ઘણા લોકો બ્રેકફાસ્ટમાં નિયમિત સૂકોમેવો લેતા હોય છે, અને બદામને વિશેષ સ્થાન આપતા હોય છે કેમ કે બદામ એક સંપૂર્ણ આહાર ગણાય છે. બદામમાં કેટલાય પોષક દ્રવ્યો છે. એન્ટિ ઓક્સિડન્ટ અને એન્ટિ ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચાર... આ સપ્તાહે જાણો કાકડાની તકલીફ અંગે.
જો તન-મનને સદાબહાર સ્વસ્થ રાખવા હોય તો દરરોજ સવારે બ્રેકફાસ્ટ કરવો ખૂબ જ જરૂરી છે એ હેલ્થ મંત્ર હવે લોકો સમજવા લાગ્યા છે. જોકે નવી ફેશન મુજબ બ્રેકફાસ્ટમાં સિરિયલ્સનું ચલણ વધ્યું છે. ટીવીમાં અનેક જાતના સિરિયલ્સની જાહેરાતો આવે છે, જેમાં વજન ઘટાડવાના, આયર્ન વધારવાના અને બુદ્ધિ સતેજ કરવાના દાવા થતા આવ્યા છે. જોકે આ દાવાઓ અને એના ફાયદાઓ ખરેખર સાચા હોય છે ખરા? કેમ કે આફટર ઓલ તો સિરિયલ્સ એ પણ એક પ્રકારનું પ્રોસેસ્ડ ફૂડ જ છે. એમાં ફ્લેવર્સ અને પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે. તો આવો આજે આપણે જાણીએ કે સવારે કેવા પ્રકારનો નાસ્તો કરવો જોઇએ, અને તેના લાભ-ગેરલાભ શું છે.
દરરોજ થોડાક સમય માટે ઊંડાં શ્વાસ લેવાથી તમારું સ્વાસ્થ્ય અને લાઈફસ્ટાઈલમાં સુધારો થાય છે. જ્યારે પણ તમે ચિંતિત કે કોઈ તકલીફમાં હો છો ત્યારે તમારા ધબકારા ઝડપી બની જાય છે. બ્લડ ફ્લો હાર્ટ અને મગજ તરફ વધી જાય છે. તેનાથી બચવા માટે ઊંડાં શ્વાસ લેવાનો અભ્યાસ તમારે દરરોજ કરવો જોઈએ. ભલે સ્ટ્રેસ હોય કે ના હોય, પણ તેનાથી તન અને મનને આરામ મળે છે, ઊંઘ સારી આવે છે. સૌથી મહત્ત્વની વાત એ કે રોગ સામે લડવાની શક્તિ વધે છે.
સૌમ્યા સ્વામિનાથન ભારતીય તબીબ જગતમાં ભારે સન્માનીય નામ છે. બીજી મે ૧૯૫૯ના રોજ ચેન્નાઇમાં જન્મેલાં સૌમ્યા ભારતના ‘હરિત ક્રાંતિના પિતા’ ગણાતા એમ.એસ. સ્વામિનાથન્ અને ભારતીય શિક્ષણશાસ્ત્રી મીના સ્વામિનાથનનાં પુત્રી છે. સૌમ્યાની બહેનો મધુરા સ્વામિનાથન્ અને નિત્યા સ્વામિનાથનિ પણ પોતાનાં ક્ષેત્રમાં એક્સપર્ટ છે. મધુરા સ્વામિનાથન્ ઇન્ડિયન સ્ટેટેસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં અર્થશાસ્ત્રનાં પ્રાધ્યાપક છે તો નિત્યા સ્વામિનાથન્ યુનિવર્સિટીમાં લૈંગિક વિશ્લેષણનાં લેક્ચરર છે.
એક તબીબી અભ્યાસના તારણ અનુસાર, કોરોનાની આડઅસર રૂપે દર્દીને માનસિક બીમારી થઈ શકે છે. ‘ફ્રન્ટિયર ઇન સાયકોલોજી’ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ ૧૭થી ૪૨ ટકા દર્દીઓમાં ન્યૂરોસાઈકિયાટ્રીને લગતી સમસ્યાઓ જોવા મળી હતી. કોરોના વાઇરસ શરીરમાં તો ગંભીર અસર સર્જે જ છે, પરંતુ દિમાગ પર પણ તેની ઊંડી અસર થાય છે.
શારીરિક-માનસિક સમસ્યાઓના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કાનની પીડા અંગે.
માર્ચ ૨૦૨૦માં યુકેમાં પ્રથમ લોકડાઉન લદાયું તે પહેલા વોરવિક યુનિવર્સિટીના લેક્ચરર સંજીવ પટેલ (૫૪) અને તેમના સમગ્ર પરિવાર (પત્ની, પેરન્ટ્સ અને બે બાળકો)ને કોરોના વાઈરસનું સંક્રમણ લાગ્યું હતું. ઘરમાં થોડા દિવસના એકાંતવાસ પછી પટેલ અને તેમના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. કમનસીબે સંજીવને કોરોનાથી પિતા ગુમાવવા પડ્યા હતા. લંડનસ્થિત નીસડન ટેમ્પલના સ્વામીઓ દ્વારા તેમના ફ્યુનરલની વ્યવસ્થા કરાઈ હતી જેને સંજીવે ઝૂમ કોલ મારફતે નિહાળી હતી.
વધતી જતી ઝાકઝમાળ, કૃત્રિમ પ્રકાશ અને આધુનિક જીવનશૈલીના કારણે લોકોમાં આંખને લગતી બીમારીઓ વધી રહી છે. એક માહિતી મુજબ વિશ્વમાં ૧૧૦ કરોડ લોકો આંખને લગતી નાનીમોટી સમસ્યાઓ ધરાવે છે. જેમાંથી ૬૦ કરોડ લોકોને લાંબા અંતરનું જોવામાં તકલીફ જોવા મળે છે.
વિશ્વભરના લોકો કોવિડ-૧૯ મહામારીનો મુકાબલો કરી રહ્યા છે તેવામાં એક પછી એક બીજી બીમારીઓની જાણકારી મળી રહી છે. વીતેલા પખવાડિયે રહસ્યમય બ્રેઇન સિન્ડ્રોમ વિશે જાણકારી મળી હતી અને હવે મંકીપોક્સ નામના સંક્રમણ વિશે જાણકારી મળી રહી છે.
