સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    ખાંડ છોડો, વજન ઉઠાવો, પ્રોટીન ફ

    હેલ્થ અને ફિટનેસ સાથે જોડાયેલી પ્રતિષ્ઠિત વેબસાઇટ ‘હેલ્થલાઇન’એ વજન ઘટાડવાની એક ફોર્મ્યુલા આપી છે. તેના મતે આ ૩ પોઇન્ટની ફોર્મ્યુલાથી ભુખ ઘટે છે. વેઇટલોસ ઝડપથી થાય છે. સાથે સાથે જ તમારી મેટોબોલિક હેલ્થ સુધારે છે. આ ફોર્મ્યુલા ડાયેટથી કાર્બોહાઇડ્રેટને દૂર કરવાની સાથે જ પ્રોટીન અને શાકભાજીનું પ્રમાણ વધારવાની ભલામણ કરે છે. આવો જાણીએ શું છે આ ફોર્મ્યુલા...

    હેલ્થ ટિપ્સઃ યાદશક્તિ વધારવા

    તાજેતરમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ચોક્કસ ઝડપ કરતા વધુ ઝડપે કરવામાં આવતી કસરત મગજના સ્વાસ્થ્યને અસર કરે છે અને યાદશક્તિ સુધારવામાં મદદગાર સાબિત થાય છે.

    બગાસું બાળકો માટે ચેપી નથી...

    ક્યારેક નવરા બેઠા હોઈએ ત્યારે વિચારવા જેવું છે કે કંટાળો આવતો હોય ત્યારે બગાસાં કેમ આવે છે? એક વ્યક્તિને બગાસું ખાતી જોઈને સ્વાભાવિકપણે બીજાને પણ બગાસું આવે છે. આ માત્ર માન્યતા કે લોકવાયકા નથી, પણ રિસર્ચરોએ પ્રયોગ કરીને નોંધેલી બાબત છે કે કોઈને બગાસું ખાતાં જોઈને જોનારને એ પછીની પાંચ મિનિટની અંદર જ બગાસું આવે છે છે. જોકે આવું કેમ થાય છે એ સમજવું સાયન્ટિસ્ટ માટે માથાના દુખાવા સમાન બની ગયું છે.

    બપોરે થોડીક ઊંઘ ઘટાડશે હાર્ટ એ...

    કેટલાક પુખ્ત વયના લોકોને બપોરે ઝોકાં આવી તાં હોય છે. બપોરની આ નાનકડી ઝપકી ખાવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ તાજેતરમાં હાથ ધરાયેલા સંશોધનમાં જોવા મળ્યું છે. અઠવાડિયામાં બે વાર બપોરનું ઝોકું ખાનારા વ્યક્તિઓમાં હાર્ટ એટેક કે સ્ટ્રોકનું જોખમ ઘટી જાય છે. જેમણે સપ્તાહમાં બે વાર બપોરે ઊંઘ લીધી હતી તેવી વ્યક્તિઓમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હતું. અનિદ્રાને પગલે વ્યક્તિઓમાં એથોરસ્કેલરોસિસિનું જોખમ વધી જાય છે. જે ધમનીઓમાં તકતીનું નિર્માણ કરે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આઠ કલાકની ઊંઘ લેનારાઓ કરતા બપોરના સમયે ઝોકું ખાનારાઓમાં હાર્ટ એટેક અથવા સ્ટ્રોકની શક્યતા અડધી થઈ જાય છે.

    હેલ્થ ટિપ્સઃ લિવરને તંદુરસ્ત

    સૂકા મેવામાં ઘણાં લોકોને બદામ ભાવતી હોય છે તો ઘણાંને કાજુ પ્રિય હોય, વળી ઘણાં અખરોટ ખાવાનું પસંદ કરતા હોય પણ કિસમિસ એવો સૂકો મેવો છે કે જે નાના હોય કે મોટા લગભગ દરેકને કિસમિસ ભાવતી જ હોય છે. તેનો ખાાટોમીઠો સ્વાદ બધાને પસંદ હોય છે. કિસમિસ એટલે કે સૂકી દ્રાક્ષ જેટલી સ્વાદિષ્ટ હોય છે તેટલી જ ગુણકારી પણ છે. તે સૂકી ખાવામાં જેટલી ગુણિયલ છે તેટલી જ તેને પાણીમાં પલાળીને તેનું પાણી પીવું લાભદાયી છે. હાર્ટ, કિડની, લિવર, પેટની ગરમી વગેરે ઘણી તકલીફમાં કિસમિસ અકસીર છે. તો ચાલો જાણી લઇએ તેના લાભ વિશે.

    દાદીમાનું વૈદુંઃ કરમ...

    શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો કરમની સમસ્યા અંગે.

    હાર્ટએટેક સ્ટ્રોકનું જોખમ ઘટ

    બપોરના કેટલાક પુખ્ત વયના લોકોને ઝોકા આવી જતાં હોય છે. આ સમયે થોડોક સમય કાઢીને નાનકડું ઝોકું ખાઇ લેવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ એક તબીબી સંશોધનના તારણ જણાવે છે. 

    ચલો આજ એક સાદા પાન હો જાએ......

    તમારું વજન વધી રહ્યું હોય અને કેલ્શિયમના અભાવે હાડકાં નબળાં પડી રહ્યાં હોવાથી તમે માર્ગદર્શન માટે ડાયેટિશ્યન પાસે પહોંચો અને એ તમને રોજ સાંજે ચાલવા જવાનું અને વોક લીધા બાદ સરસ મજાનું મીઠું પાન ખાવાનું કહે તો કેવું? આવું ડાયેટિંગ ખૂબ ગમેને?! કંઇક આવું જ સૂચન ડાયેટિશ્યન કમ ફિટનેસ એક્સપર્ટ કરી રહ્યા છે.

    ગળોના વધુ પડતા સેવનથી લિવરને

    કોવિડ-૧૯ મહામારી દરમિયાન જે કેટલાક ચોક્કસ આયુર્વેદિક અને પરંપરાગત ઔષધોનું સેવન કરાઇ રહ્યું છે તેમાં ગિલોય એટલે કે ગળો આગવું સ્થાન ધરાવે છે. કોઇ ટેબ્લેટ સ્વરૂપે તો કોઇ તાજી ગળોને પલાળીને તેના પાણીનું સેવન કરી રહ્યું છે, પરંતુ એલોપથી તબીબી નિષ્ણાતોનો દાવો છે કે ગિલોય કે ગળોનું વધુ પડતું સેવન શરીરને નુકસાન પહોંચાડી શકે છે.