વિટામિન સી અને એન્ટિ-ઓક્સિડન્ટસથી ભરપૂર આ ફળના એટલા ફાયદા છે કે એ લગભગ દરેક રોગમાં વિવિધ અનુપાન સાથે ચમત્કારિક કહી શકાય એવું પરિણામ આવે છે. ઠંડીમાં માત્ર બે-ત્રણ મહિના જ એ ફ્રેશ મળે છે, પરંતુ એને વિવિધ રુપે સાચવી રાખી શકો એનું સેવન ત્રણેય ઋતુમાં કરી શકાય એમ છે.
એક આમળામાં વીસ સંતરા જેટલું વિટામીન સી હોય છે એવું તાજેતરમાં બ્રિટનની ન્યુટ્રિશન જર્નલમાં નોંધાયું છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
દેશ-વિદેશમાં ઘણા બધા લોકો રસી લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે અદાર પૂનાવાલાએ આવા અનેક સવાલનો જવાબ આપ્યો છે. એસ્ટ્રોજેનેકા-ઓક્સફર્ડની વેક્સિનનું ભારતમાં ઉત્પાદન કરી રહેલી સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇંડિયાના સીઈઓ પૂનાવાલાએ કહ્યું છે કે, હું અમારી વેક્સિનને કોવિશીલ્ડ કહું છું કારણ કે, આ એક પ્રકારનું શીલ્ડ છે.
આજે વિશ્વની વસતીના લગભગ ચોથા ભાગના લોકો હાઈ બ્લડપ્રેશરની તકલીફથી પીડાય છે અને રોજેરોજ આવા રોગીઓની સંખ્યા વધી રહી છે. આ સમયે રોગના ઉપચાર સંદર્ભે પાયાની બાબતો જાણવી એટલા માટે અનિવાર્ય છે કે કોઈ પણ ઉપચાર પદ્ધતિની દવાઓ લેવાતી હોય, ગમેતેટલાં લાંબા સમય સુધી દવાઓ લેવાની ચાલુ રાખવામાં આવે પણ જો ખાનપાન અને આચારવિચારના સિદ્ધાંતોની ઉપેક્ષા કરવામાં આવે તો પરિણામ શૂન્ય છે.
બ્રિટિશરો ઘરમાં જ રહીને કોવિડ-૧૯ની ગંભીર બીમારીમાંથી સાજા થઈ શકે તે માટે ઘરમાં લઈ શકાય તેવી ટેબ્લેટ્સની શોધ-ઓળખ કરવા નવા ટાસ્ક ફોર્સની રચના વડા પ્રધાન બોરિસ જહોન્સને મંગળવાર ૨૦ એપ્રિલે કરી છે. તેમણે કહ્યું હતું કે દેશના સફળ વેક્સિનેશન કાર્યક્રમની માફક જ તેની ડિઝાઈન કરાશે. લોકો ઘેર રહીને કોવિડ સામે લડવા ટેબ્લેટ્સ લેતા થશે તેના પરિણામે હોસ્પિટલમાં બેડની જરૂરિયાત ઘટશે.
વેક્સિન લગાવ્યા પછી બ્લડ ક્લોટ થવાનો ભય લોકોમાં ફેલાઈ ગયો છે જેનાથી વેક્સિનેશનને પણ અસર થાય છે. જોકે, વાસ્તવિકતા અલગ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધન અનુસાર વેક્સિનની સરખામણીએ કોવિડના સંક્રમણ પછી સેરેબ્રલ વેનસ સાઈનસ થ્રોમ્બોસિસ (CVST) અથવા બ્રેઈન બ્લડ ક્લોટ લાગવાની શક્યતા ૧૦ ગણી હોય છે જ્યારે વેક્સિન પછી પણ ૨૬,૦૦૦ લોકોમાંથી માત્ર એક વ્યક્તિને CVSTનું જોખમ રહે છે. આમ વેક્સિન નહિ લગાવવાથી જોખમ વધી જાય છે. CVST એવી કંડિશન છે જેમાં બ્રેઈનમાંથી આવતી શિરામાં લોહી ગંઠાય છે જેના કારણે બ્રેઈન સ્ટ્રોક આવી શકે છે.
આજકાલ એનર્જી ડ્રિન્ક્સ પીવાનો જે વાયરો ચાલે છે તેના કારણે શરીરને કેટલું નુકસાન થઈ શકે તે દર્શાવતો કિસ્સો બહાર આવ્યો છે. સતત બે વર્ષ સુધી રોજના ૫૦૦ મિલિ. એનર્જી ડ્રિન્ક્સનું સેવન કરનારા ૨૧ વર્ષના વિદ્યાર્થીને હાર્ટ ફેઈલની નિશાનીઓ સાથે ઈન્ટેન્સિવ કેરમાં દાખલ કરવાની ફરજ પડી હતી. તેની હાલત એટલી ખરાબ હતી કે એક સમયે તબીબોએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરવાનો પણ વિચાર કર્યો હતો.
કાળા મરી ભારતીય મસાલામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે અને ખાવામાં તેનો જુદી જુદી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. એક નવા સ્ટડીમાં જણાવાયું છે કે પૌષ્ટિક તત્ત્વોથી ભરપુર કાળા મરીનું મધ સાથે સેવન કરવામાં આવે તો તેનાથી હાર્ટએટેકથી બચી શકાય છે સાથે ડાયાબિટીસના દર્દીઓને પણ રાહત મળી રહી છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો વાળની માવજત વિશે.
આપણે પ્રોફેસર ભૂલકણા હોવાની રમૂજો ઘણી વખત સાંભળી છે. કોઈ મહિલા પ્રોફેસર ભૂલકણી હોવાનું કહેવાતું સાંભળ્યું નથી. જોકે, વિજ્ઞાનની દૃષ્ટિએ આ સત્ય છે કારણકે સ્ત્રીઓની સરખામણીએ પુરુષો સ્મૃતિદોષથી વધુ પીડાતા હોવાનું સતત પૂરવાર થયેલું છે.
તેઓ કહે છે કે કોરોના વાઈરસ સીધો ફેફસાં પર અસર કરે છે એટલા માટે શરીરમાં પ્રાણવાયુની અછત રહી જાય છે. આ અછતને પૂરી કરવા માટે યોગમાં અમુક સરળ ઉપાય જણાવ્યા છે. જેમ કે, પ્રાણાયામ અને જલનેતિનો નિયમિત અભ્યાસ શરીરમાં પ્રાણવાયુને મજબૂત કરે છે.
