રમતગમત

No

Block: Site: Subtree Block

    આઇસીસી ટેસ્ટ રેન્કિંગઃ કોહલી

    ભારતનો ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય તો થયો જ છે, પરંતુ તે પછી જાહેર થયેલા ટેસ્ટ રેન્કિંગ્સ પણ ભારત માટે ફાયદાકારક રહ્યા છે. આઈસીસી ટેસ્ટ રેન્કિંગ્સમાં બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી બીજા ક્રમે પહોંચ્યો છે. એક માત્ર ઓસ્ટ્રેલિયાનો ખેલાડી સ્ટીવ સ્મિથ તેનાથી આગળ છે.

    મુંબઇને હરાવી ગુજરાત પ્રથમ વખ

    કેપ્ટન પાર્થિવ પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમે ૪૧ વખતના ચેમ્પિયન મુંબઇને હરાવી પહેલી વખત રણજી ટ્રોફી ટાઇટલ જીત્યું છે. પાર્થિવ પટેલે કેપ્ટન ઇનિંગ્સ રમતાં વિષમ પરિસ્થતિમાં નોંધાવેલી સદીની મદદથી ગુજરાતે મુંબઈને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. ગુજરાતને આ ગૌરવ અપાવનાર પાર્થિવ પટેલે ૨૪ ચોગ્ગા સાથે ઝમકદાર ૧૪૩ રન ફટકાર્યા હતા. વિજય માટે મળેલા ૩૧૨ રનના લક્ષ્યાંકને ગુજરાતે પાંચ વિકેટના ભોગે હાંસલ કરીને મેચના પાંચમા અને અંતિમ દિવસ ૧૩ જાન્યુઆરીએ ઐતિહાસિક જીત મેળવી હતી. આ સાથે જ ગુજરાતની ટીમ રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બનનાર ૧૬મી ટીમ બની છે. ગુજરાત આ પહેલાં ૧૯૫૦-૫૧માં રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચી હતી તે વખતે હોલકર (અત્યારના મધ્ય પ્રદેશની) ટીમ સામે પરાજય થયો હતો. રણજી ટ્રોફીના ઇતિહાસમાં માત્ર બીજી વખત ફાઇનલમાં પહોંચલી ગુજરાતને ૩૧૨ રનનો જંગી ટાર્ગેટ મળ્યો હતો.

    બેંગ્લૂરુ ટેસ્ટમાં ભારતનો દિ

    ટીમ ઇંડિયાએ ઘરઆંગણે રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં મહેમાન ઓસ્ટ્રેલિયાને ૭૫ રને હરાવી રોમાંચક જીત મેળવી છે. આ સાથે ભારતે પહેલી ટેસ્ટમાં શરમજનક પરાજયનો જડબાતોડ જવાબ આપવા ઉપરાંત શ્રેણીને ૧-૧થી સરભર પણ કરી છે. 

    આઇસીસી રેન્કિંગમાં સ્ટિવ સ્મ

    પૂણેમાં ભારત સામે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ઐતિહાસિક જીત અપાવનાર સુકાની સ્ટિવ સ્મિથે આઈસીસી રેન્કિંગમાં ટોચનું સ્થાન વધારે મજબૂત બનાવ્યું છે.

    પૂણેમાં શિકારી ખુદ શિકારઃ સ્પ

    સ્પિનર ફ્રેન્ડલી પીચ દ્વારા ઓસ્ટ્રેલિયા માટે પાથરેલી જાળમાં ટીમ ઇન્ડિયા જ ફસાઈ જતાં ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ૩૩૩ રને કારમો પરાજય થયો હતો. ૪૪૧ રનના અશક્ય જણાતા ટાર્ગેટ સામે ભારતીય ટીમના બેટ્સમેનો જાણે સ્પિન બોલરો સામે રમવાનું જ ભૂલી ગયા હોય તેમ એક પછી એક વિકેટ આપી દેતાં સમગ્ર ટીમ ૧૦૭ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી.
    બીજી ઇનિંગમાં ભારતની તમામ ૧૦ વિકેટ સ્પિનરોએ ઝડપી હતી, જેમાં ઓકીફે ૩૫ રન આપી છ વિકેટ જ્યારે નાથન લાયને ૫૩ રન આપી ચાર વિકેટ ઝડપી હતી. ભારતની પ્રથમ ઇનિંગમાં સ્ટીવ ઓકીફે છ અને નાથન લાયને એક વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયન સ્પિનરો ભારતીય બેટ્સમેનો પર એટલા હાવી થઈ ગયા હતા કે, ટીમ ઇન્ડિયા બંને ઇનિંગ મળી માત્ર ૭૪ ઓવર જ બેટિંગ કરી શકી હતી.

    વિરાટ કોહલી ૨૦૧૬નો શ્રેષ્ઠ કે

    ભારતીય ટીમના કેપ્ટન અને બેટિંગમાં અત્યારે શાનદાર ફોર્મમાં  રહેલાં વિરાટ કોહલીને એક ક્રિકેટ વેબસાઇટ દ્વારા ૨૦૧૬માં સર્વ શ્રેષ્ઠ કેપ્ટન તરીકે પસંદ કર્યો છે.

    IPL10માં ઈંગ્લિશ ખેલાડી છવાયા...

    રમત-રંગ-રોમાંચના ત્રિવેણીસંગમ સમાન ઇંડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની સિઝન-૧૦ માટે સોમવારે યોજાયેલી ક્રિકેટર્સની હરાજીમાં વિદેશના, ખાસ તો ઈંગ્લેન્ડના ખેલાડીઓ છવાઇ ગયા હતા. ટ્વેન્ટી૨૦ ફોર્મેટની આ ટૂર્નામેન્ટ માટે રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ ફ્રેન્ચાઇઝીએ ઈંગ્લેન્ડના બેન સ્ટોક્સને રૂ. ૧૪.૫ કરોડની માતબર રકમથી ખરીદી લીધો હતો. સ્ટોક્સને રૂ. ૨ કરોડની બેઝ પ્રાઇઝ કરતાં સાત ગણી વધારે કિંમત મળી હતી. માત્ર સ્ટોક્સ જ નહીં, ઈંગ્લેન્ડના અન્ય ખેલાડીઓને પોતાની ટીમમાં સામેલ કરવા ફ્રેન્ચાઇઝીઓએ ભારે રસ દાખવ્યો હતો. ક્રિકેટચાહકોમાં ‘ડેથ ઓવર સ્પેશ્યાલિસ્ટ’ તરીકે જાણીતો ટાયમલ મિલ્સ રૂ. ૫૦ લાખની બેઝ પ્રાઇઝ સામે રૂ. ૧૨ કરોડમાં વેચાયો હતો. હરાજીમાં તે બીજા નંબરે રહ્યો હતો. આ હરાજીમાં ઈંગ્લેન્ડના કેટલાક ખેલાડીઓ સૌથી મોંઘા પુરવાર થયા હતા, પરંતુ સૌથી વધુ ખરીદી ભારતીય ખેલાડીઓની થઇ હતી.

    આફ્રિદીની આંતરરાષ્ટ્રીય ક્રિ...

    પાકિસ્તાન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ સોમવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ૨૧ વર્ષની કેરિયર દરમિયાન તે ક્યારેક શાનદાર રમતના કારણે તો ક્યારેક વિવાદોને કારણે ચર્ચામાં રહ્યો છે. આ પહેલાં તેણે ટેસ્ટ અને વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આ જાહેરાત કરતાં હતું કે હવે તે ફ્રીલાન્સ ક્રિકેટર બનીને દુનિયાભરની અલગ અલગ ક્રિકેટ લીગમાં રમીને રમતનો આનંદ ઉઠાવવા માગે છે. 

    કોહલીનો નવો રેકોર્ડઃ રૂ. ૧૧૦ ક

    જ્યારથી વિરાટ કોહલી ભારતીય ટીમનો કેપ્ટન બન્યો છે ત્યારથી તે સતત નવા નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. આ વખતે ક્રિકેટનાં મેદાનની બહાર પણ એક રેકોર્ડ કર્યો છે. વિરાટે સ્પોર્ટ્સ અને લાઇફસ્ટાઇલ બ્રાન્ડ ‘પ્યૂમા’ સાથે ૮ વર્ષ માટે ૧૧૦ કરોડનો કરાર કર્યો છે. તે એક બ્રાન્ડ સાથે ૧૦૦ કરોડની ડીલ કરનાર પ્રથમ ભારતીય બન્યો છે. બ્રાન્ડનાં ગ્લોબલ એમ્બેસેડર તરીકે વિરાટનો ઉસૈન બોલ્ટ, અસાફા પોવેલ, ફૂટબોલર થિયોર હેનરી, ઓલિવર જીરુડની ક્લબમાં સમાવેશ થઇ ગયો છે.

    આઇપીએલમાં આ જાણીતા ચહેરાઓનું

    આઈપીએલ ટી૨૦ ક્રિકેટ લીગમાં ખેલાડીઓની હરાજી થઇ ચૂકી છે અને કેટલાકને અપેક્ષા કરતાં વધારે નાણાં મળ્યા છે તો કેટલાક ક્રિકેટરો એવા પણ છે જેમને ખરીદવામાં ફ્રેન્ચાઇઝી ટીમોએ સહેજ પણ રસ દાખવ્યો નહોતો.