સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    લોકડાઉનમાં ચિંતાજનક બન્યો બા

    કોરોના મહામારીમાં લદાયેલા લોકડાઉન સહિતના વિવિધ પ્રતિબંધોને કારણે અનેક પરિવાર બાળકોનાં વધતા વજન અંગે ચિંતિત છે. જોકે, આનો અર્થ એ નથી કે બાળકો પાસે ડાયેટિંગ કરાવવું જોઇએ. આવું કરવાથી તો વયસ્ક થતાં તેમનામાં ઇટિંગ ડિસઓર્ડરનું જોખમ વધી શકે છે. મેદસ્વિતાની સમસ્યાના કારણે જ્યાં સુધી હાઇટ વધતી નથી ત્યાં સુધી બાળકનું શરીર ગોળ-મટોળ થતું રહે છે. બાળકોનાં વધતા વજનની ચિંતા કરવાને બદલે માતા-પિતાએ તેમના ભાવનાત્મક અને શારિરિક ઉછેર પર ફોક્સ કરવું જોઇએ તેવું નિષ્ણાતો કહે છે. એવું જોવા મળ્યું છે કે જ્યારે આપણે બાળકને કોઇ વસ્તુ ખાતા રોકીએ તો એ તેને વધુ માત્રામાં ખાવા લાગે છે. બાળકોને ટોકવાને બદલે રમત-ગમત, પૌષ્ટિક ભોજનસ્ટાઇલ સહિતના શિડ્યુલને અનુસરો.

    હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ અલ્ઝાઇમર સાથે સંકળાયેલા ૧૮૨ લોકો પર સંશોધન કરીને તારવ્યું છે કે દરરોજ હળવી કસરતો કરવાથી મોટી ઉંમરે યાદશક્તિ સારી રહે છે. વૈજ્ઞાનિકોના મતે રોજ હલકીફૂલકી કસરત વધતી ઉંમર સાથે અશક્તિ, યાદશક્તિ અને બદલાતા વ્યવહારોને રોકવામાં મદદ કરે છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના સંશોધકોએ દાવો કર્યો છે કે રોજ ૮,૯૦૦ ડગલાં ચાલવાથી અલ્ઝાઈમરની સમસ્યા ઓછી કરી શકાય છે. ઊંડાણપૂર્વક કરાયેલા અભ્યાસમાં આ બાબત જાણવા મળી છે. ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત શોધ પ્રમાણે અલ્ઝાઇમર વધતી ઉંમર સાથે જોડાયેલી બીમારી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે મગજમાં એમિલોયડ બિટા નામના પ્રોટીનનું સ્તર વધવાથી આ પ્રકારની સ્થિતિ સર્જાય છે.

    યુવા પેઢીને એકલતા વધારે અસર કર...

    સામાન્ય જનધારણા એવી છે કે કોઈ એક નિશ્ચિત ઉંમરે જ લોકો એકલતાથી પીડાઈ છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાતી હોય છે, પરંતુ જો તાજેતરના અભ્યાસ અને વર્તનની પેટર્નને સાચી માનવામાં આવે તો એકલતા તમામ વયના લોકોને લાગુ પડે છે. આજકાલ યુવાન પેઢી વધારે એકલતા અનુભવી રહી છે.

    હેલ્થ ટિપ્સઃ દૂધમાં ખારેક ઉકા

    ખારેક લાંબો સમય ટકી શકે છે. તેમાં કેલ્શિયમ, ફાઇબર અને વિટામીન-સી જેવા કેટલાય પોષકતત્વો પણ હોય છે. જો તેનું દૂધ સાથે સેવન કરવામાં આવે તો તેના ગુણ વધી જાય છે. દરરોજ, ખાસ તો શિયાળામાં દૂધમાં ખારેક ઉકાળીને પછી તેનું સેવન કરાય તો કેટલીય બીમારીઓને દૂર રાખવા સાથે સ્વાસ્થ્ય જળવાયેલું રહે છે. ખારેક અને દૂધ બંને જ કેલ્શિયમથી સમૃદ્ધ હોય છે. એ સંજોગોમાં જો બંનેનું સાથે સેવન કરવામાં આવે તો હાડકાં મજબૂત થાય છે.

    સાંભળવાની અક્ષમતામાં લીપરીડિ...

    લોકો બોલતી વખતે હોઠ ફફડાવે છે. બોલવાના જે અવાજો પેદા થાય છે તેને જોઈ શકવાની કળા અથવા ક્ષમતાને લીપરીડિંગ (ઓષ્ઠવાચન) કહેવાય છે. તેને ઘણી વખત સ્પીચરીડિંગ પણ કહેવાય છે કારણકે શું બોલાઈ રહ્યું છે તે સમજાવવા અને સમજવામાં મદદ માટે લોકો ચહેરાના હાવભાવ, ઈશારા-ચેષ્ટાઓ અને આસપાસના વાતાવરણ જેવા અન્ય સંકેતોનો પણ ઉપયોગ કરે છે. જે લોકોમાં સાંભળવાની ક્ષમતા ઓછી હોય અથવા બહેરાશ હોય તેઓને શું બોલાઈ રહ્યું છે તે સમજવામાં લીપરીડિંગ મદદ કરી શકે છે. લીપરીડિંગને ઉપયોગી બનવા માટે બોલાયેલા તમામ શબ્દો સમજવાનું જરુરી હોતું નથી.

    ફનફેક્ટ્સઃ માનવીના હાડકાં પો

    માનવશરીરની રચના અદ્ભૂત છે. આખા શરીરનું વજન ઉચકતાં હાડકા-અસ્થિની વાત કરીએ તો નવજાત બાળકના શરીરમાં આશરે ૩૦૦ હાડકાં હોય છે જેમાંથી કેટલાંક સમયાંતરે જોડાઈ જાય છે અને તે વયસ્ક થાય ત્યાં સુધી હાડકાંની સંખ્યા ઘટીને માત્ર ૨૦૬ થઈ જાય છે. માનવશરીરમાં અડધાથી વધુ હાડકાં તો હાથ, પગ, કાંડા અને ઘૂંટીમાં હોય છે. શરીરમાં સૌથી મોટું હાડકું સાથળનું હાડકું – femur હોય છે જ્યારે સૌથી નાનું હાડકું કાનના પડદામાં આવેલું stirrup – પેંગડુ છે.

    અખરોટના સેવનથી વૃદ્ધાવસ્થામા...

    વધારે ઊંચા પોષણ મૂલ્યને કારણે અખરોટને સુપરફૂડ તરીકે ગણવામાં આવે છે. અખરોટ શરીરને જરૂરી માત્રામાં હેલ્ધી ફેટ, ફાઈબર, વિટામિન અને મિનરલ્સ પૂરા પાડે છે. અમેરિકાના એક સંશોધનમાં એવું માલૂમ પડ્યું છે કે, નિયમિત અખરોટ ખાવાથી વૃદ્ધાવસ્થામાં મગજ અત્યંત ઝડપી બને છે.

    ૭૦૦,૦૦૦થી વધુ લોકોને સ્થૂળતા સામે લડવા ડાયેટનું પ્રીસ્ક્રિપ્શન

    યુકેમાં કોવિડના ઊંચા મૃત્યુદર માટે ઓવરવેઈટ હોવાનું તેમજ WHO દ્વારા પશ્ચિમી જગતને જાગી જવાની ચેતવણી આપતા રિપોર્ટ પછી સ્થૂળતા સામે લડવાના હિસ્સારુપે જનરલ પ્રેક્ટિશનર્સ (GPs) ૭૦૦,૦૦૦થી વધુ લોકો માટે ડાયેટનું પ્રીસ્ક્રિપ્શન આપશે. વર્લ્ડ ઓબેસિટી ફેડરેશનના રિપોર્ટ અનુસાર જે દેશમાં ઓબેસિટીની સમસ્યા છે ત્યાં અંશતઃ ૧૦માંથી ૯ કેસનું કોરોનાથી મૃત્યુ થયું છે. સરકાર દ્વારા નેક્ટર કાર્ડના પ્રણેતા સર કિથ મિલ્સને લાઈફ સ્ટાઈલ પરિવર્તનોના અભિગમનું નેતૃત્વ સોપાંયું છે. યુકેમાં બે તૃતીઆંશથી વધુ વયસ્કો મેદસ્વી છે.