અજવાળું અજવાળું

No

Block: Site: Subtree Block

    ‘અરે આ તો મારી કોલેજમાંથી મેં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હતો એનો ફોટો...’ ‘અને આ...આ... આટલા બધા ફોટા ધ્વનિના જ છે, એનું બાળપણ ઉત્સવ જેવું ને મારું નહીં કેમ?’ નાની દીકરીએ કાયમની જેમ મીઠો ઝઘડો કર્યો. માંડ એને સમજાવી કે તારા પણ આટલા બધા ફોટા છે જ... સમય બદલાયો એટલે એ ડિજિટલ ફોર્મેટમાં સચવાયા છે. મૂળ તો લોકડાઉનનો આ સમયગાળો પસાર કરવા ઘરમાં જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ થાય એમાંની એક પ્રવૃત્તિ આ આખીય સ્મરણયાત્રાના કેન્દ્રમાં હતી. એ પ્રવૃત્તિ એટલે છેલ્લા ચારેક દાયકાની જુની તસવીરો જોવાની - એને સ્કેન કરવાની અને ફરી નવેસરથી ગોઠવવાની. આહાહાહા શું આનંદ આવ્યો છે એમાં..! રોજ ઓછામાં ઓછા બે-ત્રણ કલાક ગયા ત્યારે ૧૫ દિવસે કામ પૂરું થયું.

    ‘હું આ પ્રોગ્રામ લાઈટ બંધ રાખીને બાલ્કનીની ફૂલ વિન્ડો ખોલી નાંખીને એકદમ લો વોલ્યુમ પર સાંભળું... બહુ મજા આવે.’ માત્રને માત્ર સમર્પિત સ્નેહનો દાયકાઓનો જેમની સાથે પારિવારિક સંબંધ છે એવા એક સ્વજને મોબાઈલમાં લખ્યું અને મારી આસપાસ જાણે શબ્દ-સૂર-સ્નેહની ત્રિવેણી પ્રગટ થઈ ગઈ. વાત જાણે એમ કે ગુજરાતના આઠ શહેરો ભરૂચ, ગોધરા, મહેસાણા, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળથી પ્રસારિત થતાં TOP FMના રેડિયોમાં રજૂ થતો મારા શો ‘મનની મજલિસ’ના એ નિયમિત શ્રોતા. આ શોમાં લાગણીની-પ્રેમની-મન-મસ્તીને મૌસીકીની વાતો રજૂ કરતો રહું અને સાથે જોડાતા જાય મનભાવન ગીત-ગઝલ. આમ શેર-શાયરી, કવિતા અને સંગીત સાથે ભાવપૂર્ણ અવાજનું પંચામૃત જાણે પીરસાતું જાય.

    ‘શું વાંચન હમણાં કરી રહ્યાં છો?’ આ પ્રશ્ન લોકડાઉનના સમયમાં વધારે પુછાયો. મોટા ભાગે લોકોએ કાંઈને કાંઈ વાંચન કર્યું. પુસ્તકો વાંચવાનો આનંદ લીધો અને અને જ્ઞાનથી સભર થયા.

    ક્ષેમુભાઈ એટલે ખોબલે ખોબલે આપ

    ‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા આવા તો અનેક વાક્યો જેમના માટે વાંચવા - સાંભળવા મળ્યા, એ વ્યક્તિત્વ એટલે કાવ્યસંગીતના પ્રેમીઓમાં રૂદિયાના રાજા તરીકે વસેલા શ્રી ક્ષેમુ દિવેટીયા.

    ‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા આવા તો અનેક વાક્યો જેમના માટે વાંચવા - સાંભળવા મળ્યા, એ વ્યક્તિત્વ એટલે કાવ્યસંગીતના પ્રેમીઓમાં રૂદિયાના રાજા તરીકે વસેલા શ્રી ક્ષેમુ દિવેટીયા.

    હીંચકો... ત્રણ અક્ષરના આ શબ્દની ઓળખ અને એની અનુભૂતિ સર્વસામાન્ય પણ છે અને વ્યાપક પણ છે. હિંચકો એટલે કઠેડાવાળો મોટો હિંડોળો - ઝુલો. આ ઝુલાને આપણે અનેકરૂપે અનેક અર્થો સાથે જોયો હશે પરંતુ આ ઝુલો ‘ઝુલતી વ્યાસપીઠ’ બની જાય અને ઘરઘરમાં બેઠેલા વિશ્વભરના શ્રોતાઓ ઝુલતી વ્યાસપીઠ પરથી રજૂ થતાં સંવાદનું શ્રવણ કરે એ ઘટના જ વિશ્વમાં પહેલીવાર બની છે અને એમાં જોડાનાર સહુ માટે ધન્યતાનો અનુભવ કરાવનારી બની છે. ઝુલતી વ્યાસપીઠ પર, તલગાજરડામાં બેસીને સંવાદ કર્યો, સમગ્ર વિશ્વમાં પ્રેમ - પ્રાર્થના અને પ્રસન્નતાનો પ્રસાર કરી રહેલા પૂજ્ય મોરારિબાપુએ.

    ‘કઈ બાર યું ભી દેખા હૈ યે જો મન કી સીમા રેખા હૈ મન તોડને લગતા હૈ...’ આ ગીતના શબ્દો કોણે નહીં અનુભવ્યા હોય. ‘કહીં તો યે દિલ કભી મિલ નહીં પાતે, કહીં સે નિકલ આયે જન્મો કે નાતે...’ આવું તો મેં અને તમે જીવનમાં અનુભવ્યું જ હશે. આટલી સરળ ગીત રચના કરનાર ગીતકાર યોગેશ હમણાં થોડા દિવસ પહેલાં દુનિયામાંથી વિદાય થયા. તેમણે કહેલું કે ‘મને ક્યારેય હોંશિયારી કરવાની જરૂર ના પડી, મહેનત બહુ કરી...’

    બાસુદાઃ લોકપ્રિય જ નહીં, સાર્થ...

    જે નજરથી ઓજલ થાય છે એની તીવ્ર યાદ આવે છે.’ બાસુ ચેટરજીનું તાજેતરમાં જ અવસાન થયું. એમની જ ફિલ્મનું ગીત અહીં બંધબેસતું છે. ‘ન જાને ક્યું, હોતા હૈ યું જિંદગી કે સાથ, અચાનક યે મન, કિસી કે જાને કે બાદ, કરે ફિર ઊસકી યાદ, છોટી છોટી સી બાત...’ સંગીતપ્રેમી સ્વજન મિલન જોષી એમના પેજ પર લખે છે ને નજર સામે તરવરે છે બાસુ ચેટરજીની ફિલ્મોના સીધા-સાદા-સરળ પાત્રો. તેમના જીવનના પ્રસંગો-ગીતો. આપણને એવું જ લાગે જાણે આ પાત્રો આપણી આસપાસ જ જીવી રહ્યા છે. ભારતના સિનેમાપ્રેમીઓ પૈકીનો મોટો વર્ગ નીચલા કે ઉપલા મધ્યમ વર્ગનો છે અને આ વર્ગ હંમેશા બાસુદાને યાદ કરશે કારણ કે બાસુદાએ એમની ફિલ્મોમાં આ વર્ગની જીવનકથાઓ રજૂ કરી છે.

    શિષ્યને સંસાર સાગરથી પાર ઉતાર

    ‘અરે, અમે પ્રાઈમરી સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી અને જે આનંદ આવતો, તે આનંદ પછીના અભ્યાસ દરમિયાન તો ક્યારેય માણ્યો જ નહીં.’ ઝલક એની એક મિત્ર સાથે વાત કરતી હતી. પેલી મિત્રે પણ કહ્યું કે ‘સાચી વાત છે, સ્કૂલમાં અને કોલેજમાં ઉજવાતા ઉત્સવોમાં બહુ મોટો ફેર પડી ગયો છે.’

    આજના સમયની માગ છે વિકાસ સાથે વ

    ‘બે-ત્રણ દિવસ ઉપવાસ કર્યા પછી ભોજનમાં તૂટી ન પડાય, સુપાચ્ય આહાર અને પ્રવાહીથી આરંભ થાય.’ લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોકની સ્થિતિમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે સામાજિક આરોગ્ય માટે પણ એ જ નિયમ અપનાવવો પડશે.’ ટોપ એફએમ માટે વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે ઝૂમ પર સંવાદ થયો ત્યારે તેઓએ આમ કહ્યું હતું. ‘અનલોકિંગ ધ ઈનરનેસ’ વિષયે એમની સાથે ખાસ્સી વાતો થઈ, પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે જેમ લાંબા સમયથી બંધ પડેલી ગાડીની પૂરી ચકાસણી પછી ધીમે ધીમે ફર્સ્ટ ગીઅરથી ટોપ ગીઅર તરફ જવાય એમ જ કરવું પડશે. કામ વગર બહાર ન જવું, માસ્ક પહેરવું, દો ગજ દૂરી, બહારથી આવીને સ્નાન કરવું, વારંવાર હાથ ધોવા જેવા તમામ નિયમોનું પાલન કરવું જ પડશે આપણે સહુએ.’