સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    યુકે સરકારે કોવિડનો ફેલાવો ઘટાડવા સરકારે કોમ્યુનિટીઓને સ્વાસ્થ્યપ્રદ વર્તણૂકો ચાલુ રાખવાની યાદ અપાવવા નવું અભિયાન આરંભ્યું છે.  લોકજાગૃતિ કેળવવા નવી ટુંકી ફિલ્મ લોન્ચ કરવામાં આવી છે. 

    માનસિક તણાવઃ આધુનિક જીવનશૈલી

    માનસિક તણાવ એટલે આજની ભાગદોડભરી જીવનશૈલીની આડપેદાશ. ઓફિસ તેમજ ઘરના કામ પૂરા કરવામાં અને સામાજિક રીતરિવાજોને પૂરા કરવા માટે રોજ-બ-રોજનાં વાતાવરણનો સામનો કરવો એ આપણાં માટે સરળ છે, પરંતુ આપણે નક્કી કરેલા કામોની યાદીમાંથી દરેક કામને નિશ્ચિત સમયે પૂર્ણ કરવું તે આપણાં સહુ માટે થોડું અઘરું છે. આ ઉપરાંત દરેક વ્યક્તિને ખુશ કરવાનો પ્રયાસ તમને આનંદ કરતાં સ્ટ્રેસ વધારે પહોંચાડે છે. આથી જ માનસિક તણાવનું નિયંત્રણ જરૂરી છે. જો તણાવને અંકુશમાં રાખશો તો તમે પણ ખુશ રહેશો અને તમારા સ્વજન પણ. જોકે અહીં સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે તણાવને અંકુશમાં રાખવો કઇ રીતે? આ રહ્યાા તેના સરળ ઉપાય...

    હેલ્થ ટિપ્સઃ વધતી વયે પણ દિમાગ...

    ઉંમર વધવાની સાથે દિમાગમાં અનેક પરિવર્તનો આવે છે. પરિણામે વૃદ્વોને નબળા વિઝનથી લઇને શ્રવણશક્તિ મંદ પડવા સુધીની સમસ્યાઓ વળગે છે. ઉંમર વધવા સાથે શારીરિક ગતિવિધીઓ ધીમી પડે છે. બ્રેઇન સ્કેન ટેકનિકથી ખ્યાલ આવે છે કે વૃદ્વાવસ્થામાં મસ્તિષ્ક સંકોચાય છે. આ સંકોચન મેન્ટલ પ્રોસેસિંગ નબળું પાડે છે. ઉંમર વધવા સાથે આવતી દિમાગી સમસ્યાઓને સરળ એન્ટિ એજિંગ મસ્તિક વ્યાયામ થકી એટલે કે વૃદ્વાવસ્થાને અનુકૂળ બ્રેઇન સ્ટ્રેચિંગ માટેની કસરતો અને રમતો થકી અટકાવી શકાય છે.

    લગ્નજીવનમાં  માનસિક તણાવ  સિગા...

    પોતાના લગ્નથી નાખુશ રહેનાર પર માત્ર માનસિક તંગદિલી જ નહીં પણ મૃત્યુનો ખતરો પણ વધી જાય છે. જે પુરુષો પોતાના લગ્નથી ખુશ ના હોય તેમની હૃદયરોગથી મૃત્યુની આશંકા વધી જાય છે. આવા પુરુષોના મૃત્યુના આંકમાં ૧૯ ટકા જેટલો વધારો જોવા મળ્યો છે. ઇઝરાયલની તેલ અવિવ યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ પોતાના સંશોધનને અંતે આ દાવો કર્યો છે.

    તમારા ચહેરા પરના ચોક્કસ ફેરફા

    ચહેરાને સારો રાખવા માટે લોકો અલગ અલગ પ્રકારની કોશિશ કરતાં રહેતા હોય છે. ચહેરા સાથે સંકળાયેલી એવી ઘણી બાબતો છે જે આપણી તંદુરસ્તી અંગે ચાડી ખાય છે.

    દાંત સમય પહેલાં પડ્યા તો સમજો

    અત્યાર સુધી આપણે લોકો દાંતને માત્ર મોઢાના સ્વાસ્થ્ય સાથે જ સંકળાયેલા માનતા હતા, પણ તાજેતરમાં સંશોધકોએ કંઈક નવી જ બાબત શોધી છે. મનુષ્યના દાંતોનું કનેક્શન યાદશક્તિ સાથે પણ જોડાયેલું છે. અમેરિકન સંશોધકોના રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે વ્યક્તિના દાંત વહેલા પડવાનું શરૂ થઈ જાય છે તેમનામાં ડિમેન્શિયા થવાનું જોખમ વધી જાય છે. ડિમેન્શિયા એટલે એવી બીમારી કે જેમાં માણસની યાદશક્તિ ઓછી થવા લાગે છે.

    હેલ્થ ટિપ્સઃ  હળદર સ્વાસ્થ્ય પ...

    ભારતીય રસોઇમાં હળદરનું આગવું સ્થાન છે. દરેક ભારતીય રસોડામાં જોવા મળતી હળદર અનેક રોગોની સારવારમાં ઉપયોગી હોવાની સાથોસાથ સુંદરતા વધારવા માટે પણ એટલી જ લાભકર્તા છે. હળદરની તાસીર ગરમ હોય છે તથા કડવો સ્વાદ ધરાવે છે. તેનો ઉપયોગ દાળ-શાકમાં સ્વાદ ઉમેરવા તથા રંગ આપવા વધુ થતો હોય છે, પણ હળદરમાં રહેલ કર્કયુમિન તત્વ અનેકવિધ દવાઓ અને કોસ્મેટિક્સ બનાવવામાં વપરાય છે.

    શું ડોક્ટરને જોઈને તમારું બીપ

    હાઈપર ટેન્શનના દર્દીઓની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. આથી જ જ્યારે પણ ડોક્ટરને કન્સલ્ટ કરવા જઈએ છીએ ત્યારે સૌથી પહેલા બ્લડ પ્રેશર (બીપી) માપવામાં આવે છે અને આપણા મેડિકલ રિપોર્ટમાં નોંધવામાં આવે છે. હવે તો હેલ્થ પ્રત્યે જાગૃત લોકો પાંત્રીસ-ચાલીસ વર્ષની વય પછીથી બીપીનો પ્રોબ્લેમ હોય કે ન હોય, દર થોડાક દિવસના અંતરે બીપી મપાવી લેછે. જોકે ક્યારેક અચાનક જ બીપી હાઈ હોવાનું નોંધાય એટલે ટેન્શન વધી જાય છે. એક વાર હાઈ બીપી હોવાનો ડર પેસી જાય એટલે જ્યારે પણ ડોક્ટર પાસે બીપી મપાવવા જાવ ત્યારે સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય ્ને ટેમ્પરરી ધોરણે બીપી ઊંચું નોંધાય છે.

    તમે કઇ રીતે  બ્લડ પ્રેશરને કન્

    આપણે વીતેલા સપ્તાહે વ્હાઇટ કોટ હાઈપરટેન્શન વિશે જાણકારી મેળવી. આ સપ્તાહે આપણે હાઇ બ્લડ પ્રેશરને કઇ રીતે અંકુશમાં રાખી શકાય તે અંગે જાણકારી મેળવશું. બ્રિટન હોય કે ભારત, જેમ જેમ ઓબેસિટીનું પ્રમાણ વધતું જાય છે એમ એમ હાઈ બીપીના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે, અને તેના કારણે અચાનક જ સ્ટ્રોક, હાર્ટ એટેક અને પેરેલિસિસનું રિસ્ક વધી જાય છે. જેમને વારસાગત રીતે બીપીની તકલીફ મળવાનું રિસ્ક હોય તેઓ તેમજ જેમને ઓલરેડી હાઈ બપીની તકલીફ છે તેમણે શારીરિક સ્વાસ્થ્યને અપટુ ડેટ રાખવા માટે કઇ મહત્ત્વની બાબતોની કાળજી લેવી જોઇએ તે આપણે જાણીએ.

    ‘એ’ બ્લડ ગ્રૂપ હોય તેમને કોરોન...

    ન્યૂ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિનમાં પ્રસિદ્ધ થયેલાં અહેવાલ પ્રમાણે એ-બ્લડ ગ્રૂપ હોય તેમને કોરોના થવાની શક્યતા વધુ છે. જ્યારે ઓ-બ્લડ ગ્રૂપ હોય તો તેમને કોરોનાનો ખતરો ઓછો છે.