જે સ્ત્રી ગર્ભવતી હોય અને જો તે પેરાસિટામોલ દવાનું સેવન કરતી હોય તો તેના માટે ચેતવણીનો સંકેત છે. એક તબીબ અભ્યાસના તારણ અનુસાર વધુ પડતી પેરાસિટામોલ લેતી સગર્ભાઓ વર્તણૂંકની સમસ્યા ધરાવતા સંતાનને જન્મ આપવાનું જોખમ ઉઠાવે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીમાં હાથ ધરાયેલા અભ્યાસમાં જણાયું છે કે આ દવા બાળકોના વિકાસમાં અવરોધ ઊભો કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો, આ સપ્તાહે જાણો આંખના દર્દ અંગે....
આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિની ખાસિયતો અને સ્વભાવ અલગ અલગ હોય છે. આ બધામાં વર્તમાન યુગ બાયોમેટ્રિક્સનો છે ત્યારે ફિંગરપ્રિન્ટ એટલે કે આંગળીઓની છાપ પર વધુ ધ્યાન અપાય છે કારણ કે દરેક વ્યક્તિની ફિંગરપ્રિન્ટ વિશિષ્ટ હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે દરેક વ્યક્તિની જીભની પ્રિન્ટ પણ વિશિષ્ટ હોય છે?
અત્યાર સુધીમાં કરાયેલા આ પ્રકારના તમામ સંશોધનમાં સૌથી મોટા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે કોરોના મહામારીનો ભોગ બનેલા દર્દીઓને શરૂઆતના મહિનાઓમાં આઈસીયુમાં દાખલ કરાતા તેમનામાં ચિત્તભ્રમની અને કોમાની સ્થિતિ જેમને અન્ય બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયા હોય તેમના કરતાં વધુ ખરાબ હોય છે.
મહિલાઓમાં થતાં યુરિનરી ઇન્ફેક્શન અંગે તાજેતરમાં આવેલા એક અહેવાલમાં કહેવાયું છે કે, તેઓ શાકાહારી હોય તો આ મુશ્કેલીથી બચી શકાય છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે માંસાહાર કરતી મહિલાઓની સરખામણીએ શાકાહારી મહિલાઓને યુરિનરી ઇન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. સંશોધકો દ્વારા ૯,૨૭૪ લોકો ઉપર અભ્યાસ ધરાયો હતો. એક દાયકા સુધી કરવામાં આવેલા અભ્યાસમાં જાણવામાં આવ્યું કે જે મહિલાઓ શાકાહારી હતી તેમને યુરિનરી ઇન્ફેકશન થવાની શક્યતાઓ ઓછી હતી તેમને કિડનીમાં પણ ઓછું ઇન્ફેકશન થયું હતું.
નાના બાળકો સાથે મમ્મી કાલીઘેલી ભાષામાં ચહેરા પર વિવિધ ભાવ લાવીને વાતચીત કરતી હોય છે અને ધીમે ધીમે બાળક મમ્મીની આ ભાષા સમજતો થઈ જાય છે. ભલે એ બોલી શકતો નથી પણ મમ્મીના ચહેરા પરના ભાવ જોઈને તે જાણતો થઇ જાય છે કે મમ્મી શું કહે છે અને પછી ધીમે ધીમે શબ્દો પણ બોલતો થાય છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો મોં-ગળાની બીમારી વિશે.
બ્લડ પ્રેશર એ મુખ્યત્વે મોડર્ન જીવનશૈલીનો રોગ કહેવામાં આવે છે. બીપીની તકલીફ થવા પાછળ બીજાં પરિબળો કરતાં આપણી બેદરકારીથી ભરપૂર લાઇફસ્ટાઇલ વધારે જવાબદાર હોય છે. એક સમય હતો જ્યારે બ્લડ પ્રેશરની સમસ્યાને ગંભીર સમસ્યા માનવામાં આવતી હતી. અત્યારે પણ માત્ર ૩૫ વર્ષની ઉંમરમાં બ્લડપ્રેશર આવે તે સારી વાત ન જ કહેવાય પણ હવેનો સમય એવો છે કે આપણા દેશમાં ૩૫થી ૪૦ વર્ષની ઉંમરે જ બીપીની સમસ્યા થઇ ગઇ હોય તેવા અનેક લોકો હશે.
આધુનિક જીવનશૈલીમાં લોકો એટલા વ્યસ્ત હોય છે કે તંદુરસ્તી વિશે વિચારવાનો સમય જ નથી હોતો. કેટલીક વાર લોકો ભોજન કરવાને સમયે કામ કરતા રહેતા હોય છે. આવી આદત આપણી તંદુરસ્તીને ગંભીર નુકસાન પહોંચાડે છે. આપણને તે ધ્યાન જ નથી રહેતું કે કઈ વસ્તુને આરોગવાનો કયો યોગ્ય સમય છે. બસ આપણે પેટ ભરવા માટે કાંઈ પણ ગમે ત્યારે આરોગી લઈએ છીએ. આમાં ફળોને યોગ્ય સમયે આરોગવાનો સમય શું છે તેની જાણકારી જરૂરી છે.
તબીબી કૌશલ્ય અને આધુનિક ટેક્નોલોજીનો સમન્વય થાય તો કેવું ચમત્કારિક પરિણામ હાંસલ કરી શકાય તેનું ઉદાહરણ બ્રિટનના તબીબીઓ પૂરું પાડ્યું છે. બ્રિટનના તબીબોએ પહેલી વાર એક ખાસ પ્રકારના મશીનનો ઉપયોગ કરીને એવા હૃદયનું સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે કે જે ધબકતું બંધ થઈ ગયું હતું. મતલબ કે આ હૃદય મૃત જાહેર કરેલી વ્યક્તિઓના હતા. અત્યાર સુધીમાં ૬ બાળકોમાં આવા હૃદયને ફરી ધબકતા કરીને ટ્રાન્સપ્લાન્ટ કરાયા છે.
