સામાન્ય રીતે વ્યક્તની ઊંઘનો સમય અને તેના સ્વાસ્થ્યને ખૂબ જ મોટો સંબંધ છે. નિષ્ણાતોના મતે વ્યક્તિના સારા સ્વાસ્થ્યમાં તેની ઊંઘ સૌથી મોટો ભાગ ભજવે છે. તાજેતરમાં સ્વાસ્થ્ય અને ઊંઘ અંગે એક અભ્યાસ સામે આવ્યો હતો. જે અનુસાર, સાત કલાકથી ઓછી ઊંઘ ડીએનએને કાયમી નુકસાન કરી શકે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ડાયાબિટીસ અંગે મોટા ભાગના લોકોમાં એક માન્યતા એવી પ્રવર્તે છે કે, એ જેને થવાનો છે તેને જરૂર થશે. જોકે વિશેષજ્ઞો હજુ આ વાત માનતા નથી. હાર્વર્ડ મેડિકલ સ્કુલના પ્રોફેસર અને હાર્વર્ડ વૂમન્સ હેલ્થ વોચના એડિટર ઇન ચીફ ડો. હોપ રિકીઓટી કહે છે કે, પ્રી-ડાયાબિટીસનો ઇલાજ શક્ય છે. પ્રી-ડાયાબિટીસ એક એવી સ્થિતિ હોય છે, જ્યારે વ્યક્તિનું શરીર ગ્લૂકોઝને સરળતાથી ઊર્જામાં બદલી શકતું નથી. તેનાથી શૂગરનું સ્તર વધી જાય છે, પરંતુ એટલું નહીં કે તેને ડાયાબિટીસ કહી શકાય.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો...
ઈંગ્લેન્ડ અને વેલ્સમાં કોવિડ મહામારીમાં આલ્કોહોલ સંબંધિત મૃત્યુનો દર ૨૦૨૦માં સૌથી ઊંચે રહ્યો છે જે અગાઉના ૨૦ વર્ષ દરમિયાન નોંધાયેલા મૃત્યુ કરતાં વધારે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના સર્વે અનુસાર ૨૦૧૯ની સરખામણીએ આલ્કોહોલ સંબંધિત મૃત્યુ ૨૦ ટકા વધ્યા હતા. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડેટા મુજબ હોસ્પિટલમાં પ્રવેશ અને મૃત્યુ બાબતે આલ્કોહોલનું પરિબળ મોટું હતું.
માણસોના મોઢામાં બત્રીસ દાંત હોય છે એવું આપણને નાનપણથી શીખવવામાં આવ્યું છે એટલે કે દાંતનાં ચોકઠાને આપણે બત્રીસી કહીએ છીએ, પરંતુ મોટા ભાગના લોકોના મોંમાં ૨૮ દાત જ હોય છે. દાંત જન્મે ત્યારે શરૂઆતમાં દૂધિયા દાંત આવે છે. એની સંખ્યા ૨૦ હોય છે. દૂધિયા દાંત પડીને પાકા દાંત આવે છે. બાળક પુખ્ત બને એટલે કે યુવાવસ્થામાં પ્રવેશે ત્યાં સુધીમાં તેને ૨૮ દાંત આવી ગયા હોય છે. એ પછીથી એટલે કે ૧૭થી ૨૪ વર્ષની વય સુધીમાં પાછલના ભાગમાં એક દાઢ વધુ ઊગે છે. એને વિઝડમ ટૂથ, દેશી ભાષામાં કહીએ તો ડહાપણની દાઢ કહે છે.
કોવિડ-૧૯ની વેક્સિન માટે લાખો લોકોએ ‘બાંયો ચઢાવી’ છે ત્યારે પ્રશ્ન એ થાય કે, વેક્સિન હાથમાં જ કેમ આપવામાં આવે છે, પગમાં કેમ નહીં ઇન્ડિયાનાપોલિસની પરડ્યુ યુનિવર્સિટીના નર્સિંગ વિભાગના એસોસિએટ પ્રોફેસર લિબી રિચર્ડ્સે વિગતવાર તેનું ‘રહસ્ય’ સમજાવ્યું હતું.
કોરોના મહામારીનો સેકન્ડ વેવ સમગ્ર વિશ્વને ધમરોળી રહ્યો છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટુડ્રોસ ગ્રેબિયલે ચેતવણી ઉચ્ચારી છે કે દુનિયા પર કોરોનાના વર્તમાન સ્ટ્રેન કરતાંય વધુ જીવલેણ પેન્ડેમિક ત્રાટકી શકે એમ છે. આથી આખા જગતે સાવધાન રહેવાની તાતી જરૂર છે.
શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કમળા વિશે.
પિતરાઈઓ વચ્ચે લગ્નની અવૈજ્ઞાનિક પરંપરાનો ભોગ બાળકો બની રહ્યાં છે. પિતરાઈઓ વચ્ચેના લગ્નોથી જન્મતાં બાળકોમાંમ જિનેટિક વિકૃતિઓ કે ખામીઓ વધુ હોવાનું જોખમ રહે છે. એક અંદાજ અનુસાર બ્રિટનમાં પાકિસ્તાની મૂળના અડધાથી વધુ દંપતીઓ અરસપરસ પિતરાઈ હોય છે. આ પ્રથાના લીધે પાકિસ્તાની અને સાઉથ એશિયન વારસાને ખરાબ અસર થઈ રહી છે અને કોમ્યુનિટીઓના અગ્રણીઓ ગંભીર તબીબી જોખમોનો સામનો કરી રહ્યા છે.
તમે સતત કોમ્પ્યુટર સામે બેસી રહેવું પડે તે પ્રકારનું કામ કરો છો? તમારે વારંવાર મુસાફરી કરવાની થાય છે કે લાંબો સમય ડ્રાઇવીંગ કરવાનું બને છે? જો આ અને આવા બધા પ્રશ્નોના જવાબ ‘હા’ હોય તો હવે આટલા સવાલોના જવાબ આપો. રોજ રાત્રે સૂતી વખતે કાનના મૂળમાં દુખાવો કે સણકા અનુભવાય છે? શર્ટ પહેરતી વખતે હાથ ઊંચા કરો ત્યારે ખભા કે ગરદનને જોડતા ભાગમાં હળવું દર્દ અનુભવાય છે? ગરદન ફેરવવામાં થોડી અડચણ પડતી હોય તેમ લાગે છે? ક્યારેક ગરદનથી શરૂ કરીને કરોડરજ્જુના મૂળ અને મસ્તક સુધી દુખાવો અનુભવાય છે..?
