રમતગમત

No

Block: Site: Subtree Block

    ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસઃ  પ્ર

    ઇંગ્લેન્ડે ભારત સામે રમાનારી પાંચ ટેસ્ટ મેચની શ્રેણી માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં ૧૬ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં તાજેતરમાં બાંગ્લાદેશ પ્રવાસે ગયેલી ટીમના તમામ ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા છે. 

    ભારતની ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજર

    ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ મેચની ટેસ્ટ સીરિઝની પ્રથમ બે મેચ માટે ભારતીય ટીમ જાહેર થઇ છે. ટેસ્ટ ટીમમાં પ્રથમ વખત હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. આ સાથે જ ટેસ્ટ ટીમમાં ત્રણ ગુજરાતી ખેલાડીઓ હાર્દિક, ચેતેશ્વર પૂજારા અને રવીન્દ્ર જાડેજાએ સ્થાન મેળવ્યું છે. ઇજાગ્રસ્ત રોહિત શર્માને ટીમમાંથી પડતો મૂકાયો છે તો ફાસ્ટ બોલર ઇશાંત શર્માનું પુનરાગમન થયું છે. બીમાર ઇશાંત ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ રમી શક્યો નહોતો. આ ઉપરાંત ગૌતમ ગંભીરનો પણ ટીમમાં સમાવેશ થયો છે. 

    ભારતની ધરતી પર કોહલી અને કૂક વ

    વિક્રમ સંવતના આરંભ સાથે જ ભારતની ધરતી પર યજમાન ટીમ ઇંડિયા અને મહેમાન ઈંગ્લેન્ડની ટીમ ટક્કરનો તખતો તૈયાર થઇ ગયો છે. બાંગ્લાદેશમાં કારમો પરાજય સહન કરીને આવેલી એલિસ્ટર કૂકના નેતૃત્વ હેઠળની ઈંગ્લેન્ડની ટીમ માટે ઝમકદાર દેખાવ પ્રતિષ્ઠાનો સવાલ છે તો વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમ ઇંડિયા માટે નંબર વનનો તાજ ટકાવવાનો પ્રશ્ન છે. 

    સ્પિનર્સના ચક્રવ્યૂહમાં ઇંગ્...

    ટીમ ઇંડિયાએ બીજી ટેસ્ટ મેચના પાંચમા તથા અંતિમ દિવસે પ્રવાસી ઇંગ્લેન્ડને ૨૪૬ રનના મોટા માર્જિનથી હરાવીને પાંચ મેચની શ્રેણીમાં ૧-૦ની સરસાઇ હાંસલ કરી છે. ભારતીય સ્પિન ત્રિપુટી અશ્વિન, જયંત યાદવ અને રવીન્દ્ર જાડેજાની ત્રિપુટીએ સંયુક્ત રીતે આઠ વિકેટ ખેરવીને ઇંગ્લેન્ડની બેટીંગ હરોળને વેરવિખેર કરી નાખી હતી અને મેચ ડ્રોમાં ખેંચી જવાના તેના પ્રયાસોને રફેદફે કરી નાખ્યા હતા. ભારતે મેચ જીતવા આપેલા ૪૦૫ રનના ટાર્ગેટ સામે ઇંગ્લેન્ડનો બીજો દાવ ૯૭.૩ ઓવરમાં ૧૫૮ રનના સ્કોરે સમેટાયો હતો. કેપ્ટન વિરાટ કોહલી મેન ઓફ ધ મેચ થયો હતો. ત્રીજી ટેસ્ટ આવતા શનિવારથી મોહાલીમાં રમાશે. 

    ટીમ ઇંડિયાના ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલીએ બેટ્સમેન તરીકેની કારકિર્દીના સુવર્ણ યુગને આગળ ધપાવતા ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટમાં વિક્રમજનક ૨૩૫ રન ફટકાર્યા હતા. આ સાથે તેણે એક જ વર્ષમાં ત્રણ બેવડી સદી ફટકારવાની સિદ્ધિ મેળવનારા ભારતના પ્રથમ બેટ્સમેન અને પ્રથમ કેપ્ટન તરીકે રેકોર્ડ બુકમાં ગૌરવપૂર્ણ સ્થાન મેળવ્યું છે. કોહલીએ ૩૪૦ બોલમાં ૨૫ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે ૨૩૫ રનની મેરેથોન ઈનિંગ રમીને વિક્રમોની વણઝાર સર્જી હતી. કોહલી વિશ્વનો ત્રીજો એવો કેપ્ટન બન્યો છે કે, જેણે એક જ કેલેન્ડર વર્ષમાં ત્રણ વખત બેવડી સદી નોંધાવી હતી. 

    રમતના મેદાનમાં ભારતનું શાનદા

    ભારતની જૂનિયર હોકી ટીમે રવિવારે ૧૫ વર્ષ જૂના ઈતિહાસનું પુનરાવર્તન કર્યું છે. ભારતે રવિવારે મેજર ધ્યાનચંદ મેદાનમાં રમાયેલા જૂનિયર હોકી વર્લ્ડ કપમાં બેલ્જિયમને પરાજય આપીને ફરી એક વખત ટાઇટલ કબ્જે કર્યું છે. ફાઈનલમાં ભારતે આક્રમક રમત દાખવતા બેલ્જિયમને ૨-૧થી રગદોળીને ૧૫ વર્ષ બાદ ફરી આ સિદ્ધિ હાંસલ કરી છે. 

    ઈંગ્લેન્ડ મેચ હાર્યું, પણ હસીબ...

    ભારત સામેની ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડની હાલત ખરાબ હતી. માથે પરાજયનો ખતરો મંડરાઇ રહ્યો હતો. હારથી બચવાની શક્યતા બહુ ઓછી હતી. પરંતુ ભારત સામેની આ ટેસ્ટ શ્રેણીમાં જ પોતાની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી શરૂ કરનાર ૧૯ વર્ષના હસીબ હમીદે હાર માની નહોતી.

    મોહાલી ટેસ્ટઃ ભારતનો આઠ વિકેટ

    ભારતે મોહાલી ટેસ્ટમાં મહેમાન ઈંગ્લેન્ડને આઠ વિકેટે હરાવીને ભવ્ય વિજય સાથે ૨-૦થી સરસાઇ મેળવી છે. ભારતના આ વિજયમાં ગુજરાતી ખેલાડીઓનું ઉલ્લેખનીય પ્રદાન રહ્યું છે. લાંબા સમય પછી ટેસ્ટ મેદાનમાં પુનરાગમન કરનાર પાર્થિવ પટેલ હોય કે હાલ ફૂલ ફોર્મમાં રહેલા રવીન્દ્ર જાડેજા અને ચેતેશ્વર પૂજારા હોય. સહુનો ઝમકદાર દેખાવ ટીમને વિજયના પંથે દોરી ગયો હતો. 

    ૧૩૯ વર્ષનો ટેસ્ટ ઇતિહાસઃ ‘દુર

    મુંબઈ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ભારત સામે એક ઇનિંગ્સ અને ૩૬ રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના ૧૩૯ વર્ષના ઇતિહાસમાં કોઈ ટીમ પ્રથમ બેટિંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇનિંગ્સથી હારી હોય તેવો આ માત્ર ત્રીજો બનાવ છે. કોઈ ટીમે પ્રથમ બેટિંગ કરીને ૪૦૦ કે તેથી વધુ રન બનાવ્યા હોવા છતાં ઇનિંગ્સથી હારી હોય તેવો આ ત્રીજો પ્રસંગ છે. 

    વિક્રમોની વણઝાર સાથે વિજયપતા

    ભારતીય ટેસ્ટ ટીમે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એક ઇનિંગ અને ૩૬ રને હરાવીને પાંચ મેચની સિરીઝ ૩-૦થી કબ્જે કરી છે. ભારતીય બેટિંગ હરોળે વિજયનો પાયો નાખ્યો હતો, અને ઓફ સ્પિનર અશ્વિને છ વિકેટ ઝડપીને તેના પર સફળતાનું નિર્માણ કર્યું હતું. આમ ચોથી ટેસ્ટ મેચના અંતિમ દિવસે ભારતે ઇંગ્લેન્ડને કારમો પરાજય આપ્યો હતો.