‘એકવીસમી સદીના બે દાયકામાં કોમ્પિટીશન વધી - લાઇફ ફાસ્ટ થઈ - કુટુંબો તૂટ્યા અને આર્થિક બાબતો મન પર સવાર થઈ એટલે સ્ટ્રેસની ભેટ વધુ પ્રમાણમાં આપણને મળી...’ ‘પ્રધાનમંત્રીથી લઈને પ્યુન સુધીનો કોઈ પણ માણસ હતાશ થઈ શકે, પરંતુ ડીપ્રેશન લાંબુ ચાલે...’ આ અને આવા અનેક અભ્યાસપૂર્ણ અવલોકનો વિશે ખૂબ લાંબી અને અર્થપૂર્ણ વાતો કરી ગુજરાતના સિનિયર સાઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી સાથે.
અજવાળું અજવાળું
Block: Site: Subtree Block
‘મમ્મી, ત્રણ દિવસ પછી મારો અમદાવાદ કાર્યક્રમ છે. તો શું કરું?’ મેં મારી માતાને પૂછ્યું અને તેમણે કહ્યું, ‘બેટા, કાર્યક્રમ તું પૈસા માટે નથી કરતો, તારું કર્તવ્ય છે, સમર્પણ છે. એટલે કરે છે અને આ કાર્યક્રમ તો વળી ભક્તિ સંગીતનો છે. તને સંતના આશીર્વાદ મળશે, તારે જવાનું જ છે.’ મમ્મીએ કહ્યું. એ સંત એટલે શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી. એ સમય હતો ઓક્ટોબર ૨૦૦૭નો... મારા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી ૧ ઓક્ટોબર - ભાવનગરમાં અવસાન થયું. હું અને મારો પરિવાર અમદાવાદથી ભાવનગર પહોંચ્યા. બે દિવસ રહીને મેં ઉપર લખેલો સંવાદ મારા મમ્મી સાથે કર્યો. એ કાર્યક્રમ અમદાવાદમાં ઘોડાસરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરમાં હતો. જેકી શ્રોફ, સંગીતકાર વીજુ શાહ અને કીર્તિ વરસાણી તથા મુંબઈ અને અમદાવાદ-ભુજના કલાકારોના કાફલા સાથે એ કાર્યક્રમ મેં કર્યો. સ્વામીજીના આશીર્વાદ પણ મેળવ્યા.
‘પાંચ પાંચ પેઢીથી એમના ગીતો ગવાયા છે ને હજુ પણ ગવાશે...’ ‘એમણે લખેલા ૧૧ હજારથી વધુ ગીતો ગુજરાતી ભાષાનો અણમોલ ખજાનો છે...’ મોટાભાગે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ પૂરો થાય એટલે નીવડેલા અને યુવાન, એમ બંને શ્રોતાઓના મુખેથી એક વ્યક્તિત્વ માટે ક્યાંકને ક્યાંક આવા અર્થના વાક્યો નીકળી પડે, એ વ્યક્તિત્વ એટલે શ્રી અવિનાશ વ્યાસ. ગીતકાર-સંગીતકાર તરીકે બેવડી ભૂમિકા અદા કરીને લોકહૃદયમાં સ્થાન કાયમ કરનાર તેઓ એક વિરલ વ્યક્તિત્વ હતા.
પ્રેમ - મૈત્રી - પ્રસન્નતા - વિશ્વાસ - સત - ચિત - આનંદ છે ને બદ્ધું જ એની માનવલીલામાં છે. હા, વાત થઈ રહી છે જગતગુરૂ શ્રીકૃષ્ણની, જેમણે કહ્યું છે, મામેકં શરણં વ્રજ... એની વાંસળીના સૂરથી જાણે પ્રેમના સૂર વહે છે. શ્રાવણ આવે ને ચિત્તમાં વિશેષરૂપે છવાતા જાય શ્રીકૃષ્ણ. એના પ્રાગટ્ય ઉત્સવની તૈયારીઓનો આરંભ થાય.
‘પર્યુષણ પર્વ નિમિત્તે આપને અમારી સંસ્થામાં પ્રવચન માટે આવવાનું છે, વિષય કયો હશે?’ ગુજરાત યુવક કેન્દ્ર પ્રેરિત ધર્મજાગૃતિ કેન્દ્ર આયોજિત પર્યુષણ વ્યાખ્યાન માળા સંદર્ભે પુછાયું અને અનાયાસ કહ્યું ‘અપૂર્વ અવસર-પર્યુષણ...’ પાંચેક વર્ષ થયા પર્યુષણ પર્વના એ વ્યાખ્યાનને આજે અનાયાસ સ્મરણ થયું કારણ કે પર્યુષણ પર્વ આવ્યું. આપણને માનવ તરીકે નાગરિક ધર્મ - માનવ ધર્મ - રાષ્ટ્ર ધર્મની સાચી સમજ આપતી આવી વ્યાખ્યાનમાળાઓ ઉત્તમ માનવના સર્જનમાં મહત્ત્વનું પ્રદાન કરે છે.
‘નીલે ગગન કે તલે....’ ગીત માટે માટે મહેન્દ્ર કપૂરને ફિલ્મફેર પુરસ્કાર મળ્યો તો એક સિનિયર ગાયકે એમના ઘરે જઈને અભિનંદન આપ્યા હતા. લતા મંગેશકર કરતાં એ ઉંમરમાં અને કારકિર્દીમાં મોટા હતા તો પણ કાયમ લતા દીદી જ કહેતા. મહાન ક્રિકેટર એમ. એસ. ધોની જ્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી વિદાય લે છે ત્યારે એક વીડિયો બનાવીને સોશીયલ મીડિયામાં મુકે છે, એમાં સ્વર છે એ ગાયકનો. હા... વાત છે મુકેશજીની. મૂળ નામ મુકેશચંદ્ર માથુર, પણ પુરી દુનિયા એમને મુકેશના નામે ઓળખે છે. ત્રણેક દાયકા શ્રોતાઓના હૃદય પર છવાયેલા રહ્યા જ્યારે જીવીત હતા. ડેટ્રોઈટમાં અવસાન થયું એ પછી પણ એ એટલા જ છવાયેલા છે શ્રોતાઓના હૃદયમાં.
‘તમારામાંના કેટલાને યાદ છે કે ભારત ક્રિકેટ વર્લ્ડ કપ ક્યારે ક્યારે અને કયા ફોર્મેટમાં જીત્યું?’ ‘ચંદ્ર પર માણસે પહેલી વાર પગ ક્યારે મુક્યો?’ ‘વિશ્વની સૌથી લાંબી નદી કઈ?’ ‘વિશ્વ સુંદરીનો તાજ ભારતમાં કોણે કોણે મેળવ્યો?’ આ અને આવા પ્રશ્નો પાંચ-પચ્ચીસ કે પાંચસોના ઓડિયન્સને પુછીએ તો સાચા-ખોટા જવાબ મળે તો મળે, નહીં તો ના મળે! સામાન્ય રીતે આવું થતું હોય છે, પરંતુ જો એમ પુછીએ કે ‘તમારા જીવનમાં મૂલ્યોનું ઘડતર કરનારા શિક્ષકોના નામ આપો...’ તો મોટા ભાગે લોકો તુરંત પાંચ-સાત નામો ઉત્તરમાં આપી દે છે.
‘છોકરા, ઊઘાડા શરીરે આમ પુસ્તકાલયમાં બેસાતું હશે? અક્કલ છે કે નહીં?’ ઉનાળાની ગરમીમાં એક કિશોર ખમીસ કાઢીને લાઈબ્રેરીમાં બેઠો હતો એને પ્યુને કહ્યું. વાત પહોંચી વ્યવસ્થાપક પાસે, એ પણ કોટ કાઢીને કોલર ખુલ્લા રાખીને બેઠા હતા, અંગ્રેજ હતા. એમણે પણ ઠપકો આપ્યો ‘છોકરા તને સભ્યતાની કાંઈ ખબર પડે છે કે નહીં?’ તો કિશોરે જવાબ આપ્યો કે ‘મને મારા દેશની સભ્યતાની ખબર છે. ખુરશીમાં બેઠેલો માણસ, સામે ઊભેલા માણસને પહેલા બેસાડે છે ને પછી વાત કરે છે.’ આ કિશોરની નીડરતા જોઈને વ્યવસ્થાપક ખુશ થયો. ખુરશી આપીને લાઈબ્રેરીમાં વાંચવાની સુવિધાઓ પણ આપી.
‘યાદ કરો, ક્યારનો ફોટો છે આ?’ રિલાયન્સ જામનગરના કોર્પોરેટ અધિકારી અને દાયકાઓ જુના મિત્ર આશીષ ખારોડે એક ફોટો મોકલીને પૂછ્યું? અને આપણે તો રાજી રાજી... એ સમયે ભાવનગર યુનિવર્સિટીમાં હું જર્નાલીઝમનો અભ્યાસ કરતો હતો. અમારા જેવા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા આવેલા જાણીતા લેખક-કવિ-તંત્રી શ્રી હરીન્દ્રર દવેની એ ૧૯૮૦ના દાયકાના અંતિમ વર્ષોની તસવીર અને ૧૯ સપ્ટેમ્બરે એમની જયંતિ... અને આ લેખ સહજપણે લખાઈ ગયો.
સર્જક તરીકે એમનું વ્યક્તિત્વ અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલું છે. નવલકથા, નાટક, ટૂંકી વાર્તા તો લખી જ, ઉપરાંત અખબારના તંત્રી અને લેખક તરીકે સતત તેમને શબ્દ જોડે કામ કરવાનો અવસર મળ્યો.
એમનું બાળપણનું નામ હેમા હતું, કુંદનલાલ સાયગલ માટે એમને અપાર આદર હતો, હિન્દી સિનેમામાં પાર્શ્વગાયિકા, સંગીત નિર્દેશક (આનંદ ધન નામે) અને ફિલ્મ નિર્માતા તરીકે સાત દાયકથી વધુ સમય એમણે કાર્ય કર્યું છે... સમગ્ર વિશ્વમાં એમના સ્વરના ચાહકો છે, રાષ્ટ્ર કી આવાઝ અને સ્વર સામાજ્ઞી જેવા અનેક વિશેષણોથી તેઓ ઓળખાય છે. ભારતરત્ન સહિતના અનેક એવોર્ડ્ઝ તેમને મળ્યા છે. તારીખ ૧૮ સપ્ટેમ્બર એમનો જન્મદિવસ છે ને તેઓ ૯૦ વર્ષના થશે. વાચકોને હવે સમજાઈ જ ગયું હશે કે વાત સ્વરકિન્નરી, સ્વરસમાજ્ઞી લતા મંગેશકરની થઈ રહી છે.
