કેનેડાની ૭૦ વર્ષનાં એક મહિલા વિશ્વના પ્રથમ ક્લાઈમેટ ચેન્જના દર્દી બન્યા છે. આ મહિલાને શ્વાસ લેવામાં તલીફ થઈ રહી છે. દર્દીની તપાસ કરનારા ડોક્ટર્સનું કહેવું છે કે દર્દીની હાલની સ્થિત માટે લૂ અને ખરાબ એર ક્વોલિટી જવાબદાર છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
એલચી કે ઈલાયચીને સામાન્ય ભાષામાં નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે. તે તીખા અને આંશિક રીતે મધુરરસ યુક્ત, સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે. તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે. તે વાયુનો નાશ કરનારી છે. તે કફ, શ્વાસ, ખાંસી, મસા અને મૂત્ર કરતી વખતે થતી પીડાને દૂર કરનારી છે. તે ભોજનમાં રૂચિ વધારે છે. જોકે ગર્ભવતી સ્ત્રીઓએ ખૂબ ધ્યાનપૂર્વક તેનો પ્રયોગ કરવો. વૈદ્યકીય સલાહ અને માર્ગદર્શન હેઠળ તેનો અનેકવિધ પ્રકારે ઉપયોગ કરી શકાય.
કોરોના મહામારીના કારણે વિશ્વના ઘણા દેશોમાં સરેરાશ આયુષ્યમાં ઘટાડો નોંધાયો છે. એક અંદાજ પ્રમાણે કોરોના મહામારીના કારણે ૩૧ દેશોમાં ૨૮ મિલિયન વર્ષ જિંદગી છીનવાઇ ગઇ છે.
મોબાઇલ ફોન, ટેબલેટ કે કમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય બેસી રહેવાના કારણે આંખોને નુકસાન થાય છે એ જાણીતી વાત છે, પણ હાલમાં જ થયેલા અભ્યાસમાં ઘટસ્ફોટ થયો છે કે વધુ પડતા સ્ક્રીન ટાઇમથી આંખોને અગાઉની ધારણા કરતા વધુ નુકસાન થાય છે.
૬૫ વર્ષનાં અત્સુકો કાસા નિવૃત્ત થયા તો તેમને ઘરમાં બેસીને પૌત્ર-પૌત્રી સાથે રમવાનું બહુ પસંદ પડ્યું નહીં. તેઓ એવી લાગણી પણ અનુભવતાં હતાં કે તેમનું સ્વાસ્થ્ય કથળી રહ્યું છે. આથી તેમણે જાપાનના ૭ લાખ બીજા સિનિયર સિટિઝનની જેમ સિલ્વર જિનજાઇ સંગઠનમાં રજિસ્ટ્રેશન કરાવ્યું. હવે તેઓ ફરી કામે ચઢવા માગે છે.
અમેરિકનોએ લોકડાઉન દરમિયાન કોરોનાથી બચવા માટે પેઇનકિલરનો બેફામ ઉપયોગ કર્યો. તેના કારણે મે ૨૦૨૦થી એપ્રિલ ૨૦૨૧ દરમિયાન પેઇનકિલરના ઓવરડોઝથી એક લાખથી વધુના મોત થયાં છે. યુએસ એજન્સી સીડીસીના રિપોર્ટ મુજબ ડ્રગ ઓવરડોઝથી થતાં મોતમાં ગત વર્ષની તુલનાએ ૩૦ ટકા વધારો થયો છે જ્યારે છેલ્લાં પાંચ વર્ષમાં આ આંકડો બમણો થઇ ચૂક્યો છે. ડ્રગ ઓવરડોઝનો આ આંકડો અમેરિકામાં કોરોનાકાળની આડઅસર તરીકે સામે આવ્યો છે.
આજના યુગમાં ઇન્ટરનેટ ક્નેક્ટેડ મોબાઇલ, ટેબ્લેટ, લેપટોપ સ્ટુડન્સના જીવનના ભાગ બની ચૂક્યા છે. તેને સંપૂર્ણપણે રોકી શકાય નહીં એ સાચું, પણ વાલીઓને ચિંતા એ વાતની છે કે, તેની અસર બાળકોની આંખોની સાથે-સાથે તેમના મગજ પર પણ પડી રહી છે. આ સ્થિતિમાં બાળકોના જીવનમાં ડિજિટલ ઇન્ટરફેસને કેવી રીતે ઘટાડી શકાય છે.
આપણાં રસોડામાંના ખાદ્યપદાર્થ જ આપણી ઘણી તકલીફનો ઇલાજ બની રહે છે તેવું મોટા ભાગના કિસ્સામાં બનતું હોય છે, પરંતુ આપણને તે વિશે જાણકારી જ નથી હોતી. રસોડાના આ ખાદ્યપદાર્થ આપણાં શરીર માટે જેટલા ગુણકારી હોય છે એટલી તો મોંઘા ભાવની દવા પણ ગુણકારી હોતી નથી.
અમેરિકાની સિનિયર નર્સ જૂલીએ મૃત્યુ પૂર્વેની અંતિમ ક્ષણોમાં દર્દીની સ્થિતિ અંગે સોશિયલ મીડિયામાં બહુ રસપ્રદ ખુલાસો કર્યો છે. તેનું કહેવું છે કે મોટા ભાગની વ્યક્તિઓ મૃત્યુની વેળાએ એક જ પ્રકારની વાત કરે છે.
કોરોનાના કારણે કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે તે સાચું, પણ તેનાથી લોકોની કરોડરજ્જુને ઘણું નુકસાન પહોંચી રહ્યું છે તે પણ વરવી વાસ્તવિક્તા છે.
