તંત્રીલેખ

No

Block: Site: Subtree Block

    નાગરિકતા સંશોધન બિલ સંસદના બન્ને ગૃહોમાં પસાર કરાયા પછી પણ દેશના જુદાં જુદાં રાજ્યોમાં તેને સંબંધિત ભય અને આશંકાનો જે માહોલ છે એ સારો સંકેત નથી. સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલ (‘કેબ’)ના વિરોધમાં આસામ, મેઘાલય, ત્રિપુરા સહિતના પૂર્વોત્તર રાજ્યો વિરોધ પ્રદર્શનો અને હિંસાચાર સાથે ઉકળી રહ્યાં છે. હવે આ આગ દિલ્હી પહોંચી છે. આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થઈ છે તે જોતાં ધાર્મિક આધારે ભેદભાવ કે સમાનતા સંદર્ભે બંધારણીય જોગવાઇનો ભંગ થાય છે કે કેમ તેનું અર્થઘટન કોર્ટ કરશે.

    ભારતમાં આજકાલ એક જ પ્રશ્ન લોકમુખે ચર્ચાઈ રહ્યો છે કે ૨૦૧૨ના નિર્ભયા બળાત્કાર કેસના ચાર આરોપીઓને ફાંસીની સજા ક્યારે થશે? હૈદરાબાદ દુષ્કર્મ કેસના આરોપીઓ પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયા પછી લોકો નિર્ભયા કેસના આરોપીઓને ફાંસીની સજાનો ત્વરિત અમલ ન થવા બદલ અજંપો અનુભવી રહ્યા છે. 

    આખરે યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સનને પાંચ નવેમ્બરથી ઈંગ્લેન્ડમાં એક મહિનાનું સંપૂર્ણ લોકડાઉન લાદવાની ફરજ પડી છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણનું બીજું મોજું તબાહી મચાવી શકે તેવા ભય અને વિજ્ઞાનીઓની સલાહથી પ્રેરિત આ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. બાકી તો, વડા પ્રધાન જ્હોન્સન તો સ્થાનિક અને ટિયર સિસ્ટમના નિયંત્રણોની જ તરફદારી કરતા રહ્યા છે. સેકન્ડ લોકડાઉનમાં લોકોને હળવામળવા પર તેમજ હોસ્પિટાલિટી અને હાઈ સ્ટ્રીટ્સ પર ફરી નિયંત્રણો લાદવા પડ્યા છે. માત્ર ઈંગ્લેન્ડની આ વાત નથી, યુકેના અન્ય દેશો તેમજ યુરોપના ફ્રાન્સ, જર્મની સહિતના દેશોએ પણ નવેસરથી લોકડાઉન લાદવાની ફરજ પડી છે.

    તાજેતરમાં જ ભારત સરકારના રિપોર્ટમાં સ્પષ્ટ કરાયું હતું કે ગુજરાત રાજ્ય દેશી અને વિદેશી પર્યટકોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલયના ટુરિઝમ સ્ટેટિસ્ટિક્સ ૨૦૨૦ના રિપોર્ટમાં ગુજરાત સતત પાંચમી વાર ટોપ ૧૦ રાજ્યમાં ૯મા ક્રમે રહ્યું છે. ઉત્તર પ્રદેશ ૨૩.૧૦ ટકા પર્યટકોની સાથે દેશનં. સૌથી આકર્ષક પર્યટન રાજ્ય બની ગયું છે. તામિલનાડુ ૨૧.૩૦ ટકા પ્રવાસીઓ સાથે બીજા ક્રમે અને આંધ્ર પ્રદેશ ૧૦.૨૦ ટકા પર્યટકો સાથે ત્રીજા ક્રમે રહ્યું હતું.

    પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે તેના ગેરકાયદે કબજા હેઠળના કાશ્મીરમાં ગિલગિટ-બાલ્ટિસ્તાનને અસ્થાયી પ્રાંતનો દરજ્જો આપીને નવું ઉબાડિયું ચાંપ્યું છે. પાકિસ્તાન તો ચીનનું બગલબચ્ચુ છે અને તેના ઈશારે જ આ પગલું લેવાયું છે કારણકે ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC)નો છેવટનો માર્ગ ગિલગિટ-બાલ્ટિસ્તાનમાંથી પસાર થાય છે. ઈમરાન સરકારના આ એલાન પછી તરત ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં વિવાદ શરુ થવા સાથે લોકો સેંકડોની સંખ્યામાં આ નિર્ણયના વિરોધમાં માર્ગો પર ઉતરી આવ્યા હતા. સ્વાભાવિકપણે જ ગિલગિટ-બાલ્ટિસ્તાન, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદાખ ભારતના અભિન્ન હિસ્સા છે. પાકિસ્તાન આ ક્ષેત્રોનો દરજ્જો બદલવાના બદલે ગેરકાયદે કબજો તુરંત ખાલી કરી દે તેવી ચિમકી પણ ભારતે ઉચ્ચારી છે પરંતુ, આ કૂતરાની વાંકી પૂછડી ક્યારે સીધી થાય?

    અમેરિકા અને ભારત વચ્ચે વધશે સહ...

    કોઇ સસ્પેન્સ ફિલ્મની જેમ ભારે ઉતારચઢાવ અને ઉત્તેજના વધારે તેવી ઘટનાઓની હારમાળાના અંતે આખરે અમેરિકામાં ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી ચાર વર્ષ સુધી ડેમોક્રેટિક પાર્ટીના જો બાઇડેન અમેરિકાનું સુકાન સંભાળશે. જગતચૌટે વગોવાયેલા ડોનાલ્ડ ટ્રમ્પ હાર્યા છે. આમ તો દુનિયાના ઘણા દેશોમાં સત્તા પરિવર્તન થઇ રહ્યા છે પણ વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સર્વોચ્ચ સ્થાન માટેના ચૂંટણી પરિણામો ઘણી રીતે મહત્ત્વના પણ છે, અને પથદર્શક પણ છે.

    જમ્મુ-કાશ્મીરમાં નગરોટા એન્કાઉન્ટર બાદ બહાર આવેલા તથ્યોએ પાકિસ્તાનના નાપાક ચહેરાને ફરી એક વખત બેનકાબ કર્યો છે. એક તરફ ત્યાંની કોર્ટ પ્રતિબંધિત આતંકી સંગઠન જમાત-ઉદ્-દાવાના વડા હાફિઝ સઇદને આતંકી ફંડિંગ કેસમાં દોષિત ઠરાવીને ૧૦ વર્ષ કેદની સજા ફરમાવે છે ત્યારે બીજી તરફ આતંકીઓ પાકિસ્તાની સુરક્ષા દળોની છત્રછાયામાં ભારતમાં ઘૂસણખોરી કરીને અશાંતિ ફેલાવવા મથી રહ્યા છે. નગરોટા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જૈશ-એ-મોહમ્મદના ચારેય આતંકીઓનો ઇરાદો ૨૬/૧૧ના મુંબઇ હુમલાની વરસીએ ભારતમાં આતંકી હુમલાને અંજામ આપવાનો હતો. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાં ૨૬ નવેમ્બરથી શરૂ થઇ રહેલી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ કાઉન્સિલ (ડીડીસી)ની ચૂંટણીઓ પર પણ તેમનો ડોળો હતો. જોકે ભારતના જાંબાઝ જવાનોઓ આતંકી બદઇરાદો નિષ્ફળ બનાવ્યો છે. નગરોટા એન્કાઉન્ટર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સલામતીના પગલાંની સમીક્ષા કરી હતી. સાથોસાથ તેમણે આ કાવતરાંને વિફળ બનાવવા બદલ સુરક્ષા દળોની પ્રશંસા કરીને તેમને અભિનંદન પણ આપ્યા હતા.

    ચીનના વુહાનથી એક વર્ષ પૂર્વે શરૂ થયેલી કોરોના મહામારી અટકવાનું નામ લેતી નથી. કોરોનાની લપેટમાં આવેલાઓ અને તેના ચેપથી જીવ ગુમાવનારાઓનો આંકડો દિનપ્રતિદિન વધી જ રહ્યો છે. અને હવે દુનિયાભરમાં આરોગ્ય સંબંધિત બાબતો પર નજર રાખતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)એ લાલ બત્તી ધરી છે. અમેરિકા અને યુરોપના દેશોને હજુ તો કોરોનાની બીજી લહેરે મારેલા કમરતોડ ફટકાની કળ પણ નથી વળી ત્યાં ‘હૂ’એ વિશ્વને, સવિશેષ તો યુરોપના વિકસિત દેશોને, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે કોરોનાની ત્રીજી લહેર માટે સાબદા થવા ચેતવ્યા છે. ‘હૂ’નું કહેવું છે કે કોરોના મહામારીને રોકવા માટે યુરોપિયન દેશોએ પર્યાપ્ત ઉપાય કર્યા ન હોવાથી આ દેશોમાં કોરોનાનું બીજું મોજું આવ્યું છે. ભારતમાં પણ દિવાળીના દિવસોમાં પ્રજાની બેદરકારી અને સરકારી તંત્રની નરમાઇના પગલે કોરોનાનો સેકન્ડ વેવ જોવા મળી રહ્યો છે, અને કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. બ્રિટનમાં ગયા પખવાડિયાથી લોકડાઉન શરૂ થયું છે, કેનેડાના ટોરોન્ટોમાં સોમવારથી બે સપ્તાહનું લોકડાઉન શરૂ થયું છે તો ભારતમાં ગુજરાત, રાજસ્થાન સહિતના રાજ્યોમાં લોકોની અવરજવર પર રાત્રિ કરફ્યૂ સહિતના નિયંત્રણો લદાઇ રહ્યા છે.

    આંદોલનથી કિસાનોનું ખરેખર કેટ

    કૃષિ કાયદામાં ભારત સરકારે કરેલા સુધારાના વિરોધમાં કિસાનોની ‘દિલ્હી ચલો’ કૂચ એવા સમયે યોજાઇ છે, જ્યારે દેશ કોરોના મહામારીના સંકટ સામે ઝઝૂમી રહ્યો છે. કિસાન કૂચનો સમય ભલે અનુકૂળ ન હોય, પરંતુ આ આંદોલનની ભાવના સમજવી જરૂરી છે. કિસાનોને એવું લાગે છે કે આ કાનૂન લાગુ કરવાનો મૂળ ઉદ્દેશ કોર્પોરેટ ફાર્મિંગને ઉત્તેજન આપવાનો છે, આનાથી નાના અને મધ્યમ ખેડૂતો બરબાદ થઇ શકે છે. તો સરકાર કહે છે કે આવી ચિંતા કરવાની કોઇ જરૂર નથી. નવા કાયદાથી કિસાનોની માર્કેટિંગ યાર્ડના દલાલો પરની નિર્ભરતાનો અંત આવશે અને તેઓ પોતાની ખેદપેદાશને દેશમાં ક્યાંય પણ વેચી શકશે. આથી તેમને પોતાની ખેતપેદાશોનું સારું વળતર મળી રહેશે, જે મલાઇ અત્યાર સુધી દલાલો કમિશનના નામે તારવી લેતા હતા. કિસાનોને બીજી આશંકા એ છે કે કાયદામાં સુધારા અમલી બન્યા તો મિનિમમ સપોર્ટ પ્રાઇઝ (એમએસપી - લઘુતમ ટેકાના ભાવ)ની જોગવાઇ ખતમ થઇ જશે. જો આવું થયું તો કોર્પોરેટ હાઉસ સિંડિકેટ બનાવીને કૃષિ બજાર પર વર્ચસ જમાવી શકે છે. બીજી તરફ, સરકાર વારંવાર ખાતરી આપી રહી છે કે ટેકાના ભાવની જોગવાઇ ક્યારેય ખતમ કરાશે નહીં. સરકાર જ નહીં, તેના સુકાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ કહી રહ્યા છે કે (કિસાન કાયદામાં સુધારાના મામલે) અમારો ઇરાદો ગંગાજળ જેવો પવિત્ર છે. એક વર્ગ ભ્રમ ફેલાવીને કિસાનોને ગેરમાર્ગે દોરી રહ્યો છે. વડા પ્રધાનનો દાવો પણ ખોટો તો નથી જ. 

    વેક્સિનના આગમનની તૈયારી, અને દ...

    કોરોના મહામારીને હરાવવા માટેનો રસ્તો હવે કંઇક ખુલ્લો થઇ રહ્યાનું જણાય છે. ભારત સહિત દુનિયાભરમાં વેક્સિનની તૈયારીઓ અંતિમ તબકકામાં પહોંચ્યાના સમાચાર મળી રહ્યા છે. આમાંથી કેટલીક વેક્સિન આ વર્ષના અંત સુધીમાં અથવા તો આગામી વર્ષની શરૂઆત સુધીમાં ઉપલબ્ધ થવા લાગશે. અમેરિકામાં ૧૧ ડિસેમ્બરથી વેક્સિનેશન શરૂ થઇ રહ્યાના અહેવાલ છે તો બ્રિટનમાં ક્રિસમસ આસપાસ વેક્સિનેશન શરૂ થવાના અણસાર છે. ભારતના આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધનનું કહેવું છે કે જુલાઇ સુધીમાં ૩૦ કરોડ ભારતીયોને રસી અપાઇ ચૂકી હશે.