વહેલા સૂઈને વહેલા ઊઠે તે વીર, બળ, બુદ્ધિને ધન વધે સુખમાં રહે શરીર. ગુજરાતીમાં આ ઉક્તિને હવે પશ્ચિમી દેશોમાંથી સમર્થન મળવા માંડયું છે. જોકે વહેલા ઊઠવું એ કંઈ ખાવાના ખેલ નથી. મીઠી નીંદર માણતાં હોઈએ ત્યારે એલાર્મ વાગે ત્યારે કોઈ ત્રાસવાદીએ હુમલો કર્યો હોય એવું ફીલ થયા વિના ન રહે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
કુદરતની નજીક રહેવું આરોગ્ય માટે તો સારું જ છે, પરંતુ તેનાથી ભાવનાત્મક અને વર્તન સંબંધિત મુશ્કેલીઓથી પણ છુટકારો મળે છે. ખાસ કરીને જે બાળકોનું એક્સપોઝર હરિયાળી સાથે વધુ હોય છે, મતલબ કે જંગલ અને વૃક્ષોની સાથે વધુ નિકટતા કેળવે છે તેમનું લાગણીશીલ અને ભાવનાત્મક જોડાણ વધુ હોય છે એટલું જ નહીં તેમના મગજ પણ વધારે વિક્સે છે. આવો અભ્યાસ યુનિવર્સિટી કોલેજ ઓફ લંડન (યુસીએલ) અને ઈમ્પિરિયલ કોલેજના વૈજ્ઞાનિકોની ટીમ દ્વારા કરાયો છે. અભ્યાસના આધારે સંશોધકોનું કહેવું છે કે, મહામારીના ખાત્મા સાથે કુદરત સાથે નાતો રાખવો વધુ જરૂરી થયો છે. કારણ કે, આ સમયમાં બાળકો મોટા ભાગનો સમય ઘરની અંદર વિતાવે છે.
નિયમિત કસરત કરવા અને દીર્ઘ જીવન વચ્ચે સંબંધ હોવાનું એક અભ્યાસે જણાવ્યું છે. ભારે હવાઈ પ્રદૂષણ ધરાવતા શહેરોમાં પણ કસરત આવો લાભ આપે છે. ચાઈનીઝ યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સંશોધનમાં ૨૦૦૧-૨૦૧૬ના ૧૫ વર્ષના ગાળામાં તાઈવાનના ૩૮૪,૧૩૦ પુખ્ત લોકો પર નજર રખાઈ હતી. સંશોધનમાં PM2.5s તરીકે જાણીતા પ્રદૂષણના વાતાવરણમાં લાંબો સમય રહેવાથી આયુષ્માં ઘટાડો થવાના તારણોને સમર્થન અપાયું છે.
ઝ્યુરિચસ્થિત ઈમ્યુનોલોજિસ્ટ પ્રોફેસર ડો. સાઈ રેડ્ડીએ ચેતવણી આપી છે કે નવો ‘કોવિડ-૨૨’ વેરિએન્ટ હાલ વિશ્વમાં પ્રસરેલા ડેલ્ટા વેરિએન્ટથી પણ વધુ ખતરનાક હશે. તેમણે કહ્યું છે કે વિશ્વે ૨૦૨૨માં દેખા દેનારા નવા કોરોના વાઈરસ વેરિએન્ટના સામનાની તૈયારી કરવી પડશે. પ્રોફેસર સાઈ રેડ્ડીએ જણાવ્યું છે કે વર્તમાન ડેલ્ટા (ભારત), બીટા (સાઉથ આફ્રિકન) અને ગામા (બ્રાઝિલ) વેરિએન્ટ્સમાંથી સંયુક્તપણે નવા જીવલેણ વેરિએન્ટનો ઉદ્ભવ થશે.
અરમાન અત્યંત સંવેદનશીલ છે, બીજાની ખૂબ જ કાળજી રાખે છે, પોતાના કામમાં પણ અવ્વલ છે. પણ ક્યારેક અચાનક જ તેનું બિહેવિયર અત્યંત વિચિત્ર થઈ જાય છે. જે વ્યક્તિ સામે હાજર નથી, અરે, આ દુનિયામાં નથી એવી વ્યક્તિ તેને દેખાવા લાગે છે અથવા તો તેનો અવાજ સંભળાય છે. રેસ્ટોરાંમાં તેની સામેનું ટેબલ ખાલી હોવા છતાં તે ખૂબ તલ્લીન થઈને સામેવાળી વ્યક્તિ (જે ખરેખર કોઈ છે જ નહીં) સાથે વાતો કરે છે. તે ઘણી વાર સાવ જ અવાસ્તવિક લાગે એવી ડાહી ડાહી વાતો કરે છે તેને લાગે છે કે બધા તેની સાથે જુઠ્ઠું બોલે છે ને પોતે જેને જોઈ શકે છે, જેની સાથે વાતો કરી શકે એ તેમને દેખાતા નથી એવો ઢોંગ કરે છે. અચાનક જ તેને પોતાના શરીર પર જીવજંતુઓ ફરતા હોય એવો ભાસ થતાં તે બરાડી ઊઠે છે અને ચિલ્લાય છે કે આ વીંછીઓ મારા શરીર પર ફરી રહ્યા છે એને ભગાવો હકીકતમાં તેની બોડી પર ક્યાંય એક મચ્છર પણ નથી ચોંટેલું હોતું.
લોકોમાં એવો ભ્રમ છે કે ૨૦ વર્ષની ઉંમર પછી વજન વધવાનું શરૂ થઇ જાય છે, કેમ કે એવું મનાય છે કે આ ઉંમર પછી મેટાબોલિઝમ (શરીર જે દરે કેલરી બર્ન કરે છે) ધીમું થવા લાગે છે. ખાસ કરીને આધેડ ઉંમરમાં. એવી ધારણા રહી છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું મેટાબોલિઝમ ધીમું હોય છે. તેથી તેમને વજન ઘટાડવામાં તકલીફ પડે છે. વાસ્તવમાં આ બધી જ માન્યતાઓ ખોટી છે.
ભારતીય રસોડામાં અનેક મસાલાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે એ જાણો છો કે આ મસાલા સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે સ્વાસ્થ્યને સુધારવામાં પણ બહુ ઉપયોગી બને છે? આ કારણસર જ રસોઇમાં માપસર નિયત મસાલાઓનો યોગ્ય રીતે ઉપયોગ થાય તે જરૂરી છે.
વિશ્વમાં કેર વર્તાવી રહેલા કોરોના વાઇરસનું જોખમ પુખ્તોમાંથી બાળકોમાં શિફ્ટ થવાનો ભય છે. તાજેતરમાં પ્રસિદ્ધ થયેલાં એક અભ્યાસના તારણ અનુસાર કોરોના વાઇરસ (SARS-CoV-2) આગામી કેટલાક વર્ષોમાં અન્ય સામાન્ય શરદીવાળા કોરોના વાઇરસની માફક વ્યવહાર કરી શકે છે.
દરરોજ સલાડ ખાવાથી આરોગ્યને ભરપૂર લાભ થાય છે. ચાલો, આપણે તેના વિશે જાણીએ. તમને રાત્રે સુતી વેળા એક કપ લેટ્યુસ (lettuce) વોટર પીવાનું કેવું લાગશે? ટિકટોક પર આ નવું ચાલ્યું છે. હેશટેગ #lettucewater સાથે વીડિયોઝને ૩૫ મિલિયન વખત જોવાયાં છે. રાત્રે સૂતી વખતે પીવા માટે ગરમ પાણીના એક કપમાં લેટ્યુસના પાન ડુબાડીને રાખો. નિષ્ણાતો કહે છે કે આ પાણી પીવાથી તમને ગાઢ નિદ્રા આવશે. આના સમર્થનમાં વૈજ્ઞાનિક પુરાવા ઓછાં છે પરંતુ, લેટ્યુસમાં ટ્રિપ્ટોફાન (tryptophan) એમિનો એસિડ છે જેનાથી શરીર નિદ્રા લાવતા હોર્મોન્સ સેરોટોનિન અને મેલાટોનિન બનાવે છે. બ્રિટિશ ડાયેટેટિક એસોસિયેશન (BDA)ના ડાયેટિશિયન બાહી વાન ડે બોર કહે છે કે, ‘કોઈ પણ એક ફૂડથી નિદ્રા આવતી હોવાનું પુરવાર થયું નથી.’
અમેરિકાના ટેક્સાસમાં માસ્કવિરોધી આંદોલનના પ્રણેતા સેલેબ વોલેસનું કોરોનાથી સંક્રમિત થયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. શનિવારે વોલેસની પત્ની જેસિકાએ આ જાણકારી આપી હતી.
