાવ કરે છે. આ વાત સંશોધનમાં પણ સાચી સાબિત થઈ ચૂકી છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઉધરસ - ખાંસીની સમસ્યા અંગે.
આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાથ વડે લખવાની પ્રેક્ટિસ રહી નથી. જોકે ઈન્ડિયાના યુનિવર્સિટીના સંશોધન અનુસાર તમારે કોઇ બાબત યાદ રાખવી હોય તો લખાણ ટાઈપ કર્યા વિના હાથથી લખવાનું રાખો. ટાઈપિંગની સરખામણીએ હાથથી લખવાનું આવે ત્યારે અલગ અલગ માનસિક પ્રક્રિયાઓ કામે લાગી જાય છે.
વેમ્બલી, નોર્થ વેસ્ટ લંડનમાં રહેતાં ૪૧ વર્ષની અતિમા ભટનાગરને સ્ત્રીઓના માસિકચક્ર સંબંધિત અવસ્થા એન્ડોમેટ્રિઓસિસ (endometriosis)નું નિદાન કરી શકાય તે માટે જીપીની ૫૦૦ વખત મુલાકાત અને ૩૦ વર્ષ સુધી યાતના સહન કરવી પડી હતી.
આજે ભલે ફાર્મસી સ્ટોરમાં જાતભાતના રોગની દવાઓ મળી રહેતી હોય, પણ એક સમય એવો હતો જ્યારે બેકટેરિયા, વાઇરસ અને જીવજંતુજન્ય રોગોનો મોર્ડન મેડિસિન પાસે કોઈ ઉકેલ નહોતો. છેક ૧૯૪૦માં એન્ટિમાઇક્રોબાયલ ડ્રગ્સની અસરકારકતા સાબિત થઈ. આ પૂર્વે ટીબી, મેલેરિયા અને કોલેરા જેવા જંતુજન્ય રોગો બેકાબુ ગણાતા હતા. જોકે દસકાઓ પછી ફરીથી એવી સ્થિત આવીને ઊભી થઈ છે કે જેમાં આ રોગો ફરી બેકાબૂ થવા તરફ જઈ રહ્યા છે.
બ્રિટનમાં સોમવારથી લોકડાઉન નિયંત્રણો થયા છે. દેશમાં વ્યાપક સ્તરે અને યુદ્ધના ધોરણે કોરોના વેક્સિનેશન થઇ રહ્યું છે તે જોતાં નિષ્ણાતોએ આશાવાદ દર્શાવ્યો છે કે બ્રિટનમાં હર્ડ ઇમ્યુનિટી ડેવલપ થાય તે દિવસો દૂર નથી. જોકે આનો મતલબ એવો તો હરગીઝ નથી કે આપણે સહુએ કોરોનાને નેસ્તનાબૂદ કરી નાંખ્યો છે કે તેને અંકુશમાં લઇ લીધો છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના મામલે લાપરવાહી દાખવી તો કોરોના વળગ્યો સમજો. ન કરે નારાયણ ને કોરોના વળગે, અને જો હોમ ક્વોરેન્ટાઇન થવું પડે તો? ગુજરાતના નિષ્ણાત તબીબો આ અંગે માર્ગદર્શન આપે છે.
આજકાલ કમ્પ્યુટર્સ અને લેપટોપનો જમાનો છે ત્યારે હાઆખા દિવસના કામકાજના થાક પછી ઘેર આવો ત્યારે કસરત કરવા જિમમાં જવાનો વિચાર કદાચ જ આવે. પહેલો વિચાર પથારીમાં લાંબા થઈ આરામ કરવાને જ આવશે.
