રમતગમત

No

Block: Site: Subtree Block

    અફઘાન ક્રિકેટરનો હૈદરાબાદમાં...

    અફઘાનિસ્તાનનો મોહમ્મદ નબી આઇપીએલમાં ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદાયેલો પોતાના દેશનો પ્રથમ ક્રિકેટર બન્યો છે. આઇપીએલ-૯માં ચેમ્પિયન સનરાઇઝર્સ હૈદરાબાદે તેને ૩૦ લાખ રૂપિયાની બેઝ પ્રાઇઝમાં ખરીદ્યો છે. 

    ફાસ્ટેસ્ટ ૨૫૦ઃ અશ્વિને ડેનીસ લ

    ભારતીય સ્પિનર અશ્વિને બાંગ્લાદેશ સામેની એકમાત્ર ટેસ્ટમાં પ્રવાસી ટીમની પ્રથમ ઈનિંગમાં રહીમને આઉટ કરવાની સાથે કારકિર્દીની ૪૫મી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. આ સાથે અશ્વિને આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ટેસ્ટમાં ૨૫૦ વિકેટ ઝડપવાનો ઓસ્ટ્રેલિયાના લેજન્ડરી ડેનીસ લીલીનો વર્લ્ડ રેકોર્ડ તોડી નાંખ્યો છે.

    સચિન બાદ વિરાટ કોહલી વિઝડનના ક...

    ભારતીય સુકાની વિરાટ કોહલીને ૨૦૧૬માં કરેલા ધમાકેદાર પ્રદર્શનનું સારું ફળ મળ્યું છે અને તેના જગવિખ્યાત વિઝડન ક્રિકેટર્સ આલ્મેનાકના કવરપેજ પર તેને સ્થાન મળ્યું છે. કવર પેજ પર કોહલી સ્વિપ શોટ રમતો જોવા મળી રહ્યો છે. કોહલીએ ૨૦૧૬માં ક્રિકેટની ત્રણેય ફોર્મેટમાં સાતત્યપૂર્ણ પ્રદર્શન કરીને કુલ ૨૫૯૫ રન બનાવ્યા હતા. તે ગયા વર્ષે વિશ્વમાં સૌથી વધારે રન બનાવનાર ક્રિકેટર બન્યો હતો. 

    હેરાથની બોલિંગ સામે બાંગ્લાદ

    રંગાના હેરાથે બીજા દાવમાં ઝડપેલી છ વિકેટની મદદથી શ્રીલંકાએ ઘરઆંગણે - ગાલેમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે બાંગ્લાદેશને ૨૫૯ રનના જંગી માર્જિન હરાવ્યું હતું. આ સાથે જ તેણે બે મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી હતી. શ્રીલંકાએ આપેલા ૪૫૭ રનના અશક્ય લક્ષ્યાંક સામે બાંગ્લાદેશના બીજો દાવ ૬૦.૨ ઓવરમાં ૧૯૭ રનમાં જ સમેટાઇ ગયો હતો. મેન્ડીસને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.

    સિંધૂ બાદ સાઇનાના અભિયાનનો અં

    પી.વી. સિંધૂ બાદ સાઇના નેહવાલ પણ અહીં રમાતી ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપની વિમેન્સ સિંગલ્સમાં હારી જતાં ભારતના અભિયાનનો અંત આવી ગયો છે. ૧૧ માર્ચે રમાયેલી ક્વાર્ટર ફાઇનલમાં સાઇનાનો વિશ્વની ત્રીજી ક્રમાંકિત કોરિયાની સુંગ જ હ્યુન સામે ૨૦-૨૨, ૨૦-૨૨થી પરાજય થયો હતો.

    ગાવસ્કરનો સવાલઃ તો શું કોહલી પ...

    ભારતનાં પૂર્વ બેટ્સમેન સુનિલ ગાવસ્કરે બેંગ્લૂરુ ટેસ્ટ મેચમાં સર્જાયેલા ડીઆરએસ વિવાદમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવન સ્મિથ પર કોઈ કાર્યવાહી ન કરાતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ટીકા કરી છે. બેંગ્લૂરૂ ટેસ્ટ મેચમાં સ્મિથે ડીઆરએસ લેવા મામલે ડ્રેસિંગ રૂમની મદદ માગી હતી, જે અંગે ભારતીય ક્રિકેટ બોર્ડે આઈસીસીમાં રજૂઆત કરી હતી. જોકે આઈસીસીએ આ મામલે સ્મિથ પર કોઈ કાર્યવાહી કરી નથી.

    આઇપીએલ-૧૦ પર સંકટઃ બીસીસીઆઈને...

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) અને સુપ્રીમ કોર્ટની કમિટી વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી કમિટીની સાથે અનેક રાજ્યોના ક્રિકેટ બોર્ડને પણ કામ કરવામાં મુશ્કેલી થઇ રહી છે. આ મુશ્કેલીઓ અને વિવાદોની અસર આઈપીએલની ૧૦મી સિઝનને થાય તેમ છે.

    ડર્બીમાં બીજી જુલાઈએ ભારત-પાક....

    આગામી ૨૪ જૂનથી શરૂ થઇ રહેલા આઈસીસી મહિલા વર્લ્ડ કપના પ્રથમ દિવસે ડર્બીમાં ભારત યજમાન ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ જ દિવસે બ્રિસ્ટલમાં ન્યૂઝીલેન્ડનો મુકાબલો ક્વોલિફાયર શ્રીલંકા સામે થશે.

    ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી ડ્વે...

    વેસ્ટ ઇન્ડિઝના બેટ્સમેન ડ્વેન સ્મિથે ઇન્ટરનેશનલ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરીછે. ૩૩ વર્ષીય સ્મિથે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) ટૂર્નામેન્ટની બીજી ક્વોલિફાઇંગ ફાઈનલ પહેલાં આ જાહેરાત કરી હતી. સ્મિથ છેલ્લે ૨૦૧૫ના વર્લ્ડ કપમાં નેશનલ ટીમ તરફથી રમ્યો હતો. તેણે ૨૦૦૩-૦૪માં સાઉથ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને પ્રથમ ટેસ્ટમાં જ સદી નોંધાવીને તમામને પ્રભાવિત કર્યા હતા. જોકે તે પોતાની કારકિર્દી દરમિયાન માત્ર ૧૦ ટેસ્ટ જ રમી શક્યો છે. તેણે આ ફોર્મેટમાં એક સદી સાથે કુલ ૩૨૦ રન બનાવ્યા હતા.

    ડીઆરએસ વિવાદઃ આખરે ઓસ્ટ્રેલિ

    ડીઆરએસ વિવાદનો ખૂબ જ નાટકીય અંત આવ્યો છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) દ્વારા ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને પીટર હેન્ડકોમ્બ સામે ડીઆરએસમાં ગેરરીતિ આચરવાની ફરિયાદ કરાઇ હતી. ટેસ્ટ દરમિયાન મેદાન ઉપર થયેલા વિવાદ અંગે વિરાટ સાથે ચર્ચા કર્યા બાદ બીસીસીઆઈએ આ વિવાદમાં બન્ને બેટ્સમેન સામે આઇસીસીમાં ફરિયાદ કરી હતી. જોકે ૧૦ માર્ચે બીસીસીઆઇએ ગમે તે કારણોસર આ ફરિયાદ પાછી ખેંચી લીધી છે.