શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ઉધર-ખાંસી વિશે...
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કોરોનાના કપરા કાળમાં તબીબોએ જ્વલંત સિદ્ધિ હાંસલ કરી છે. જાપાનના ડોક્ટરોએ દુનિયામાં પહેલી વાર કોરોનાગ્રસ્ત દર્દીને જીવિત ડોનરનાં ફેફસાંના ટિસ્યૂ ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે. જાપાનની ક્યોટો યુનિવર્સિટી હોસ્પિટલમાં ૧૧ કલાક આ સર્જરી ચાલી હતી. ટીમના વડા ડો. હિરોશી ડેટે કહ્યું હતું કે, આ સર્જરી થકી દુનિયાને અમે એ કહેવા પ્રયાસ કર્યો છે કે જીવિત ડોનર્સની મદદથી ટ્રાન્સપ્લાન્ટ એક નવો વિકલ્પ છે. કોરોનાથી ખરાબ થઈ ગયેલાં ફેફસાં ધરાવતા દર્દી માટે આ ખૂબ મોટી આશા છે. મહિલાના પતિએ ડાબા ફેફસાંનું જ્યારે પુત્રે જમણા ફેફસાંનું સેગમેન્ટ (લોબ) આપ્યું છે.
કોવિડ ૧૯ વાઈરસથી બચાવતા નોઝલ સ્પ્રેનું બ્રિટનમાં સફળ પરીક્ષણ કરાયું હતું અને સ્પ્રે ૯૫ ટકા સુધી અસરકારક હોવાનો દાવો પણ કરાયો છે. રાહતની બાબત એ પણ હતી કે બ્રિટનમાં કોરોનાનો જે નવો પ્રકાર ફેલાયો છે તેમાં પણ સ્પ્રે કારગત નીવડયો હતો. ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ નોઝલ સ્પ્રેના પ્રયોગો થઈ રહ્યાં છે. ભારતમાં નોઝલ સ્પ્રેનું સંશોધન ક્લિનિકલ ટ્રાયલના સ્તરે પહોંચ્યું છે.
ડાયાબિટીસ ભલે ખુદ એક રોગ ન હોય, પરંતુ તે અસંખ્ય રોગોને આવકારનારી એક શારીરિક અવસ્થા જરૂર છે. ડાયાબિટીસને કારણે શરીરનું લગભગ દરેક અંગ અસરગ્રસ્ત થઈ શકે છે. ડાયાબિટીસના મોટા ભાગના દર્દીઓ ડાયાબિટીસના કારણે બીજા રોગો જેમ કે બ્લડ પ્રેશર, ઓબેસિટી કે હાર્ટ-ડિસીઝ ન થાય, કિડનીમાં ડેમેજ ન થાય એનું વિશેષ ધ્યાન રાખતા હોય છે. અમુક લોકો ડાયાબિટીસને લીધે થતા આંખના રોગો અને ડાયાબિટીક ફૂટ એટલે કે ડાયાબિટીસને કારણે પગના તળિયે થતી સમસ્યાઓ વિશે જાણતા થયા છે અને તે અંગે સાવચેતી જાળવે છે. જોકે ડાયાબિટીસના દર્દીઓને થતી એક બીજી એક વ્યાપક સમસ્યા છે સ્કિન-પ્રોબ્લેમ્સ.
આપણા વડીલોને પૂછીએ કે તમારી દિનચર્યા કેવી રહેતી અને તમે આખો દિવસ શું કામ કરતા હતા? તો આપણને સવારે પાંચ વાગવાથી લઈને રાત્રે નવ વાગ્યા સુધીનું તેમના આખા દિવસનું કામ જણાવે ત્યારે આપણને નવાઈ લાગે કે આ લોકો એક દિવસમાં આટલાં બધાં કામ કઈ રીતે કરી લેતા હશે?
સામાન્ય જનધારણા એવી છે કે સક્રિય જીવનમાંથી નિવૃત્તિ બાદ લોકો એકલતાથી પીડાય છે. જ્યારે તમે જીવનમાં કોઈ એક ઉંમરના પડાવ પર પહોંચો ત્યારે તમને એકલતા કોરી ખાય છે. પરંતુ જો તાજેતરના અભ્યાસ અને વર્તનની પેટર્નને સાચી માનવામાં આવે તો એકલતા તમામ વયના લોકોને લાગુ પડે છે. આજકાલ યુવા પેઢી વધારે એકલતા (લોનલીનેસ) અનુભવી રહી છે. બ્રિટિશ ઇન્ટરનેશનલ ઇન્ટરનેટ આધારિત માર્કેટ રિસર્ચ ફર્મ યુગોવના જણાવ્યા અનુસાર યુકેમાં ૨,૦૦૦ કરતા વધારે વયસ્કોના સર્વેમાં લગભગ ૩૧ ટકા યુવાનોએ એકલતાનો સ્વીકાર કર્યો હતો.
ગરમ પ્રવાહી પીવાથી ઠંડક મેળવવાની વાતને ઘણા લોકો વિરોધાભાસી માને તે સ્વાભાવિક છે પરંતુ, ગરમાગરમ દિવસમાં ગરમ ચા, કોફી અથવા પાણી પીવાથી ખરેખર તમને ઠંડા થવામાં મદદ મળી શકે છે.
સ્ત્રીઓના શરીરમાં આવતા હોર્મોનલ બદલાવ ક્યારેક તેને રુમેટોઇડ આર્થ્રાઇટિસનો ભોગ બનાવતા હોય છે. આ રોગમાં મુખ્યત્વે હાથના નાના સ્નાયુઓ અસરગ્રસ્ત થાય છે. વળી આ દરદીઓની હાલત વહેલી સવારે ઊઠ્યા પછી વધુ ખરાબ હોય છે. જેમ કે હાથથી બ્રશ પકડવામાં કે લોટ બાંધવામાં તેમને બહુ તકલીફ થાય છે. આ રોગનો ઇલાજ જરૂરી છે, નહીંતર સાંધાઓ હંમેશ માટે ખરાબ થઈ શકે છે.
અમેરિકાના લાસ વેગાસમાં ૨૦૧૩માં ગંભીર એલર્જિક રિએક્શનના કારણે એમ્બ્યુલન્સ સેવા દ્વારા સારવાર બાદ બ્રેઇન ડેડ જાહેર થયેલી એક યુવતીના પરિવારને ૨.૯૫ કરોડ ડોલર (અંદાજે રૂ. ૨૨૦ કરોડ)નું વળતર ચૂકવવા જ્યુરીએ આદેશ કર્યો છે.
ભાવનગર શહેરના ૧૦૨ વર્ષના વડીલ મહિલા રાણીબહેને કોરોનાને હરાવ્યો છે. મક્કમ મનોબળ અને તબીબી ટીમની કાળજીના પગલે રાણીબહેન ૧૨ દિવસ બાદ કોરોનામુક્ત થઇને ઘરે પરત પહોંચી ગયા છે. માત્ર રાજ્યમાં જ નહીં, સંભવત સમગ્ર દેશમાં આ પહેલો એવો કેસ છે જેમાં આટલી મોટી ઉંમરના દર્દીએ કોરોનાને પરાજ્ય આપ્યો હોય. આ ઘટનાથી તબીબી જગત પણ આશ્ચર્યચકિત છે. રાણીબહેનને હોસ્પિટલમાંથી રજા અપાઇ ત્યારે તબીબો અને નર્સીંગ સ્ટાફે તાળીઓ વગાડીને તેમને ઉષ્માસભર વિદાય આપી હતી.
