વયના વધવા સાથે તમારા આનંદ અને ખુશી પણ વધતાં જાય છે એવું વિજ્ઞાનીઓએ શોધી કાઢ્યું છે. વિજ્ઞાનીઓનું કહેવું છે કે, યુવાનો કરતાં વૃદ્ધો વધુ સુખી હોય છે. ઇમોશનલ પર્સેપ્શન ઉપરના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, જેમ જેમ આપણી વય વધતી જાય છે તેમ તેમ આપણી આસપાસના લોકો ગુસ્સે થાય છે, તેની નોંધ લેવાનું આપણે બંધ કરી દઈએ છીએ. આ જ લક્ષણ બાળકોમાં પણ જોવા મળે છે. જ્યારે આધેડ વયના લોકો તેમનામાં ભય, ગુસ્સાનું સ્તર સૌથી ઊંચું સ્તર હોય છે ત્યારે સૌથી ઓછાં ખુશ હોય છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
વ્યક્તિ કોઈ પણ પ્રકારનો માનસિક તનાવ ભોગ બને છે ત્યારે તેની સીધી અસર ભોજન પર પડતી હોય છે. ભોજનમાં અમુક પ્રકારની ચીજવસ્તુઓની વિશેષ પસંદગી અને ચોક્કસ પ્રકારની ભોજનશૈલી વ્યક્તિનું સ્ટ્રેસ લેવલ દર્શાવે છે.
એચઆઇવી એઈડ્સની ગણતરી જગતના સૌથી અસાધ્ય રોગમાં થાય છે. જોકે બ્રિટિશ વિજ્ઞાનીઓની ટીમે સ્ટેમ સેલ થેરપીની મદદથી એક દરદીને એચઆઈવી વાઈરસથી મુક્ત કરી સિદ્ધિ હાંસલ કરી છે. આ સિદ્ધિમાં ભારતવંશી પ્રોફેસર-ડોક્ટર રવિન્દ્ર ગુપ્તાનું નિર્ણાયક યોગદાન છે. એચઆઈવીગ્રસ્ત વ્યક્તિને નવજીવન મળ્યાની આ બીજી ઘટના છે.
બ્રિટનમાં વૃદ્ધ થતાં લાખો લોકોની હાલત વિશે નોંધપાત્ર અભ્યાસમાં જણાવાયું છે કે મોટા ભાગનાની પાછલી જિંદગી ગરીબી, ખરાબ આરોગ્ય અને ભારે મુશ્કેલ રહેવાનું જોખમ છે. વૃદ્ધોની વધતી વસ્તી અને કેર સર્વિસીસ પરનું દબાણ દરીબ લોકોને દયનીય અવસ્થામાં મૂકશે તેમ ધ સેન્ટર ફોર એજીંગ બેટરના રિપોર્ટ ‘ધ સ્ટેટ ઓફ એજીંગ ૨૦૧૯’માં જણાવાયું છે.
એક કહેવત છે કે ‘સોળે સાન અને વીસે વાન’, જેને અનુસરી વિશ્વભરમાં વ્યક્તિના પુખ્ત થવાનો સમય ૧૮ વર્ષનો ગણવામાં આવે છે. આ તો કાનૂની વાત થઈ પરંતુ, હવે વૈજ્ઞાનિકો કહે છે કે ખરી પુખ્તાવસ્થા તો ૩૦ વર્ષથી ગણાવી જોઈએ કારણકે વીસીમાં હોઈએ ત્યારે મગજ સંપૂર્ણપણે વિકસિત હોતું નથી. આ સમયગાળામાં લોકો માનસિક આરોગ્યની સમસ્યાઓથી ઘેરાય તેનું સૌથી વધુ જોખમ રહે છે. લગભગ ૩૦ વર્ષની વયે મગજ પૂર્ણ પરિપક્વ બને છે. જોકે, બાળક ક્યારે પુખ્ત બને તેની મજબૂત ન્યૂરોલોજિકલ વ્યાખ્યા હોતી નથી. આથી જ કદાચ ગુજરાતમાં ૨૫ વર્ષની વય સુધીનો ગાળો ‘ગધાપચીસી’ કહેવાય છે.
તમારો પગાર તમારા બોસની સાથે સાથે તમારા ડીએનએ પર પણ આધાર રાખે છે. વૈજ્ઞાનિકોએ એવા ૨૪ જનિન તત્ત્વો શોધી કાઢ્યા છે જે તમે ધનવાન થશો કે ગરીબ, તે નિશ્ચિત કરે છે.
મસાલાનું સુગંધી દ્રવ્ય કોથમીર - ધાણા છે. આને લીધે રસોઈમાં એક જાતની સુગંધ આવે છે અને રસોઈના આસ્વાદમાં લિજ્જત આવે છે. કોથમીર લીલી હોય છે. જ્યારે તેના ફળને ધાણા કહેવાય છે. મસાલામાં ધાણા અને જીરુંને સાથે ખાંડીને ઉપયોગમાં લેવામાં આવે છે.
વિશ્વના સૌથી ખુશખુશાલ ૧૫૬ દેશોની યાદીમાં ફિનલેન્ડે સતત બીજા વર્ષે પ્રથમ સ્થાન જાળવ્યું છે. તો સુદાન સૌથી છેલ્લા સ્થાને રહ્યું છે. યુએનનાં આ વર્લ્ડ હેપ્પીનેસ રિપોર્ટ-૨૦૧૯માં યુનાઈટેડ કિંગ્ડમે ૧૫મા ક્રમે છે. યુકે ગયા વર્ષે આ યાદીમાં ૧૯મા સ્થાને હતું. આમ તે યાદીમાં ચાર ક્રમ ઉપર ચઢ્યું છે તો ભારત સાત ક્રમ નીચે ઉતરીને ૧૪૦મા ક્રમે પહોંચ્યું છે. અગાઉ ભારત ૧૩૩મા ક્રમે હતું. આ જ યાદીમાં અમેરિકા ૧૯મા ક્રમે જોવા મળે છે.
ઓસ્ટ્રેલિયાના વાઇટબ્રિજમાં વસતાં આ બહેનનું શરીર ખરેખર કુદરતની અજબગજબની રચના છે. શરીરના કોઇ પણ ભાગમાં હાડકું તૂટી જાય, આગથી દાઝી જવાય કે ઘામાંથી લોહી વહેવા લાગે તો પણ ૭૧ વર્ષનાં આ બહેનને પીડા થતી જ નથી. જો કેમેરોન નામના આ મહિલાની જિંદગી સાવ જ પેઇનલેસ છે. તેમને કોઈ વાતે શારીરિક પીડા અનુભવાતી જ નથી. પછી વાત ઇજાની હોય, દાઝવાની હોય કે અન્ય કોઇ કારણ હોય.
આપણી લાઈફસ્ટાઈલ બદલાતી જાય છે અને જીવન વધુ બેઠાડું થઈ રહ્યું છે. આના પરિણામે ડાયાબિટીસ-ટુ, આંતરડાં અને ફેફસાનાં કેન્સર સહિત આરોગ્યના મોટાં જોખમોમાં વધારો થતો રહ્યો છે. જર્નલ ઓફ એપિડીમિઓલોજી એન્ડ કોમ્યુનિટી હેલ્થમાં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર દિવસમાં છ કલાક સુધી બેસી રહેવાના કારણે યુકેમાં વર્ષે લગભગ ૭૦,૦૦૦ લોકોનાં મોત થાય છે.
