છેલ્લા એક વર્ષમાં કોરોનાને કારણે ઊંઘની સમસ્યાથી પીડિત લોકોની સંખ્યામાં ૪૦ ટકા વધારો થયો છે. ઊંઘ સાથે સંકળાયેલો આ આંકડો ભલે અમેરિકાનો હોય, પરંતુ કોરોના કાળમાં દુનિયાભરમાં ઊંઘના આવા દુષ્પ્રભાવ જોવા મળી શકે છે. અમેરિકન એકેડમી ઓફ સ્લીપ મેડિસિનના મતે ગયા વર્ષે થયેલા એક સર્વેમાં ૨૦ ટકા અમેરિકન યુવાનોએ મહામારીને કારણે ઊંઘની સમસ્યા થયાનું જણાવ્યું હતું. માર્ચ-૨૦૨૧માં કરાયેલા સર્વેમાં પીડિતોની સંખ્યા ૬૦ ટકા પહોંચી ગઈ હતી. લોકો ઊંઘવા માટે પથારીમાં મોડે જઈ રહ્યા છે અને સામાન્ય દિવસોની સરખામણીએ વધુ સમય પથારીમાં પડ્યા રહે છે, જેના કારણે તેમના તન-મનનો તાલમેળ ખોરવાયો છે. ખરાબ ઊંઘના કારણે નબળી ઈમ્યુનિટી, ક્રોનિક ડિસીઝ જેમ કે ડિપ્રેશન, ટાઈપ-૨ ડાયાબિટીસ અને હૃદયરોગનું જોખમ વધે છે. રિસર્ચ જણાવે છે કે મહામારીમાં લોકોનું ઊંઘવાનું શિડ્યુલ ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આથી સારી ઊંઘ માટે કેટલાક નિયમો અપનાવી શકાય છે, જે સારી ઊંઘ લાવવામાં મદદરૂપ છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
દુનિયાભરમાં આજકાલ અભ્યાસ માટે કમ્પ્યૂટર, લેપટોપ અને સ્માર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. લખવા માટે પેન કે પેન્સિલનો ઉપયોગ ઘટી રહ્યો છે અને ટાઇપિંગનો ક્રેઝ વધી રહ્યો છે જેની સીધી અસર હસ્તાક્ષરો પર પડી છે. હવે નવા અભ્યાસમાં એ વાત જાણવા મળી છે કે જો તમે કંઈક નવું શીખવા માગતા હો તો ટાઇપિંગ કરતાં હાથે લખીને શીખશો તો વધુ ઝડપથી યાદ રહી જશે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનો અભ્યાસ કહે છે કે, વીડિયો જોઈને કે ટાઇપિંગથી કંઈક શીખવાની સરખામણીએ હાથથી લખીને શીખવું વધુ સારો વિકલ્પ છે.
આ યુગ એન્ગ્ઝ્યાઈટી (વ્યગ્રતા - ચિંતાતુરતા)નો છે અને કોરોનાકાળ પછી તો ટીનેજર્સ ભારે પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે તેમનો ઉછેર કેવી રીતે કરવો તે પણ ચિંતાનો વિષય છે. ન્યૂ યોર્કના નામાંકિત સાઈકોએનાલિસ્ટ્સમાંના એક અને પેરન્ટિંગ ગુરુ એરિકા કોમિસારના નવા પુસ્તક ‘Chicken Little the Sky Isn’t Falling: Raising Resilient Adolescents in the New Age of Anxiety’માં આ વિશે વિસ્તૃત છણાવટ કરવામાં આવી છે. પુખ્તાવસ્થામાં જઉં જઉં કરી રહેલા ટીનેજર્સને ઉછેરવાના તેમના પુસ્તકમાં માતાપિતા તેમના બાળકો માટે હાજર રહે તેનું મહત્ત્વ દર્શાવાયું છે.
પનીરનો સ્વાદ મોળો હોય છે, પરંતુ મોટા ભાગના લોકોને તે પસંદ હોય છે. તે કેટલું સોફ્ટ છે, નરમ છે તેના આધારે તેની તાજગીનો અંદાજ મેળવાતો હોય છે. કાચા પનીરનું સેવન સ્વાસ્થ્યવર્ધક છે. કાચા પનીરમાં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, ફોલેટ ઉપરાંત ઘણા ન્યૂટ્રીયન્ટસ સમાયેલા હોય છે. જે સુગરને પણ કન્ટ્રોલ કરે છે તેમજ માનસિક તણાવ પણ દૂર કરે છે.
કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં કિડની બહુ ખરાબ રીતે ડેમેજ થઈ રહી છે અને પેશન્ટમાં તેના કોઈ લક્ષણો પણ દેખાતાં ન હોવાનો દાવો અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના એક રિસર્ચમાં કરાયો છે. આ રિસર્ચ અનુસાર હોસ્પિટલમાં દાખલ કરાયેલા કોરોનાના દર્દીઓમાં કિડની ડેમેજ થવાનું જોખમ વધારે રહેલું છે. અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે કોરોનાથી રિકવર થનારા દર્દીઓમાં ધમનીઓ સાથે સંકળાયેલી સમસ્યા જોવા મળે છે. સેંટ લૂઇસ હેલ્થ કેયર સિસ્ટમ અને વોશિંગ્ટન યુનિર્વિસટીના રિસર્ચરોએ હેલ્થ ડેટાનું વિશ્લેષણ કર્યું હતું. જેમાં જોવા મળ્યું હતું કે, કિડનીના ડેમેજ થવાનું કારણ લોંગ કોવિડ છે.
ઘણાં માતા-પિતા બાળક અત્યંત નાનું હોવાના કારણે તેના દાંતની કાળજી પ્રત્યે બેદરકાર બની જાય છે. તેમને અંદાજ પણ નથી હોતો કે આ બેદરકારીની બાળકને ઘણી આકરી કિંમત ચૂકવવી પડી શકે છે. આ ઉંમરમાં જીવનના પહેલા દાંત આવવાની શરૂઆત થાય છે. એ શરૂઆત વિશેષ કાળજી માગે છે. શરીરના નાનામાં નાના ભાગનું આગવું મહત્વ હોય છે અને ઘણી વાર અંગ નાનું હોવાના કારણે આપણે એની અવગણના કરી દેતા હોઈએ છીએ. ક્યારેક એવું પણ બનતું હોય છે કે બાળક બોલી શકતું ન હોવાથી તેની મુશ્કેલી કે પીડા મા-બાપને સમજાતી નથી.
જો તમે માનતા હો કે કોરોના વાઇરસ પૃથ્વી ઉપરનો છેલ્લી મહામારી કે રોગચાળો છે તો એ તમારો ભ્રમ છે. તાજેતરનો એક અભ્યાસ કહે છે કે કોવિડ સાથે સંકળાયેલાં સંક્રમણોથી પણ મોટું જોખમ તોળાઇ રહ્યું છે અને દુનિયાએ આગામી સમયમાં વધુ રોગચાળા માટે કમર કસી લેવી પડશે.
કમરની આસપાસની વધારાની ચરબી હૃદયરોગ, ડાયાબિટીસ અને કેટલાક ખાસ પ્રકારના કેન્સરનું કારણ બની શકે છે. તબીબી નિષ્ણાો આ અંગે એક યા બીજા સમયે ચેતવણીનો સૂર ઉચ્ચારતા રહ્યા છે, અને લોકો પણ આ વાતને ગંભીરતાથી લેતા થયા છે જેથી વધુ પડતું વજન ઘટાડવાના મામલે જાગૃતિ વધી છે. લોકો વજન, અને ખાસ તો કમર આસપાસની ચરબી ઘટાડવા માટે અનેક પ્રયાસો કરતા જોવા મળે છે ત્યારે ધ બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટસ મેડિસિનના એક અભ્યાસનું તારણ જાણવા જેવું છે.
જે મહિલાઓ ગર્ભાવસ્થા દરમિયાન ડિપ્રેશનમાં રહે છે તેમનાં બાળકોની માનસિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. મોટા થતાં આ બાળકોમાં ડિપ્રેશનનું જોખમ તેમના સમકક્ષોની તુલનાએ વધુ રહે છે. બ્રિસ્ટલ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સ્ટડીના આધારે આ દાવો કર્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે પ્રસૂતિ બાદ મહિલાને ડિપ્રેશન થાય તો બાળકોમાં જોખમ વધી જાય છે.
આજકાલ મોટા ભાગના રોગો એવા હોય છે જેનાં કોઈ ખાસ લક્ષણો હોતાં નથી તો ઘણામાં લક્ષણો છૂપાં હોય છે જે સામે આવતાં નથી. આ પરિસ્થિતિમાં સમજી શકાય કે રોગનું નિદાન અઘરું છે, પરંતુ ઘણી વખત એવું બને છે કે લક્ષણ એટલું સામાન્ય હોય છે કે વ્યક્તિ એને અવગણે છે અને એને લીધે માંદગી વધતી જાય છે. સામાન્ય રીતે લોકોને હાથ-પગ દુખવા, માથું દુખવું, તાવ આવવો, શરદી-ઉધરસ થવા જેવી તકલીફો થતી જ રહેતી હોય છે, જેના વિશે લોકો મોટા ભાગે ચિંતા કરતા નથી. આવું જ એક સામાન્ય લક્ષણ છે થાક.
