શું દિલ્હીની ઘટનાથી સમગ્ર પંજાબ કે હરિયાણાને નફરતથી જોવું ઠીક ગણાશે? જવાબ તદ્દન ‘ના’ માં જ હોઈ શકે, હોવો જોઈએ. કારણ સ્પષ્ટ છે. ખેતી વિશેના કાયદાઓ પાછા ખેંચી લેવાની લડત સમજ કે નાસમજને લીધે કરનારા માત્ર કેટલાંક સંગઠન હતાં. સંગઠનોના નેતાઓને પોતાનું વર્ચસ્વ જાળવવા ઘણું કરવું પડે. લોકશાહીનો એ તકાજો છે અને તે વાત રાજકીય પક્ષોને પણ એટલી જ લાગુ પડે છે. આથી મોટા ભાગના વિપક્ષો પણ આ આંદોલનમાં જોતરાઈ ગયા. અને કેનેડામાં તાકાત ગુમાવી ચૂકેલી ખાલિસ્તાની લડતને પણ મોકો મળી ગયો. આપણે ત્યાં ‘લિબરલ’ અને ‘અર્બન નક્ષલ’ પણ આવી પહોંચ્યા. મેધા પાટકર, યોગેંદ્ર યાદવ અને તીસ્તા સેતલવાડ અને સીપીએમ તેમજ બીજા ડાબેરી પક્ષો પણ આ વિરોધમાં સામેલ થયા. કોંગ્રેસ અને એનસીપીએ ટેકો આપ્યો અને શરદ પવારે એવી ચેતવણી આપી કે ખેડૂત અસંતોષથી કોઈ પણ સત્તા ઉથલી પડે છે.
તસવીર-એ-ગુજરાત
Block: Site: Subtree Block
મ્યાંમારમાં ભારતીય સૈનિકોનું ઓપરેશન... તેને વળી ગુજરાત સાથે શો સંબંધ? છે ભાઈ છે. ઘણી બધી રીતે છે. પાકિસ્તાનના આતંકીઓ વાયા સૌરાષ્ટ્ર મુંબઈ પહોંચ્યા હતા અને ભારે વિસ્ફોટો કર્યા તે સેંકડો મોતનું સ્મરણ થાય છે ને? સરહદી વિસ્તારોની એકસરખી નિયતિ હોય છે અને એક સરખી સાવધાની કેળવવી પડે છે.
બન્ને ઘટનાઓની પ્રતિક્રિયા લગભગ રાજકીય છે. એક, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ‘ફરજિયાત’ મતદાનનો નિર્ણય અને બીજી, પૂર્વ મુખ્ય પ્રધાન અને અત્યારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસ્થાને ગુપ્તચર સંસ્થા સીબીઆઈના દરોડા.
શક્તિવાન ગુજરાતનાં સ્વાસ્થ્યનું મહત્ત્વનું લક્ષણ - તેની માનસિક દૃઢતા અને સાહસિક આત્મામાં પડ્યું છે. સંઘર્ષ - સંવાદ - સાંમજસ્ય - સમન્વય અને સિદ્ધિઃ આ પંચાક્ષરી ‘સ’-કારમાં તેનો સ્વાભાવિક પરિચય છે.
લલિત મોદી વિશે હમણાં દિલ્હીના એક ‘જ્ઞાની’ પત્રકારે એવી પૃચ્છા કરી કે આ લલિત મોદી વડા પ્રધાનના સગામાં કંઈ થાય છે? રાજસ્થાનમાં વણાટ માટેના જાણીતા વણાટનાં દોરાનાં ફીંડલાથી શરૂઆત કરનાર મોદી-કુટુંબમાં અત્યારે લલિત મોદી લગભગ સર્વેસર્વા છે. વડનગરના મોદી-પરિવારમાં જન્મેલા નરેન્દ્ર મોદી સાથે તેને કોઈ નિસબત નથી.
હજુ એક મુદ્દો પાકિસ્તાનની સાથે ઉકેલવાનો બાકી છે તે સિરક્રિકનો. તમે તેને ‘સર ક્રિક’ કહી શકો, કેટલાક તેને ‘સિર ક્રિક’ કહે છે. તેની મંત્રણા અનેકવાર થતી રહી છે, પણ હજુ કોઈ ઉકેલ આવતો નથી. કારણ એ છે કે આ વિસ્તાર પર પાકિસ્તાનની છાડબેટ જેવી જ નજર છે. તેની જમીન હેઠળ પેટ્રોલિયમનો જથ્થો છે. પાકિસ્તાની દાવા પ્રમાણે આ વિસ્તાર રેખાંકિત નથી!
અષાઢનો પ્રારંભ ગુજરાતીઓને માટે નિત્યનૂતન અનુભૂતિ છે. કચ્છીમાડુંઓનાં નવાં વર્ષની શરૂઆત અને અહીં અમદાવાદમાં જગન્નાથ મંદિરેથી નીકળે રથયાત્રા. આટલી મોટી સંખ્યામાં નગરજનો એકસાથે જગન્નાથ-બલરામ અને બહેની સુભદ્રાને ‘જય રણછોડ, માખણચોર!’ના લાડ લડાવતા નીકળે તે ઘટના પોતે જ અદ્ભુત છે.
વિસનગર કંઈ બહુ જાણીતું કે મોટું નગર નથી, પણ ૨૩ જુલાઈએ ગુજરાતનાં બધાં છાપાંઓમાં પહેલા પાને ચમકી ગયું. વાત પાટીદારોને અનામતની સગવડો મળે તે માટેની હતી. કોઈ ‘સરદાર પટેલ સેવા દળ’ નામની સંસ્થાએ વોટ્સએપ પર સૂચના મુકીને આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું.
બેઠો તો છું અહીં અમદાવાદમાં, પણ મારું મન પાંચમી ઓગસ્ટથી પશ્ચિમ લંડનના ડેનહામમાં યોજાયેલી ભગવદ્ કથામાં છે. ‘ભાઈશ્રી’ના લાડકાં સંબોધનથી ખ્યાત રમેશભાઈ ઓઝા અનુપમ મિશનના ઉપક્રમે એક આખું સપ્તાહ લંડનના ગુજરાતી પરિવારોને ‘જીવ’થી ‘શિવ’ સુધીના મારગને ચીંધશે.
સોમનાથ લૂંટનાર-તોડનાર ગઝનીનો સેનાપતિ હિંદુ ટિળક અને સેનામાં બહુસંખ્ય જાટ હોવાનું સોમનાથ ટ્રસ્ટે પ્રકાશિત કરેલા અને નિવૃત્ત આઈએએસ અધિકારી શંભુપ્રસાદ હરપ્રસાદ દેશાઈએ લખેલા ગ્રંથમાં નોંધ્યું છે.
