સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    હેલ્થ ટિપ્સઃ કોળા વિશે શું જાણ...

    પશ્ચિમી દેશોમાં હેલોવિનના તહેવાર દરમિયાન કોળાને સજાવવાનું આગવું મહત્ત્વ છે. આ ઉપરાંત થેન્ક્સગિવિંગ માટે પણ કોળાનો ઉપયોગ થાય છે. આપણા ગુજરાતી પરિવારોમાં જોકે, અન્ય શાકની સરખામણીએ સસ્તા અને સહેલાઈથી મળતાં કોળાની એટલી કદર નથી. ઘણાને ખ્યાલ નહીં હોય કે પીળું કોળુ પોષક તત્વોથી ભરપૂર અને ઓછી કેલેરી તથા વિપુલ વિટામિન ધરાવે છે.

    બાળકોને નાસ્તાના એક બાઉલમાં જ વધુપડતી સુગર અને મીઠું મળે છે

    બ્રિટિશ બાળકો અને વયસ્કોમાં સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે ત્યારે લંડનની ક્વીન મેરી યુનિવર્સિટીના સંશોધકોએ દાવો કર્યો છે કે બાળકોનાં નાસ્તાના એક બાઉલમાં ૫ બિસ્કિટ જેટલી ખાંડ હોય છે. બાળકો માટેના કહેવાતા પૌષ્ટિક ૧૨૬ ઉત્પાદનોના  વિશ્લેષણમાં માત્ર બે પ્રોડક્ટ જ માપદંડ મુજબની હતી જ્યારે ૯૨ ટકા ઉત્પાદનોમાં ખાંડ અને ૬૦ ટકામાં મીઠાંનું પ્રમાણ જરુરિયાતથી વધારે જોવાં મળ્યું હતું.

    બેદરકારી વધારશે ડાયાબિટીસથી

    ડાયાબિટીસના દર્દીઓને વિવિધ પ્રકારના પ્રોબ્લેમ થતા હોય છે. જો મધુપ્રમેહના દર્દીઓને લાંબા સમય સુધી લોહીમાં શર્કરાનું ઊંચુ પ્રમાણ રહે અને તેનો જલદી ઉપચાર કરાવવામાં ન આવે તો દૃષ્ટિપટલ દોષ અથવા રેટિનોપેથી નામનો રોગ થવાની શક્યતા રહે છે. આ રોગ વધુ વકરે તો વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે. લોહીમાં ગ્લુકોઝનું વધુ પ્રમાણ હોવાથી દૃષ્ટિપટલ કે રેટિનાની રક્તવાહિનીઓ અને કોષિકાઓ ક્ષતિગ્રસ્ત થઈ જવાની સમસ્યા સર્જાય છે. આ સમસ્યાને લીધે રેટિનાને આવશ્યક તત્ત્વોની ઊણપ વર્તાય છે.

    હેલ્થ ટિપ્સઃ શંખપુષ્પીઃ યાદશ

    આયુર્વેદમાં કેટલીક વનસ્પતિઓ-ઔષધિઓને ‘મેધ્ય’ કહેવામાં આવી છે. (મેધ્ય એટલે બુદ્ધિ અને સ્મરણશક્તિને વધારનાર) આ મેધ્ય ઔષધિઓમાં બ્રાહ્મી, શંખાવળી, વચા વગેરેનો સમાવેશ થાય છે. આમાંથી ‘શંખાવળી’ના ગુણકર્મો અને ઉપયોગો અંગે આયુર્વેદની દૃષ્ટિએ થોડીક જાણકારી મેળવીએ.

    ખૂબ કસરત કરો છો, છતાં વજન નથી ઉત...

    ઓબેસિટી (મેદસ્વિતા) આજકાલ સૌના માટે માથાના દુખાવારૂપ સમસ્યા બની રહી છે. બાળકોથી લઈને સિનિયર સિટિઝન્સ સહુ કોઇ વધુ પડતા વજનના ભરડામાં છે. આ જ કારણસર વેઇટ-લોસ માટે જાતજાતનાં ગતકડાં ચલણમાં છે. ઇન્ટરમિટન્ટ ડાયટ, ક્રેશ ડાયટ, કીટો ડાયટ, એટ્કિન્સ ડાયટ, ઝોન ડાયટ, રો ફૂડ ડાયટ એમ ડાયટ-પ્લાનની લાંબી યાદી છે. હવે ડાયટની સાથે એક્સરસાઇઝનું મહત્ત્વ પણ સમજાયું છે ત્યારથી વેઇટ-લોસ માટે તત્પર લોકો એક્સરસાઇઝમાં પણ કોઈ કચાશ રાખતા નથી. છતાં ઘણી વાર લોકોની ફરિયાદ રહે છે કે ખૂબ કસરત કરું છું પરંતુ વજન ઘટતું જ નથી. હાથ-પગ પરથી ચરબી ઊતરે છે, પણ પેટ પરનું ટાયર ઘટતું જ નથી. બહુ એક્સરસાઇઝ કરવા છતાં એનાં હેલ્થ-બેનિફિટ્સ નથી મળતાં એનું કારણ શું?

    હેલ્થ ટિપ્સઃ સ્ટ્રેસ ઘટાડશે આ...

    આજકાલ અનેક લોકો ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સ્ટ્રેસ જેવા જીવનશૈલી સંબંધિત રોગોથી પીડાતા જોવા મળે છે. તેમાંય કામના અસહ્ય દબાણને કારણે વ્યક્તિ સતત સ્ટ્રેસમાં રહેતી હોય છે. માનસિક તણાવમાંથી બચવા માટે જીવનશૈલીમાં તો બદલાવ કરવો આવશ્યક છે જ સાથોસાથ તેને અનુરૂપ ભોજનશૈલી પણ અપનાવવી જોઇએ. કેટલાક ખાદ્ય પદાર્થો એવા છે જેને તમે ભોજનમાં કે રોજિંદી જીવનશૈલીમાં સામેલ કરશો તો તે મેન્ટલ સ્ટ્રેસ - માનસિક તણાવ હળવો કરવામાં ઘણા ઉપયોગી બનશે.

    વિશ્વમાં કોરોનાના થર્ડ વેવનો

     વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના વડા ટેડ્રોસ ગેબ્રિયસે ચેતવણી ઉચ્ચારી છે કે ડેલ્ટા વેરિઅન્ટના કારણે વિશ્વમાં કોરોના મહામારીના થર્ડ વેવનો પ્રારંભ થઇ ચૂક્યો છે. દુર્ભાગ્યે આપણે થર્ડ વેવના પ્રારંભિક તબક્કામાં પ્રવેશી ચૂક્યા છીએ. તેમણે જિનિવામાં જણાવ્યું હતું કે, ડેલ્ટા વેરિઅન્ટ કોરોના સંક્રમણના કેસ અને મોતની સંખ્યામાં વધારો કરી રહ્યો છે.

    દાદીમાનું વૈદુંઃ ખીલ...

    શારીરિક-માનસિક આધિ-વ્યાધિના ઘરગથ્થુ ઉપચારો... આ સપ્તાહે જાણો ખીલની સમસ્યા વિશે.