ભારતીય ભોજનશૈલીમાં ‘શેરડી’નું સ્થાન ઘણું મહત્ત્વનું છે. શેરડી આપણા આહાર માટે જરૂરી ગળપણનો મુખ્ય સ્ત્રોત છે. ગોળ, ખાંડ, સાકર વગેરે બધા જ ગળ્યા પદાર્થો શેરડીના રસમાંથી બને છે અને આ ગળ્યા પદાર્થોમાંથી મીઠાઈ, શરબત, ચોકલેટ, આઈસક્રીમ વગેરે જાતભાતની ખાવાપીવાની ચીજો તૈયાર થાય છે. આ સપ્તાહે આપણે જાણીએ આ જીવનજરૂરી અને શક્તિદાયક આહાર અને ઔષધ શેરડી અંગે કંઈક વિશેષ.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વર્તમાન સમયમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના જતન માટે ગંભીર બનવું જરૂરી થઇ પડયું છે. આ ભાગદોડભરી જિંદગીમાં જો આપણે અગાઉની માફક આપણાં શરીર પ્રત્યે બેદરકાર રહીશું તો ઘણી મોટી બીમારી તન-મનમાં પ્રવેશી જશે, એ વાત લગભગ બધાંને હવે સમજાઇ ગઇ છે. આથી જ બીજું બધું સાઇડ પર મૂકીને શરીરને તંદુરસ્ત રાખવું જરૂરી છે.
જાપાનમાં કેન્સરનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિલિવરી વેળા સર્વાઇકલ કેન્સરથી પીડાતી માતાના ગર્ભાશયમાં શ્વાસ લેતાં સમયે કેન્સરના કોષ જોડિયા બાળકોમાં પહોંચ્યા હતા. પરિણામે જન્મ પછીના કેટલાક વર્ષો બાદ બંને બાળકોને ફેફસાંનું કેન્સર થયું. સમગ્ર વિશ્વમાં અત્યાર સુધીમાં આવા માત્ર ૨૦ કેસ નોંધાયા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, ગર્ભાવસ્થા દરમિયાન દર ૧૦૦૦ સ્ત્રીઓમાંથી એક મહિલા સર્વાઇકલ કેન્સરથી પીડાઈ રહી હોય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાનો જગતનો પ્રથમ કિસ્સો ન્યૂ યોર્કમાં નોંધાયો છે. બે વર્ષ પૂર્વે ગમખ્વાર માર્ગ અકસ્માત દરમિયાન ૮૦ ટકાથી વધુ દાઝી ચૂકેલા યુવકના ચહેરા અને બંને હાથનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. આ દુનિયાનો પ્રથમ કેસ છે જ્યારે બેવડા ટ્રાન્સપ્લાન્ટ બાદ દર્દી એકદમ સ્વસ્થ છે અને કામ કરી શકે છે. તબીબી જગતના ચમત્કાર સમાન આ ટ્રાન્સપ્લાન્ટ માટે નિષ્ણાત ડોક્ટર્સની ટીમે એક આખું વર્ષ પ્રેક્ટિસ કરવી પડી હતી, જે આ સર્જરીની જટિલતા દર્શાવે છે. કુલ ૧૪૦ ડોક્ટર, નર્સ મેડિકલ સ્ટાફએ ૨૩ કલાક મહેનત કરી યુવાનનો ચહેરો અને બન્ને હાથ ટ્રાન્સપ્લાન્ટ કરી દેખાડયા છે.
કોવિડ પેશન્ટ્સની સારવાર કરતા NHSના હજારો ફ્રન્ટલાઈન સ્ટાફને ધારણા કરતા વધુ જોખમ હોવાનું નવા અભ્યાસમાં બહાર આવ્યું છે. કોવિડના પેશન્ટ્સની ખાંસીના કારણે સારવાર કરતા સ્ટાફને વાઈરસનો ચેપ લાગવાનું જોખમ વધુ હોવાથી તેમને સારા PPE અને વેન્ટિલેશનની સુવિધા આપવા હેલ્થ સર્વિસ સત્તાવાળાને અનુરોધ કરાયો છે.
આ વર્ષે વર્લ્ડ કેન્સર દિવસની થીમ હતી ‘મૈં હું ઔર મૈં રહુંગા’. કેન્સર પ્રત્યે લોકોમાં જાગૃતિ લાવવાનું જરૂરી છે કેમ કે, દુનિયામાં થતાં કુલ મૃત્યુમાં બીજું સૌથી મોટું કારણ કેન્સર છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)ના રિપોર્ટ અનુસાર ૨૦૧૮માં દુનિયાભરમાં કેન્સરના ૧.૮૧ કરોડ કેસ નોંધાયા હતા. જ્યારે ૯૬ લાખના મોત થયા.
આપણા આખા શરીરમાં રક્તવાહિનીઓના જાળાં પથરાયેલાં છે પરંતુ, શું તમે જાણો છો કે શરીરમાં કુલ લોહીનું વજન શરીરના કુલ વજનના લગભગ ૮થી ૧૦ ટકા જેટલું હોય છે.
આજકાલ સહુ કોઇની લાઇફસ્ટાઇલ એટલી ફાસ્ટ બની ગઇ છે કે આપણને આપણા ખુદને માટે જ સમય નથી મળતો. પોતાને મનગમતી વસ્તુ કરવાનું તો દૂર જ રહ્યું, પણ નોકરિયાત વર્ગ તો બે ઘડી શાંતિથી બેસીને ભોજન પણ નથી કરી શકતો. ઘડિયાળના કાંટાની સાથે ચાલવાનું હોય છે. આખો દિવસ આ જ રીતે કામકાજ કરવાનું હોય, એમાં જો સમય આપણાથી આગળ નીકળી જાય તો આપણે રોજિંદા રુટિનને પહોંચી નથી શકતા. આખરે વ્યક્તિને દોડાદોડી કરવી પડે છે. આ જ કારણે સવારે બ્રેકફાસ્ટ કે લંચમાં પણ આપણે ઉતાવળ કરીને ખોરાકને ઝટપટ, સરખો ચાવ્યા વગર જ પાણી સાથે ગળે ઉતારી જઇએ છીએ.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો.. આ સપ્તાહે જાણો સ્ત્રી રોગના નિવારણ અંગે.
