રમતગમત

No

Block: Site: Subtree Block

    ભારત દ્વારા ઓલિમ્પિક્સ અને ફિફા વર્લ્ડ કપનું આયોજન થાય : નીતા અંબાણીનું સ્વપ્ન

    ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઇઓસી)ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનનાં સ્થાપક ચેરપર્સન નીતા અંબાણીએ ભારતને વિપુલ તકોનો દેશ ગણવા રમતવિશ્વના નેતાઓને અનુરોધ કર્યો હતો તેમજ વિશ્વની સૌથી ઝડપે વિકસતી સ્પોર્ટ્સ સિસ્ટમની યાત્રામાં સામેલ થવા આમંત્રિત કર્યા હતા. લંડનમાં લીડર્સ વીક ૨૦૧૯માં વૈશ્વિક બ્રાન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતાં ૩૦૦થી વધુ ઉદ્યોગોના અગ્રણીઓને સંબોધન કરતાં તેમણે યુવાન ભારતે રમતોનાં વિશ્વમાં કેવી હરણફાળ ભરી છે તેની ઝાંખી પ્રસ્તુત કરી હતી.

    ઇરફાન પઠાણની શરૂ થશે ફિલ્મી ઇન...

    ભારતીય ક્રિકેટ ટીમનાં ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે ક્રિકેટમાં પોતાનું કૌશલ્ય દેખાડ્યા બાદ હવે ફિલ્મોમાં પણ પદાર્પણ કરવાનો છે. ફિલ્મ વિવેચક તરણ આદર્શે ટ્વિટર પર આ જાહેરાત કરી છે અને કહ્યું છે કે ઇરફાન એક તમિળ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવવા જઈ રહ્યો છે. જોકે હજી સુધી ફિલ્મનું નામ નક્કી થયું નથી.

    અને પાકિસ્તાની તાહિરે ભારતીય

    નવી દિલ્હીઃ આઈપીએલ-સિઝન ૮માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમી રહેલો સાઉથ આફ્રિકાની ટીમનો મુખ્ય સ્પિનર ઇમરાન તાહિર એક સમયે પાકિસ્તાનની અંડર-૧૯ ટીમનો ખેલાડી હતો, પરંતુ ભારતીય યુવતી સાથે પ્રેમ થઇ જતાં પોતાનું વતન છોડી આફ્રિકા સેટલ થઇ ગયો છે.

    અનુષ્કા માટે તો જીવ આપવા પણ તૈ

    નવી દિલ્હીઃ સોશિયલ મીડિયામાં ભલે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની મજાક ઉડાવવામાં આવી રહી હોય, પણ વિરાટ તેની પરવા નથી. તે કહે છે કે અનુષ્કા માટે તો તે જીવ આપવા પણ તૈયાર છે.

    મુંબઇ ઇંડિયન્સ મુશ્કેલીમાંઃ

    મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાની ટ્વેન્ટી૨૦ ટીમના કેપ્ટન અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા એરોન ફિન્ચને ઘૂંટણમાં ઇજા થવાને કારણે આઈપીએલ સિઝન-આઠને અધવચ્ચે છોડવી પડી છે.

    આઇપીએલની સાત સિઝનના સાત વિવાદ...

    કોલકાતા: આઈપીએલની આઠમી સિઝન ધીમે ધીમે રંગ જમાવી રહી છે. આઈપીએલે ટ્વેન્ટી૨૦ ફોર્મેટમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે. આઈપીએલમાં યુવા ખેલાડીઓને પોતાની ટેલેન્ટ બતાવવાનું એક પ્લેટફોર્મ મળી રહ્યું છે ત્યારે ૨૦૦૮થી લઈને ૨૦૧૪ સુધી ઘણા વિવાદ પણ સર્જાયા છે. પરિણામે આઈપીએલની પ્રતિષ્ઠા ખરડાઇ પણ છે. અત્યાર સુધીમાં રમાયેલી સાત સિઝન દરમિયાન થયેલા મુખ્ય વિવાદનો અહીં ઉલ્લેખ છે.

    સિત્સિપાસ એટીપી ટેનિસ ચેમ્પિ

    ગ્રીસના યુવા ખેલાડી સ્ટેફાનોસ સિત્સિપાસે લાંબા અને રસાકસીભર્યા મેચના અંતે પ્રતિસ્પર્ધીને હરાવીને ૨૦૧૯નું એટીપી ફાઈનલ્સ ટેનિસ ચેમ્પિયનશિપ ટાઇટલ જીત્યું છે. આ સાથે જ સિત્સિપાસ ટૂર્નામેન્ટનું ટાઇટલ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.

    ટીમ ઇંડિયાનો ‘વિરાટ વિક્રમ’  સ...

    ટેસ્ટ ક્રિકેટના ૧૪૨ વર્ષના ઇતિહાસમાં ભારતીય ટીમે અનોખો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સતત ચોથી ટેસ્ટ મેચ એક ઇનિંગ અને રનોના અંતરથી જીતનાર ભારતીય ટીમ દુનિયાની પહેલી ટીમ બની છે. કોલકતામાં રવિવારે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટમાં ભારતીય ટીમે મહેમાન ટીમ બાંગ્લાદેશને હરાવીને સિરીઝ પર કબજો કર્યો છે. 

    ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને બીજી ડે-નાઇટ ટેસ્ટમાં એક ઇનિંગ અને ૪૮ રને હરાવ્યું છે. આ સાથે જ યજમાન ટીમે બે મેચની સીરિઝ ૨-૦થી જીતી લીધી છે. પાકિસ્તાનનો આ ઓસ્ટ્રેલિયામાં સળંગ ૧૪મો પરાજય છે. આ સાથે જ પાક. એક દેશમાં સતત સૌથી વધુ મેચ હારનારી ટીમ બની ગઇ છે. આ અગાઉ બાંગલાદેશ તેના ઘરઆંગણે ૨૦૦૧થી ૨૦૦૪ દરમિયાન સતત ૧૩ મેચ હાર્યું હતું. 

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્

    ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની રવિવારે મુંબઈમાં મળેલી વાર્ષિક સાધારણ સભામાં અધિકારીઓના કાર્યકાળ અંગેના નિયમમાં ફેરફાર કરાયો હતો. જેના પગલે ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર અને ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જય શાહનું કદ વધી ગયું છે. તેઓ હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની ચીફ એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ભારતીય બોર્ડના પ્રતિનિધિ તરીકે જશે.