સુજ્ઞ વાચક મિત્રો, આપને યાદ છે? લગભગ બે દાયકા અગાઉ "ગુજરાત સમાચાર"માં "મારે કંઇક કહેવું છે?” નામની લેખમાળામાં વિવિધ વિષયો પર પોતાના મૌલિક, નિર્ભિક વિચારોને વાચા આપતાં લેખો પ્રસિધ્ધ થયા હતા. જેને વાચકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ સાંપડતો હતો. એના લેખક રજનીકાન્ત જે.મહેતાના ચાર નિબંધ સંગ્રહો પ્રસિધ્ધ થયા છે. ૧) થેમ્સ નદીના કાંઠેથી (ઇ.સ.૧૯૯૫), ૨) મીઠી સ્મૃતિઓની જુદી જ દુનિયા (ઇ.સ.૧૯૯૭), ૩) દરિયાપારની દાસ્તાન (ઇ.સ.૧૯૯૮), ૪) વણખેડ્યો પ્રદેશ દરિયાપારનો (ઇ.સ. ૨૦૦૨). શ્રી માતાજી વિષયક એમની અંગ્રેજી પુસ્તિકા 'ટેક મધર વીથ યુ" ખૂબ જ વખણાઇ છે.
બ્રિટિશ-ગુજરાતી ડાયસ્પોરા સાહિત્ય ક્ષેત્રે સંશોધન કરવાનું ભગીરથ કાર્ય ડો.બળવંત જાનીએ ઉપાડ્યું અને એમને સાથ આપ્યો ડો.જગદીશ દવેએ.
વિવિધા
Block: Site: Subtree Block
તારીખ ૧૮થી ૨૪ મે ૨૦૨૦ દરમિયાન મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાયું. વર્ષ ૨૦૦૧થી મેન્ટલ હેલ્થ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે મેન્ટલ હેલ્થ અવેરનેસ વીક ઉજવાય છે. તેના માટે દર વર્ષે એક વિષય નક્કી કરવામાં આવે છે. પહેલા ૨૦૨૦ના વર્ષનો વિષય ‘સ્લીપ - ઊંઘ’ રાખવામાં આવેલો પરંતુ કોરોના વાઇરસને કારણે તેને બદલીને ‘કાઈન્ડનેસ - ભલાઈ’ કરવામાં આવ્યો.
‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા આવા તો અનેક વાક્યો જેમના માટે વાંચવા - સાંભળવા મળ્યા, એ વ્યક્તિત્વ એટલે કાવ્યસંગીતના પ્રેમીઓમાં રૂદિયાના રાજા તરીકે વસેલા શ્રી ક્ષેમુ દિવેટીયા.
‘આ તો ગાગરમાં સાગર સમાવવા જેવી વાત છે, વધુ એપિસોડ રજૂ કરો.’ ‘અમારે ડોક્યુમેન્ટરીના થોડા દૃશ્યો નહીં, પૂરી ફિલ્મ જોવી છે.’ ‘એમની રચનાઓનોએ ગુજરાતી કાવ્યસંગીતને રળિયાત કર્યું છે.’ ‘એમના સ્નેહ આશ્રયમાં, એમની પાસેથી શીખીને નવી પેઢી વિકસી છે.’ આવા આવા તો અનેક વાક્યો જેમના માટે વાંચવા - સાંભળવા મળ્યા, એ વ્યક્તિત્વ એટલે કાવ્યસંગીતના પ્રેમીઓમાં રૂદિયાના રાજા તરીકે વસેલા શ્રી ક્ષેમુ દિવેટીયા.
સોજિત્રાના મૂળ વતની અને એન્જિનિયર એવા શિવાભાઈ પટેલના ૧૯૨૪માં જન્મેલા મોટા પુત્ર તે મણિભાઈ. ગુજરાતમાં ગરનાળાં, પુલ, રસ્તા વગેરે બાંધનારા કોન્ટ્રાક્ટર. વખત જતાં નદીઓ પરના બંધ, ઓવરબ્રિજ, સાગરનાં મોજાં રોકીને બંદરને સલામત બનાવતા બેકવોટર બંધ વગેરે કરોડો રૂપિયાના મોટાં કામ કરતા થયા. પાનમ, શેત્રુંજો ડેમ, કડાણાનું જળવિદ્યુત મથક, અમદાવાદના એલિસબ્રિજનું વિસ્તરણ, દૂધેશ્વર-વાડજ બ્રિજ, અમદાવાદ શહેરમાં રેલવે પરનાં ઓવરબ્રિજ વગેરે અનેક મોટાં કામ કર્યાં. કરોડો કમાયા અને કરોડોનાં દાન કર્યાં. મણિભાઈને દાતા તરીકે કોઈ બોલાવે તો કરોડોનાં દાન પછી પણ એ ના જ બોલે.
લોકડાઉન હવે અનલોકમાં બદલાયું છે, પણ તાળું તો છે ને છે જ! આપણે ગુસ્તાખ થઈ જઈએ તો તે ફરી વાર બંધ થઈ જશે. એક જૂનું ફિલ્મી ગીત યાદ આવ્યુંઃ ‘બડા તો હૈ સીઆઈડી વાલા, હર તાલે કી ચાબી રખતા, હર ચાબી કા તાલા!’ ચાવી છે આપણી સજ્જતાની, આપણી સાવધાનીની. લોકડાઉનના દિવસો સૌએ પોતપોતાની રીતે વિતાવ્યા છે.
મોંઘા સૂટ-બૂટમાં સજ્જ લગભગ પચાસેક વર્ષની ઉંમરનો એક વ્યક્તિ, તેની લક્ઝરી કારમાંથી બહાર નીકળે છે. તેની પાસે એક ગરીબ, ભૂખને કારણે અતિશય કમજોર થઇ ગયેલ વૃદ્ધ આવે છે અને ખાવા માટે પૈસા માંગે છે. આ માણસ તેને અવગણીને પબમાં જતો રહે છે. ત્યાં જઈને મિત્રો સાથે પાર્ટી કરે છે અને હજારો રૂપિયાનો ખર્ચ કરે છે. અડધી રાત્રે પાર્ટી પુરી થાય છે એટલે બિલ આપ્યા બાદ વેઈટરને પણ રૂઆબથી મોટી નોટ ટીપમાં પકડાવે છે. થોડા નશાની અસરમાં તે પોતાની ગાડી તરફ આવે છે તો જુએ છે કે જે વૃદ્ધ તેની પાસે પૈસા માંગવા આવેલો તે જમીન પર પડ્યો હતો.
કોઈ પણ જાતની કટ્ટરતાનો હું વિરોધી છું. કટ્ટરતા ઝનૂનની સગી માતા છે. જ્યાં ઝનૂન હોય ત્યાં વિચાર નથી હોતો અને જ્યાં વિચાર ન હોય ત્યાં धर्म સર્વથા ગેરહાજર હોય છે
ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોમાં રાજ્યસભાની ખાલી પડતી બેઠકો કબજે કરવાની કવાયતમાં સત્તારૂઢ ભારતીય જનતા પક્ષ થકી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાની જે પ્રકારે કવાયત ચાલી રહી છે એ લોકશાહી મૂલ્યોને લૂણો લગાડી રહી છે. ભાજપની નેતાગીરી કોંગ્રેસમાંથી હિજરતને પોતાના પક્ષ સાથે સંબંધ નહીં હોવાનું કહીને કાને હાથ દે છે.
Britons enjoy travelling the world. When Covid-19 struck, killing several and affecting thousands, UK and several other countries began enforcing lockdown measures. As the international borders began closing, the UK government started rolling out plans to bring its citizens home. The first flight departed from Wuhan on 31 January. On Saturday 9 May 2020 the 30,000th passenger returned home on a special charter flight from Amritsar in northern India. Those who were permitted to return included non-British spouses and family members of UK citizens.
