ઘણી વખત બે લોકો એક સાથે ફિટનેસ અને ડાયેટનું એક સરખું રૂટીન ફોલો કરતાં હોય છે. જેમાંથી એક વ્યક્તિ થોડા સમયમાં સિક્સ પેક બનાવવામાં સફળ રહે છે જ્યારે બીજાને લાંબો સમય લાગે છે. વૈજ્ઞાનિકોએ તાજેતરના રિસર્ચમાં આનું કારણ જણાવ્યું છે. તેઓનું કહેવું છે કે આવું થવાનું એક કારણ વ્યક્તિના જિન્સ હોઇ શકે છે. નબળા ડીએનએ ધરાવતા લોકોમાં એક્સસાઇઝ છતાં તેની મોડી અસર થાય છે જ્યારે સ્ટ્રોંગ ડીએનએ ધરાવતા લોકોમાં આની અસર જલ્દીથી જોવા મળે છે.
સદાબહાર સ્વાસ્થ્ય
Block: Site: Subtree Block
ઉંમર વધવાની સાથે મગજમાં અનેક પરિવર્તનો આવે છે. જેમ કે, ઓછું સંભળાવું, આંખોનું તેજ ઝાંખુ પડવું, વધતી વય સાથે શરીરની ગતિ ધીમી પડતી જાય છે અને યાદશક્તિ પણ ઓછી થતી જાય છે. બ્રેન-સ્કેન ટેક્નિક દ્વારા જાણી શકાય છે કે, વૃદ્ધાવસ્થામાં તમારું મગજ કેટલું સંકોચાઈ ગયું છે. મગજ સંકોચાવાને કારણે જ યાદશક્તિ પર તેની અસર પડે છે. જો મગજને એક્ટિવ રાખવામાં આવે તો આ સમસ્યામાંથી બચી શકાય છે. આ માટે શું કરવું જોઇએ? વાંચો આગળ...
બ્રિટનની ધ ચિલ્ડ્રન સોસાયટીએ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે ૧૦થી ૧૫ વર્ષની વયમાં જીવનથી નાખુશ બાળકોની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઇ છે. એસેક્સ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે ૨૦૧૮-૧૯માં ૧૦થી ૧૫ વર્ષની વયના ૬.૭ ટકા બાળકો તેમના જીવનથી ખુશ જણાયાં નથી. જ્યારે ૨૦૦૯-૧૦માં આ પ્રમાણ માત્ર ૩.૮ ટકા હતું.
ગર્ભાવસ્થામાં હળવો વ્યાયામ ગર્ભસ્થ શિશુ માટે ફાયદાકારક છે. નિયમિત વ્યાયામથી તેના ફેફસાં મજબૂત થાય છે અને અસ્થમાનું જોખમ પણ સાવ ઘટી જાય છે. આમ કહેવું છે નોર્વેની ઓસ્લો યુનિવર્સિટીના વિજ્ઞાનીઓનું. તેમણે ૮૦૦ મહિલા પર કરેલા એક અભ્યાસ બાદ જાણ્યું કે વ્યાયામ ન કરતી મહિલાઓના બાળકને અસ્થમાનું જોખમ વ્યાયામ કરતી સગર્ભાઓથી બમણું રહે છે.
દરેક ભારતીય ઘરમાં લવિંગ હોય જ છે. લવિંગ એક એવો તેજાનો છે જે ભોજનનો સ્વાદ અને લિજ્જત વધારે છે તો આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે. હવે એક નવા સ્ટડીમાં એવું બહાર આવ્યું છે કે લવિંગનું નિયમિત ધોરણે સેવન કરવાથી વજન પર કાબૂ મેળવી શકાય છે. નિયમિત રીતે લવિંગ ચાવવાથી મેદસ્વિતા ઘટાડી શકાય છે. લવિંગ વિટામિન સી, ફાયબર, મેંગેનીઝ, એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન કેથી ભરપૂર હોય છે.
આ વેરિયન્ટને પ્રારંભે B.1.1.529 નામથી ઓળખાતો હતો, પરંતુ ગયા શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા તેને ઓમિક્રોન નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે તે ખૂબ જ વધુ પ્રમાણમાં મ્યુટેટ થયેલો વેરિયન્ટ છે. સાઉથ આફ્રિકામાં સેન્ટર ફૉર એપિડેમિક રિસ્પોન્સ એન્ડ ઇનોવેશનના ડિરેક્ટર પ્રોફેસર તુલિઓ ડી ઓલિવિએરાએ આ વિશે કહ્યું હતું કે, આ વેરિયન્ટમાં ‘મ્યુટેશનનું અસામાન્ય સંયોજન હતું’ અને તે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલા અન્ય વેરિયન્ટ કરતાં ‘ખૂબ જ અલગ’ છે.
કોવિડની વેક્સિન કોવિશિલ્ડ તથા કોવાક્સિન બોત્સ્વાના સ્વરૂપ ઓમિક્રોનને નામે ઓળખાવાયેલા વાઈરસના છેલ્લામાં છેલ્લા સ્વરૂપનો ચેપ (ઈન્ફેક્શન) લાગતાં દરદીના હોસ્પિટલાઈઝેશન કે તેના મોતની સંભાવનાને અટકાવી શકે એમ વાઈરોલોજીસ્ટો તથા ચેપી રોગોના નિષ્ણાતોએ જણાવ્યું છે
આર્યુવેદમાં બતાવેલા છ રસ એટલે કે મધુર-મીઠો, અમ્લ-ખાટો, વલણ-ખારો, કટું-તીખો, તિક્ત-કડવો અને કષાય-તુરો. આર્યુવેદમાં દ્રવ્યોનું વર્ગીકરણ રસને આધારે પણ કરાયું છે. સમાન રસ-સ્વાદ ધરાવતાં દ્રવ્યો સમાન ગુણવાળાં હોય છે. એટલે કે સ્વાદને ગુણ જાણવાથી અથવા એ સ્વાદ-રસ શરીરને કઇ રીતે અસર કરે છે. એ જાણવાથી, તે દ્રવ્યનાં ગુણ સમજી શકાય.
દુનિયાભરમાં કાર્યસ્થળે મેન્ટલ સ્ટ્રેસના કારણે કરોડો લોકો જાતભાતની શારીરિક અને માનસિક બીમારીઓથી પીડાઈ રહ્યા છે. હવે એક રિપોર્ટ પ્રમાણે કામના કલાકો વધુ હોવાના કારણે હૃદયને લગતી બીમારીઓનો ખતરો અનેકગણો વધી ગયો છે.
આજકાલ પ્લાસ્ટિકની બનેલી ચીજવસ્તુઓનો વધુ પડતો વપરાશ લોકો માટે સ્લો પોઇઝન સમાન સાબિત થઇ રહ્યો છે. અમેરિકન વૈજ્ઞાાનિકોએ આ અંગે લોકોને એલર્ટ કરતા કહ્યું છે કે બાળકોના રમકડાં, શેમ્પૂ અને ખાવાના પ્લાસ્ટિક કન્ટેનરમાં રહેલા કેમિકલ્સથી દર વર્ષે એક લાખ લોકોના અકાળે મોત થઇ શકે
