જીવનમાં કેટલીક વાતો એવી હોય છે, જે પ્રથમ વખત સાંભળીએ ત્યારે સામાન્ય લાગે; પરંતુ વર્ષો પછી એ જ વાક્ય આખા જીવનનો અર્થ સમજાવી જાય છે. અંગ્રેજીમાં એક જાણીતું સુવાક્ય છે - Failed to prepare, prepare to fail. શબ્દો નાના છે, પરંતુ તેમાં જીવનનો એક મોટો સિદ્ધાંત સમાયેલો છે. પ્રથમ નજરે તે સફળતાનો મંત્ર લાગે, પરંતુ થોડું થોભીને વિચારીએ તો સમજાય છે કે આ માત્ર પરીક્ષા, નોકરી કે વ્યવસાય માટેની સલાહ નથી; તે જીવન જીવવાની એક સંસ્કૃતિ છે.
વિવિધા
Block: Site: Subtree Block
પંદરમી ઓગસ્ટ આવી રહી છે. લાલ કિલ્લા પરથી ઉત્સવ ઉજવવામાં આવશે, સૈનિકો સલામી આપશે, ત્રિરંગો ફરકશે. ઉદ્દ્બોધન થશે અને રાષ્ટ્રગીત ગવાશે. જય હિન્દ! અને ભારત માતા કી જય!ના નારાથી આકાશ ગુંજશે. સૈનિકી વિમાનો આકાશમાં કરતબ બતાવશે.
ઓક્ટોબરની ધાર ઉપર આવી ગયા છીએ. હજુ તો ઠંડુ-ગરમ વાતાવરણ છે. ઠંડી આસ્તે આસ્તે તેના મિજાજમાં આવતી જાય છે. કુદરતની પણ કેવી અકળ લીલા છે કે બહારના ઝાડ પાનનો કલર ફરવા માંડ્યો છે, છતાં હજુ પણ લીલાશ ઘણી છે. ઘણાં પીળા પાને અલવિદા કરી છે. નીચે ખરી પડતાં પાન જ્યારે પવન હોય ત્યારે ચારેબાજુ ફંગોળાય છે. ક્યારેક આ આંગણું તો ક્યારેક બીજું આંગણું અને અંતે કચરાપેટીમાં. કોઈ વળી બગીચાના ક્યારાઓમાં ભરાઈ રહીને આપણને કહે છે, કે અમને અહીં જ રહેવા દો. તમે એ બધાં પાંદડાને ભેગા કરી કંપોષ્ટ બોક્સ અથવા બીનમાં સાચવી લો. આ પાંદડાઓ ખાતરમાં રૂપાંતરીત થઈ બીજા નવા છોડોનો સહારો બની તેને જુદા રૂપ અને નવા રંગો આપશે. માફ કરજો હું થોડો કવિની શૈલીમાં ડોકિયું કરી ગયો. આ બધી લીલાઓ એવી છે કે માણસની પ્રકૃતિમાં પણ રંગો ભરી દે. અને એ પણ એક લ્હાવો છે ને!
મોસ્કોઃ તમે પ્લેન ટેઇક-ઓફ્ફ થવાની રાહમાં સીટબેલ્ટ બાંધીને બેઠા હો અને અચાનક પાઇલટ એનાઉન્સ કરે કે પ્લેનની બ્રેક જામ થઇ ગઇ હોવાથી તમારે પ્લેનમાંથી નીચે ઉતરીને તેને ધક્કો મારવો પડશે તો?! તમને કદાચ માન્યામાં નહીં આવે પણ રશિયામાં આવી જ ઘટના બની છે. રશિયાના માઇનસ બાવન ડિગ્રી ટેમ્પરેચરમાં એક સિવિલિયન વિમાનની બ્રેક જામ થઈ જતાં ૭૦ મુસાફરોએ નીચે ઉતરીને ધક્કા મારવાની નોબત આવી હતી.
લંડનઃ જગવિખ્યાત સેલિબ્રિટી અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તેમના ખાસ અંગ માટે તોતિંગ રકમનો વીમો ઉતારતા હોય છે એ તો સહુ કોઇ જાણે છે, પરંતુ કોઈ વ્યક્તિની જીભનો ૯.૫ કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવે તો? બ્રિટનની ખ્યાતનામ કંપની ટેટલી ટીએ તેના ટી-બ્લેન્ડર જેબાસ્ટિયાન મિકેલિસની જીભના ટેસ્ટ બડ્સનો આ જંગી રકમનો વીમો ઉતરાવ્યો છે.
લંડન અને બ્રિટનમાં આજકાલ શિયાળો જામતો જાય છે અને થથરી જવાય તેવી ઠંડીનો અનુભવ સૌ કોઇને થઇ રહ્યો છે ત્યારે સાઉથ વેસ્ટ લંડનના રિચમંડ પાર્કમાં આપણે જેમને સાબર કહીએ છીએ તે અણીદાર વાંકાચૂકા શિંગ ધરાવતા સાબર એટલે કે રેડ ડીયર અને ફાલો ડીયર મોજ ફરમાવી રહ્યા છે.
માણસ જાત અવનવા અખતરા અને ઉજવણીઅો કરવા માટે જાણીતી છે. આવી જ એક ઉજવણી 'નો પેન્ટ્સ સબવે રાઇડ' દિવસની છે. જેમાં ભાગ લેનાર મહિલા કે પુરૂષે ટ્રાઉઝર સિવાયના તમામ કપડા પહેરીને ટ્યુબમાં મુસાફરી કરે છે.
ગુજરાતમાં એક કહેવત છે કે 'બીડી સ્વર્ગની સડી'. સ્વર્ગ એટલે કે મોતને નોંતરવા માટે ધુમ્રપાન ખૂબ જ મહત્વનું પરિબળ સાબીત થઇ ચૂક્યું છે. પરંતુ કહેવાય છે ને કે પીવા વાળાને તો એક બહાનું જોઇતું હોય છે.
યુધ્ધમાં થયેલ ઇજાના કારણે બાળકોને જન્મ આપી શકવાની શક્તિ ગુમાવી ચૂકેલા સૈનિકો માટે હવે ખુશીના સમાચાર છે. જી હા, અમેરિકાના લશ્કર દ્વારા લેબોરેટરીમાં કૃત્રીમ વૃષણ બનાવવા માટે જરૂરી સંશોધન કરવા આર્થિક અનુદાન આપવામાં આવે છે. જો આ સંસોધન સફળ થશે તો ભવિષ્યમાં સૈનિકો ઉપરાંત સામાન્ય નાગરીકો પણ પિતૃત્વ ધારણ કરી શકશે.
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝીયમ દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ 'વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અોફ ધ યર' હરિફાઇનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં માતૃત્વ, હાસ્ય, આનંદ અને પ્રેમ સહિત વિવિધ વિષયોને આવરી લેતી તસવીરોએ ખૂબ જ આકર્ષણ જમાવ્યું છે.
