યુકેમાં મંગળવારથી કોરોના વેક્સિનેશનનો આરંભ કરાયો છે ત્યારે પ્રથમ એશિયન અને ગુજરાતી દંપતી ડો. હરિ શુક્લા (૮૭) અને તેમના પત્ની રંજનબહેન (૮૪)ને પણ ફાઈઝર વેક્સિન અપાઇ છે. ધ ન્યૂ કેસલ અપોન ટાયને હોસ્પિટલ્સના ચીફ ઓપરેટિંગ ઓફિસર માર્ટિન વિલ્સન સવારે ૮.૦૦ વાગ્યે આ દંપતીને લેવા તેમના ઘેર પહોંચ્યા હતા અને ૮.૩૦ કલાકે તેમને વેક્સિન અપાઇ હતી. આ પછી, માર્ટિન સવારે ૧૦.૩૦ કલાકે તેમને ઘેર પરત મૂકવા પણ આવ્યા હતા.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
લેસ્ટર અને નોટિંગહામ યુનિવર્સિટીઓના સંશોધકોએ ૫૦ અભ્યાસોમાં આવરી લેવાયેલા ૧૮ મિલિયન લોકોના ડેટા ચકાસી સ્થાપિત કર્યું છે કે વ્હાઈટ લોકોની સરખામણીએ અશ્વેત અને એશિયન લોકોને કોવિડ-૧૯નું સંક્રમણ લાગવાનું વધુ જોખમ રહે છે. જોકે, અશ્વેત લોકો માટે સંક્રમિત થવાની બમણી શક્યતા છે પરંતુ, એશિયન લોકોની સરખામણીએ તેમને મૃત્યુનું ભારે જોખમ રહેતું નથી. એશિયન મૂળના લોકોને ICUમાં સારવારની કે મૃત્યુ પામવાનું જોખમ વધુ રહે છે. આ અભ્યાસ અત્યાર સુધીનો સૌથી મોટો અભ્યાસ હોવાં છતાં, અશ્વેત, એશિયન અને વંશીય લઘુમતી (BAME) મૂળના લોકોને કોવિડ -૧૯નું જોખમ શાથી વધુ રહે છે તેવા કેટલાક પ્રશ્નોનો ઉત્તર મળતો નથી.
યુકેની ૫૦ હોસ્પિટલોમાં ફાઈઝર – બાયોએનટેકની કોરોના વાઈરસ વેક્સિનનું આગમન થઈ ગયું છે જેથી સૌ પ્રથમ ક્રમમાં ૮૦થી વધુ વયના લોકોને વેક્સિન આપી શકાય. આ ઉપરાંત, કેર હોમ વર્કર્સ અને ભારે જોખમ ધરાવતાં વર્કર્સને પમ વેક્સિન આપવામાં આવશે. અતિ ઠંડા તાપમાનમાં રખાયેલા વેક્સિનના ડોઝના વિતરણ અને રસીકરણ માટે NHSનો સ્ટાફ ભારે જહેમત ઉઠાવી રહ્યો છે. કોરોના વાઈરસ વેક્સિન અપાયું હોય તેવી દરેક વ્યક્તિને ક્રેડિટ કાર્ડ સાઈઝનું ‘કોરોના વેક્સિનેસન કાર્ડ’ આપવામાં આવશે જેમાં વેક્સિનેશનની તારીખ અને બેચ નંબર દર્શાવવામાં આવશે.
યુકેમાં કોરોના વાઈરસ સામે લડવા અમેરિકા અને જર્મનીની કંપની ફાઈઝર-બાયોએનટેકના વેક્સિનના ડોઝ લોકોને અપાઈ રહ્યા છે. ફાઈઝરની વેક્સિન ૯૫ ટકા અસરકારક હોવાનો દાવો કરાયો છે. બીજી તરફ, ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રેઝેનેકા દ્વારા વિકસાવાયેલી કોવિશિલ્ડ વેક્સિન ૭૦ ટકા જ અસરકારક હોવાનું કહેવાય છે. આ સંજોગોમાં વેક્સિનની કાર્યક્ષમતા વધારવા એસ્ટ્રેઝેનેકા અને સ્પૂટનિક-૫ વેક્સિન વિકસાવનારી રશિયન કંપની હાથ મિલાવી રહી છે. રશિયાની સ્પૂટનિક-૫ વેક્સિન ૯૦ ટકા કાર્યક્ષમ હોવાનો દાવો કરાય છે. બંને વેક્સિનનું સંયોજન કરી તેનું પરીક્ષણ હાથ ધરવાની યોજના છે.
છેલ્લા ત્રણ વર્ષથી ૮૨ વર્ષનાં હેન્ની માયર જર્મનીના કોલોન શહેરમાં પોતાના કૂતરા યિપ્સીની સાથે એકલાં જ રહે છે. તેમના ડ્રોઇંગ રૂમની દિવાલો એવા સ્વજનોના ફોટાથી સજાવેલી છે કે જેઓ હવે તેમની સાથે રહેતા નથી. માયરના એક માત્ર પુત્રનું બે વર્ષ અગાઉ જ હાર્ટ એટેકના કારણે નિધન થયું છે. તેમના પતિને ડિમેન્શિયા હોવાના કારણે એક નર્સિંગ હોમમાં દાખલ કરાયા છે. ગયા ઓક્ટોબરમાં નર્સિંગ હોમમાં કોરોનાનો એક દર્દી દાખલ થતાં નર્સિંગ હોમે માયરને જણાવ્યું હતું કે હવે તેઓ પોતાના પતિને મળવા આવી શકશે નહીં. આ સમાચાર તેમના માટે મુશ્કેલ હતા કેમ કે તેમના પરિવારના કોઇ સભ્ય કે મિત્ર તેમની નજીકમાં રહેતાં નથી.
હરિયાળી વાળા ક્ષેત્રોમાં રહેતાં બાળકોનું આઈક્યૂ લેવલ ઝડપથી વધે છે. એટલું જ નહીં, આવા વાતાવરણમાં રહેતાં બાળકો ઘણાં સમજદાર હોય છે અને ગેરવર્તણૂક પણ કરતાં નથી. બેલ્જિયમની હાસેલ્ટ યુનિવર્સિટી દ્વારા કરાયેલા સ્ટડીમાં આ પરિણામ સામે આવ્યાં હતાં. અલબત્ત, આ વાતના પુરાવા પહેલાંથી જ મળી ચૂક્યા છે કે લીલો રંગ બાળકોના વિકાસમાં દરેક રીતે મદદરૂપ થાય છે પણ તેને પારખવા માટે પહેલી વાર આ પ્રકારનો સ્ટડી હાથ ધરાયો હતો.
જાણો કોરોના સાથે જોડાયેલા ૪ પ્રચલિત ટેસ્ટ અંગે...
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે કાનની પીડા અંગે.
સરોગીસ માટે જાણીતા ડો. નયનાબેન પટેલે વારસાગત રોગોને અટકાવીને ગર્ભનું નિદાન કરવામાં સફળતા મેળવી છે. તેમના આણંદસ્થિત આકાંક્ષા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં પ્રિ-ઇમ્પાલટેનશ જિનેટિક ટેસ્ટિંગ ફોર મોનોજેનિક ડિસઓર્ડર એલ્મિનિઝમ પદ્ધતિના ઉપયોગ થકી રંગહીનત્વથી મુકત એવા તંદુરસ્ત બાળકનો જન્મ કરાવવામાં સફળતા મળી છે.
બ્રિટિશ વિજ્ઞાનીઓએ કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવતી અને સંક્રમિત દર્દીઓને તત્કાળ ઇમ્યૂનિટી (રોગપ્રતિકારશક્તિ) આપતી નવી એન્ટિબોડી થેરાપી શોધ્યાનો દાવો કર્યો છે. યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ (UCLH) NHS ના વિજ્ઞાનીઓ દ્વારા નવી ‘સ્ટોર્મ ચેઝર - Storm Chaser’ ટ્રાયલના ભાગરુપે મેડિકલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહિત ૧૦ લોકોને આ દવા અપાઈ છે અને વિશ્વભરમાં ૧,૧૨૫ વ્યક્તિ પર આ દવાના પ્રયોગ હાથ ધરવાની તૈયારી થઈ છે. નવી ડ્રગ વ્યક્તિને કોરોના વાઇરસ સામે ૬ મહિનાથી એક વર્ષ સુધી રક્ષણ આપશે તેમ સંશોધકો માની રહ્યા છે.
