સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    મિડલ એજમાં પેટ પર ચરબી જામી જા

    પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં ચરબીના થર જમા થવા લાગે. જો પહેલેથી જ ‘ખાતાપીતા ઘરના’ હો તો વધુ ચરબી જમા થાય છે. આને કારણે શરૂઆતમાં થોડીક ચિંતા થાય, પણ પછી મન મનાવી લેવાય કે હવે તો ઉંમર થઈ એટલે હોર્મોન્સના પરિવર્તનને કારણે બદલાવ આવે છે, પણ ખરેખર એવું નથી. આમાં આપણી લાઈફ સ્ટાઈલનો બહુ મોટો હાથ છે. ખાવા-પીવાની અયોગ્ય આદતો અને શરીરને જરાય કષ્ટ ન પડે તેવી આરામદાયક જીવનશૈલીને પરિણામે ચરબીના થર વધે છે. આ સમસ્યા શહેરી વિસ્તારોમાં વસતી મોર્ડન પ્રજાની વધુ છે.

    તબીબી જગત આશ્ચર્યચકિતઃ અમેરિ

    રસીનો મૂળ ઉદ્દેશ જે તે વ્યક્તિના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ પેદા કરવાનો હોય છે. અત્યારે અપાઈ રહેલી રસીઓ આ કામ કરી રહી છે, પરંતુ અમેરિકામાં ગર્ભવતી મહિલાને અપાયેલી રસીના કારણે તેનું બાળક પણ એન્ટિબોડી સાથે જન્મ્યું હોવાનો કિસ્સો નોંધાયો છે. આમ એક રસીથી માતા અને બાળક બંનેને લાભ થયો છે. અમેરિકી ડોક્ટોરો આ ઘટના અંગે રજૂ કરેલા રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે માતાને રસી અપાઈ હોય અને બાળકમાં પણ તેના એન્ટિબોડી જોવા મળ્યા હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

    મિડલ એજમાં પેટ પર ચરબી જામી જા

    પાંત્રીસથી ચાળીસ વર્ષની વય થાય એટલે સ્ત્રી અને પુરુષ બંનેમાં આ બદલાવ જોવા મળેઃ પાતળો બાંધો ધરાવનાર વ્યક્તિનું શરીર પણ ભરાવા લાગે. ખાસ કરીને પેટની આજુબાજુમાં ચરબીના થર જમા થવા લાગે. જો પહેલેથી જ ‘ખાતાપીતા ઘરના’ હો તો વધુ ચરબી જમા થાય છે. આને કારણે શરૂઆતમાં થોડીક ચિંતા થાય, પણ પછી મન મનાવી લેવાય કે હવે તો ઉંમર થઈ એટલે હોર્મોન્સના પરિવર્તનને કારણે બદલાવ આવે છે, પણ ખરેખર એવું નથી. આમાં આપણી લાઈફ સ્ટાઈલનો બહુ મોટો હાથ છે.

    ડિનર વધુ લેવાના બદલે નાસ્તો  વ

    જૂના જમાનાના લોકો તો જાણે જ છે, પરંતુ હવે વિજ્ઞાને પણ તેના પર મંજૂરીની મહોર મારી છે. આપણે ત્યાં બહુ જાણીતી ઉક્તિ છેઃ રાજા જેવો નાસ્તો કરો, મધ્યમ વર્ગ જેવું બપોરનું ભોજન કરો અને રાત્રીનું ભોજન ગરીબ જેવું લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. આ વાતને જર્મનીની લુબેક યુનિવર્સિટીના સંશોધકોએ સમર્થન આપ્યું છે.

    હેલ્થ ટિપ્સઃ જો કોઈ વાત યાદ ન આ

    શું તમને કોઇ વાત યાદ નથી આવતી? કોઇ ચીજવસ્તુ ક્યાંય મૂકી દીધાનું યાદ નથી આવતું? ડોન્ટ વરી, પેનિક થવાની જરૂર નથી. થોડીક સેકન્ડ આંખો બંધ કરીને તેને યાદ કરવાનો પ્રયાસ કરો. આમ કરવાથી ભૂલાયેલી વાત યાદ કરવામાં મદદ મળે છે.

    જિનેટિક ડિસીઝ સાથેના ટેમી બ્લેક તો ૨૦૧૩થી લોકડાઉનમાં જ જીવે છે

    ગયા વર્ષથી કોરોના વાઈરસે આપણને ઘરમાં રહીને જ ઓફિસનું કામ કરવું અને બહાર જવા પર પ્રતિબંધ સાથે લોકડાઉનમાં રહેતા શીખવી દીધું છે. જોકે, પૂર્વ હેલ્થ વર્કર ૩૪ વર્ષીય મહિલા ટેમી બ્લેક તો છેક ૨૦૧૩થી લોકડાઉનમાં જ જીવી રહ્યાં છે. તેઓ અસામાન્ય જિનેટિક અવસ્થા ઈઓસિનોફીલિક ગેસ્ટ્રોએન્ટેરાઈટિસ (eosinophilic gastroenteritis)થી પીડાય છે. આ સ્થિતિમાં હોજરીમાં ભયંકર પીડા થાય છે જેના કારણે બેભાન થઈ જવાય છે.

    ઓ...હ દર્દથી માથું ફાટફાટ થાય છે, એવું આપણે ઘણી વાર ઘણા બધાના મોઢે સાંભળ્યું હશે. તમે યાદ કરો, તમારા વર્તુળમાં ભાગ્યે જ એવી કોઈ વ્યક્તિ હશે જેનું ક્યારેક માથું દુખ્યું ન હોય. માથાનો દુઃખાવો કોમન છે. આપણામાંથી મોટા ભાગના લોકોને કોઈ કોઈ વાર માથું દુખ્યું જ હશે. જ્યારે અમુક લોકો તો આખો દિવસ માથું દુખવાની ફરિયાદ લઈને બેઠા હોય છે. માથું દુખવાના ઘણા પ્રકાર હોય છે. નજીવા દુઃખાવાથી લઈને દિવસો સુધી માથાનો દુઃખાવો ન જાય તેવું પણ બને છે. આવું શાના કારણે બને છે?

    કેટલીક ચીજવસ્તુ ભૂખ્યા પેટે આ

    સામાન્યપણે આપણે જ્યારે ભૂખ લાગે છે ત્યારે આપણે ફ્રીજ ખોલીને સામે જે હાથમાં આવ્યું તે આરોગી લઈએ છીએ. તે વખતે આપણે વિચારતા નથી કે શું આરોગવાથી લાભ થશે અને શું આરોગવાથી નુકસાન થશે. આયુર્વેદ કેટલીક વસ્તુ ભૂખ્યા પેટે ના આરોગવા સલાહ આપે છે. આવી ચીજવસ્તુ ભૂખ્યા પેટે આરોગવાથી આરોગ્ય પર ખરાબ અસર પડે છે.