સદાબહાર સ્વાસ્થ્ય

No

Block: Site: Subtree Block

    પ્રકૃતિની ૧૦ મિનિટ સહેલગાહ બા

    કોરોના કાળમાં જો તમારાં બાળકો પણ ચીડિયા થઇ રહ્યાં હોય તો તેનો અકસીર ઇલાજ એ છે કે તેમને માત્ર ૧૦ મિનિટ માટે પ્રકૃતિની સહેલગાહે લઇ જાવ. ૩૭૬ પરિવાર પર કરાયેલા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે કોરોના કાળમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના મોટાભાગનાં બાળકો ઘરમાં જ રહેવાને કારણે ચીડિયા થઇ ગયાં હતા.

    મગફળી હૃદયરોગનું જોખમ ઘટાડે છ

    મગફળી ખાવાથી એશિયાઇ લોકોમાં હૃદયરોગનું જોખમ ઘટે છે તેવો દાવો જાપાનની ઓસાકા યૂનિર્વિસટીના સંશોધનકારોએ પોતાના તાજેતરના રિસર્ચમાં કર્યો છે. અભ્યાસ અનુસાર જાપાનમાં રહેતા જે એશિયાઇ મહિલાઓ અને પુરુષોએ રોજની સરેરાશ ૪-૫ મગફળી ખાધી હતી તેમનામાં સ્ટ્રોક અને હૃદયની બીમારીઓનું જોખમ ઘટી ગયું હતું.

    દિવસે ઝોકાં ખાતાં લોકોને હાર્

    દિવસમાં ગમેત્યાં ઝોકાં ખાતાં લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. ચીનની ગુઆંઝો મેડિકલ યુનિર્વિસટીના નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જણાયું છે કે એક દિવસમાં એક કલાક અથવા તો તેનાથી વધારે સમય સુધી ઝોકાં ખાવાથી અપમૃત્યુ કે રોગનાં જોખમમાં ત્રીજા ભાગનો વધારો થાય છે.

    કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલના...

    કોવિડ-૧૯ મહામારીની બીજી લહેર બાદ હવે મેડિકલ ટુરિઝમ એટલે કે તબીબી સારવાર માટે વિદેશથી આવતા દર્દીઓને ભારતમાં સારવાર લેવા માટે પરવાનગી અપાય છે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા અને આફ્રિકાના દેશોમાંથી ગંભીર બીમારી ધરાવતા દર્દીઓ વધુ સારવાર માટે ભારત આવે છે કારણ કે આ દેશોમાં આધુનિક સારવાર ઉપલબ્ધ નથી અને સારવારનો ખર્ચ ખૂબ વધુ છે.

    હેલ્થ ટિપ્સઃ બરફ જેવી ફટકડી છે...

    પાણીની શુદ્ધિ માટે ફટકડી (એલમ)નો ઉપયોગ કરવામાં આવતો હોવાનું તો આપણે સહુ જાણીએ છીએ, પરંતુ બહુ ઓછા લોકો જાણતા હશે તે નેચરલ ડિઓડરન્ટ છે. આથી સિવાય પણ ફટકડીના બીજા ઘણાં ઉપયોગો છે, જે આપણા માટે ઘણાં લાભદાયી સાબિત થઈ શકે એમ છે. તો આવો આજે તેના વિશે જાણી લઈએ.

    વજન ઉતારવું છે? નિયત સમયે જમો, ન...

    ભોજન માટેનો શ્રેષ્ઠ સમય કયો? એવું પૂછવામાં આવે તો તરત જ આપણે કહીશું કે ભૂખ લાગે ત્યારે. પૌરાણિક સમજ પ્રમાણે એ ખૂબ જ સાચી વાત છે, પરંતુ બદલાતી લાઇફસ્ટાઇલને કારણે આપણા શરીરનો ભૂખ લાગવાનો સમય પણ બદલાઈ ગયો છે. મોટા ભાગના કિસ્સાઓમાં તો જ્યારે ભૂખ લાગે છે એ શરીરની જરૂરિયાત માટેની નહીં, પણ જીભના ચટાકા પૂરા કરવા માટેની ભૂખ હોય છે. આજે આપણે આ જ વાતને જરા વિગતવાર સમજશું.

    મહિલાઓને રસ્તા ઝડપથી યાદ રહે છ...

    કાયમ એવું કહેવાય છે કે, મહિલાઓને રસ્તા યાદ રહેતા નથી કે નકશો અપાય તો પણ તે સમજી શકતી નથી. હવે રિસર્ચ આ વાતને ખોટી સાબિત કરી રહી છે. પ્રતિષ્ઠિત સાયન્સ જર્નલ ‘મેમરી એન્ડ કોગ્નિશન’ના રિસર્ચ અનુસાર યાદશક્તિ બાબતે મહિલાઓ પુરુષો કરતાં અનેકગણી આગળ છે. 

    તબીબીવિશ્વની સિદ્ધિઃ માનવશરી...

    તબીબીજગતે માનવશરીરમાં ભૂંડની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરીને અનોખું સિમાચિહ્ન હાંસલ કર્યું છે. એનવાયયુ લેંગોન ટ્રાન્સપ્લાન્ટ ઇન્સ્ટિટ્યુટના ડોક્ટરોએ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે આ સફળતા મેળવી છે. 

    મિક્સ-મેચ વેક્સિન કોવિડ-૧૯ સામ...

    વિખ્યાત મેડિકલ જર્નલ લાન્સેટ દ્વારા સ્વીડનમાં હાથ ધરાયેલા અભ્યાસના તારણમાં જાણવા મળ્યું છે કે એક જ પ્રકારની વેક્સિનના બે ડોઝ લેવાને બદલે બે અલગ અલગ વેક્સિનના ૧-૧ ડોઝ લેવામાં આવે તો સંક્રમણથી બચવામાં ઘણો ફાયદો થાય છે. સ્વીડનમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણના તારણ મુજબ જે લોકો માત્ર એસ્ટ્રાઝેનેકાના બંને ડોઝ લઇ ચૂક્યા હોય તેમના મુકાબલે જે લોકોએ એસ્ટ્રાઝેનેકા વેક્સિનનો એક ડોઝ લીધા પછી એમઆરએનએ વેક્સિનનો બીજો ડોઝ લીધો હોય તેમના કિસ્સામાં સંક્રમણનો ખતરો ઓછો માલૂમ પડયો છે.

    ઊંઘ નથી આવતી? હૂંફાળું દૂધ પીવ

    ઘણી વખત રાતે સૂતા પહેલાં હૂંફાળું દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે. તેની પાછળ એક નહીં, અનેક કારણો રહેલાં છે. તજજ્ઞોના જણાવ્યા અનુસાર, હૂંફાળુ દૂધ અનિદ્રાની સમસ્યા દૂર કરે છે. ચીનના નેશનલ નેચરલ સાયન્સ ફાઉન્ડેશનના રિસર્ચમાં પણ આ વાત સાબિત થઈ છે.