તસવીર-એ-ગુજરાત

No

Block: Site: Subtree Block

    સમ્રાટ અશોકનું ધર્મચક્ર-પરિવ

    આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેનો અનુભવ ઘણાને થતો હશે. અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવમાંથી મળેલાં એક પુસ્તક વિશે વાત કરવા માંગું છું, જેણે ઈતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાંખી છે!

    કોરોનાનો બોધપાઠઃ પાછા વળો, પ્ર...

    ‘ભલેને કોરોના આવે કે તેનો બાપ, અમે તો મોજમાં જ રહેવાના છીએ!’

    સૌરાષ્ટ્રના ગામડાને ગોંદરે, સીતારામના મંદિર પાસે, વડલા નીચે ખાટલો ઢાળીને બેઠેલા એક ગ્રામવાસીની આ જબાન છે. તે એકલાની નથી, લગભગ બધા લોકોની છે. કારણ?

    ગુજરાતીઓનું ‘કોરોના’ અને ‘લો

    ‘કેટલીક છૂટછાટો સાથેનું લોકડાઉન-૪ શરૂ થઈ ગયું! નવી પેઢીને તો કલ્પના યે નહીં આવે કે આટલા બધા દિવસ ઘરમાં જ રહેવું પડે અને જેવા બહાર નીકળ્યા કે પોલીસ પકડીને લઈ જાય! માસ્ક ફરજિયાત પહેરવો, સ્કૂટર-બાઈક પર એકલા જ નીકળવું, મોટરકારમાં માત્ર બે વ્યક્તિને સંમતિ, રસ્તા પર ક્યાંય ધમધમાટ નહીં, ન રીક્ષા, ન બસ, ન બીજાં વાહનો. દુકાનબંધી ચોતરફ, કોલેજ-શાળા-યુનિવર્સિટીઓ બંધ, ગલીના નાકે હવે ચાની ચૂસકી પણ નસીબે નહીં. રવિવારે ભીડ કરતા ડાઇનિંગ હોલનો પ્રતિબંધ...

    પત્રોની દુનિયા, કેવી અદ્ભૂત!...

    પત્રો આપણા ઈતિહાસની મોટી મિરાત છે, રાજનીતિ, અર્થકારણ, વિજ્ઞાન અને સાહિત્યમાં મબલખ પત્રો લખાયા છે. મોટાભાગે હસ્તાક્ષરોમાં, પછી ટાઈપ કરેલા અને હવે કમ્પ્યુટરનાં માધ્યમથી મહાપુરુષોએ પોતાના વિચાર અને ફિલસૂફીને વ્યક્ત કરવા સંખ્યાબંધ પત્રો લખ્યાં.

    આ પણ અવાંતર કહાણી અનલોકની......

    લોકડાઉન હવે અનલોકમાં બદલાયું છે, પણ તાળું તો છે ને છે જ! આપણે ગુસ્તાખ થઈ જઈએ તો તે ફરી વાર બંધ થઈ જશે. એક જૂનું ફિલ્મી ગીત યાદ આવ્યુંઃ ‘બડા તો હૈ સીઆઈડી વાલા, હર તાલે કી ચાબી રખતા, હર ચાબી કા તાલા!’ ચાવી છે આપણી સજ્જતાની, આપણી સાવધાનીની. લોકડાઉનના દિવસો સૌએ પોતપોતાની રીતે વિતાવ્યા છે.

    ગુહા અને ગુજરાતઃ આવો હોય ઇતિહા...

    પદ્મભૂષણ - પ્રાપ્ત ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ વળી ટોપલીમાં બેઠેલા સાપને છંછેડ્યો છે. વિવાદ અને કોઈ તર્ક વિનાનો વિવાદ જ્યારે છેડવામાં આવે ત્યારે આવું બને છે. ગુજરાતમાં ગુહાના તાજેતરનાં એક ‘ટ્વિટ’ પર ખાસ્સી પ્રતિક્રિયા પેદા થઈ છે. ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહેવું પડ્યું કે કેટલાંક તત્ત્વોને વિભાજનમાં જ રસ પડે છે. શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ વિરોધ કર્યો કે ગુજરાતની સંસ્કૃતિને જાણ્યા-પરખ્યા સિવાયનાં વિધાનમાં કોઈક મેલો ઇરાદો હોવો જોઈએ.’

    એક ઘટના, બીજી દુર્ઘટના!...

    છેલ્લા કેટલાક દિવસો દરમિયાન ગુજરાતનાં આંગણે એવી બે ઘટનાઓએ લોકોમાં ક્રિયા-પ્રતિક્રિયા સર્જી છે કે તેની નોંધ લેવી જ પડે.

    ૮૬ દેશ, ૭૬૧ કવિ, ૧૨૫ ભાષા અને ૧૩

    ગ્રંથનું નામ છેઃ Amaravati Poetic Prism, 2019. આંધ્ર પ્રદેશના વિજયવાડા જેવા આ સોહામણા નગરમાં ‘આંતરરાષ્ટ્રીય વિવિધ ભાષી કવિ મિલન’ યોજાયું હતું. ‘મિલન’ શબ્દ ટૂંકો પડે એટલા કવિઓ, વિવેચકો ૨૧-૨૨ ડિસેમ્બર, ૨૦૧૯ના કૃષ્ણા નદીના કિનારે આ અમરાવતીમાં મળ્યા, કાવ્યપઠન થયું, પરસ્પર પરિચય થયો. સુદૂર દેશથી આવેલા કવિઓ માટે ‘ભારતના આત્મા’ને પ્રત્યક્ષ થવાનો આ મોકો હતો એમ એક વિદેશી કવિએ કહ્યું, ત્યારે મને તેની વાણીમાં ધન્યતાનો આનંદ અનુભવાયો.

    તૂમ ભૂલ ન જાઓ ઇસકો, ઇસ લિયે કહી

    ૨૦૨૦માં ચીને ફરી વાર વિસ્તારવાદી પ્રવૃત્તિ ચલાવી એટલે એ વાત સાચી છે કે ૧૯૬૨ના ભારત-ચીન યુદ્ધની શબપરીક્ષાનો એક લાંબો દોર ચાલ્યો છે. શ્રી દલવી, શ્રી માંકેકર, શ્રી કૌલ, શ્રી કુલદીપ નૈયર વગેરેનાં પુસ્તકોએ એ યુદ્ધમાં થયેલી ભૂલોના હિમાલયને શબ્દોમાં ઉતાર્યો છે. છતાં પ્રશ્ન હજી એવો ને એવો જ છે - કોણ જવાબદાર હતું એ પરાજયના કલંક માટે? પંડિત નેહરુ? કૃષ્ણમેનન? લશ્કરી અધિકારીઓ? વિદેશ મંત્રાલય? ગુપ્તચર તંત્ર? કે પછી આપણામાં કેફની જેમ આવેલી શાંતિના કબૂતર ઉડાડ્યા કરવાની વૃત્તિ?

    ગુજરાત રાજ્યની સ્થાપનાના આ મે મહિના દરમિયાન બીજી બે નવી યુનિવર્સિટી - વિશ્વ વિદ્યાલયો-નો પ્રારંભ એ વિદ્યાકીય ક્ષેત્રે નોંધપાત્ર ઘટના ગણી શકાય. આમાંની એક પંચમહાલ વિસ્તારમાં ગોધરામાં અને બીજી ‘સોરઠ’ તરીકે પ્રાચીનપુરાણા મુલક જૂનાગઢમાં આરંભ થશે.