વિવિધા

No

Block: Site: Subtree Block

    મહાશિવરાત્રીઃ ભોળાનાથને રિઝવ...

    આ પૃથ્વી ઉપર વસતા માનવી નામના પ્રાણીએ ઈશ્વર નામની એક અદ્ભૂત કલ્પના કરી છે. તેના માટે અનેક નામો અલગ અલગ ભાષામાં પ્રચલિત છે. અંગ્રેજીમાં જેને ગોડ કહે છે તેને ભારતમાં ભગવાન, ઈશ્વર, પરમાત્મા કહેવાય છે. ભારતીય તત્વજ્ઞાન ઈશ્વરને પાલક, પોષક અને સંહારક તરીકે કલ્પે છે. પાલક બ્રહ્મા, પોષક વિષ્ણુ અને સંહારક શિવ છે. ભગવાન શિવ સંહારક હોવા છતાં જીવોનું કલ્યાણ કરે છે. રૂદ્ર હોવા છતાં તે આશુતોષ છે. સર્વોચ્ચ જ્ઞાની હોવા છતાં કહેવાય છે ભોળાનાથ. ભાંગ, ધૂતરો બિલીપત્ર જેવી તુચ્છ વસ્તુઓ અર્પણ કરો તો પણ પ્રસન્ન થઈ જાય છે. 

    રાષ્ટ્રમાતા કસ્તૂરબા...

    ગાંધીજી રાષ્ટ્રપિતા મનાયા. રાષ્ટ્રપિતા એમનાં પત્ની કસ્તૂરબાને બા કહેતાં. જવાહર, સરદાર, મૌલાના અને બીજા નેતા પણ બા કહેતા. કસ્તૂરબા આશ્રમવાસીઓનાં બા બન્યાં. દેશના બા બન્યાં. વિલાયત ભણીગણીને બેરિસ્ટર થયેલા પુરુષની પત્ની નિરક્ષર. નિશાળે ગયેલાં નહીં. ૭ વર્ષની ઉંમરે સગાઈ થઈ ને ૧૩ વર્ષે સાસરે આવવાનું થયું. તે જમાનામાં છોકરીઓને ભણાવતાં નહીં, પણ વિના ભણ્યે કસ્તૂરબા સંસાર, વહેવાર, સેવા અને ઘરકામના પાઠ શીખીને રાષ્ટ્રમાતા થયાં. કપડાં-વાસણ કરે, મા સાથે મંદિરે જાય. આરતી કરે અને ભગવાનને ભજે. વ્રત-ઉપવાસ કરે. આ એમનું ભણતર અને જીવનનું ચણતર.

    ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ચ...

    થોડા સમય પહેલા એક સામુદાયિક કાર્યક્રમમાં જવાનું થયું. ત્યાં એક સજ્જને વાત કરતા કરતા કહ્યું કે ઇન્ડિયા જવાનો પ્લાન કરીએ છીએ પણ થોડા રસ્તા સારા બનાવો તો અમારા જેવા વૃદ્ધ લોકોને સરળતા રહે. તેમની ઉમર સિત્તેરથી વધારે તો પાક્કી જ. મેં તેમને પ્રશ્ન કર્યો કે તેઓ છેલ્લે ભારત ક્યારે ગયેલા? તેમને યાદ નહોતું એટલે કહ્યું કે લગભગ વીસેક વર્ષ થયા હશે. જો તેમને ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે થયેલ પ્રગતિ અંગે જાણકારી ન હોય તો નવાઈની વાત નથી કેમ કે તેમને છેલ્લા બે દશકામાં ભારતનો પ્રવાસ નથી કર્યો. શક્ય છે એવા બીજા પણ ભારતીય સમુદાયના સભ્યો હશે જેમનું લાંબા સમયથી પોતાને ગામ જવાનું નહિ થયું હોય. 

    TOIEC મેટર્સ અને હ્મુમન રાઈટ્સ ક્

    ગઈ તા.૨૬-૨૭ જૂન ૨૦૧૮ના રોજ Khan & Ors v SSHD [2018] EWCA Civ 1684ની સુનાવણી થઈ ત્યારથી TOIEC મેટર્સમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. આ સુનાવણી હોમ ઓફિસ અને એપેલન્ટ (અપીલ કરનાર) બન્નેની રજૂઆત સાંભળીને તેના પર સંમત થવા માટે હતી.

    સેવામાં સદા યુવાન નવીનભાઈ પટે

    પાંચ દીકરા અને ચાર દીકરીના બાપ ભીખાભાઈ. પોતાના મોટા દીકરા નવીનને કહે, ‘બેટા! તું ઘરનો મોભ છે. મોભ સડે તો છાપરું પડે. ઘર ત્યારે જ ટકે જ્યારે મોભ મજબૂત હોય. તું બધાંને સાચવજે.’ દીકરો નવીન વિદ્યાનગરમાંથી સિવિલ એન્જિનિયર થઈને અમેરિકા ગયો.

    રાષ્ટ્રપતિ ટ્રમ્પનો સીમાચિહન...

    વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલા ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમને લીધે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ ખુબ ચર્ચામાં આવી ગયું. એક લાખ અને દશ હજાર લોકોને સમાવવાની ક્ષમતા ધરાવતું આ સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. (આમ તો ઉત્તર કોરિયાનું મે ડે સ્ટેડિયમ સૌથી મોટું છે, પરંતુ તે ક્રિકેટ માટે નથી.) વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં થયેલો ૬૦ હજાર જેટલા પ્રેક્ષકોનો કાર્યક્રમ હોય કે અમેરિકાના હ્યુસ્ટન ખાતે થયેલો ‘હાઉડી મોદી’ જેવો ૮૦ હજારથી વધારે લોકોની જનમેદની વાળો કાર્યક્રમ હોય, તેના જલવા કૈંક અલગ જ હોય છે. આ બધાથી એક ડગલું આગળ ચાલીને મોટેરા સ્ટેડિયમ ખાતે લગભગ સવા લાખ લોકો, સ્ટેડિયમની કેપેસીટી કરતા પણ વધારે, ‘નમસ્તે ટ્રમ્પ’માં હાજર હતા. 

    નમસ્તે ટ્રમ્પ: ન સાંસદ, ન ગવર્ન

    ગુજરાતની ધરતી એની આતિથ્ય ભાવના માટે વિશ્વ વિખ્યાત છે. કવિ ઝવેરચંદ મેઘાણીની ઉપરોક્ત પંકિતઓ ગુજરાતના અતિથિપણાની સાક્ષીરૂપ છે. અમેરિકાના ૪૫મા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદના અતિથિ બન્યા. વર્ષ ૨૦૧૫ સુધી ન સાંસદ, ન ગવર્નર, ન રાજનેતા એવા ટ્રમ્પ માત્ર ને માત્ર રિઅલ એસ્ટેટના બિઝનેસમેન જ હતા. ૨૦૧૫ના અંતમાં રાજકારણમાં પ્રવેશ કરી એક જ વર્ષમાં એટલે કે ૨૦૧૬માં રાજકારણના અઠંગ ખેલાડી હિલેરી ક્લિન્ટનને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં પરાજય આપીને વ્હાઇટ હાઉસ કબજે કરનાર ડોનાલ્ડ ટ્રમ્પ રાજનીતિમાં પોતાના આગવા વિચારો માટે ક્યારેક વિવાદાસ્પદ પણ બન્યા છે. છતાં વિશ્વની એક મહાસત્તા તરીકે અમેરિકાના પ્રમુખનો પ્રભાવ વિશ્વવ્યાપી છે.

    ભારત-અમેરિકા સંબંધોનું વિહંગ

    ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો વિકસાવવાનો પ્રારંભ જવાહરલાલ નેહરુના સમયથી થયો હતો. નેહરુએ ૧૯૪૯ અને ૧૯૫૬ એમ બે વખત અમેરિકાની મુલાકાત લીધી હતી. અમેરિકી પ્રમુખને મળવા ઉપરાંત વિશ્વ વિખ્યાત પ્રો. આલ્બર્ટ આઇન્સ્ટાઇનને પણ મળ્યા હતા. મોરારજીભાઈ વડા પ્રધાન તરીકે અમેરિકા ગયા હતા ત્યારે ત્યાં પણ ભરચક કાર્યક્રમો વચ્ચે નિયમિત રેંટિયો કાંતવાનો નિયમ જાળવ્યો હતો. સ્વાસ્થ્ય તંદુરસ્તીને કારણે ખૂબ લોકપ્રિયતા પ્રાપ્ત કરી હતી, પરંતુ તેમની સ્વમૂત્ર ચિકિત્સાનો પ્રયોગ અમેરિકાની પ્રજામાં અને અખબારોમાં ચર્ચાસ્પદ બન્યો હતો. વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાન પદના કાર્યકાળ દરમિયાન અત્યાર સુધીમાં પાંચ વખત અમેરિકાની મુલાકાત લીધી છે.

    બજારની વર્તમાન સ્થિતિ.. મમ્મી પપ્પાની વૃદ્ધા અવસ્થા..ઘરમાં કમાનાર વ્યક્તિ ફક્ત હું..છતાં..પણ આજે..મમ્મી અને મારી પત્ની વચ્ચેના ઉગ્ર મતભેદ..અંતે મતભેદનું પરિણામ બન્યું.. જે મને શંકા હતી તે જ અંતે થયું..વેકેશનમાં ગયેલી પત્ની વેકેશન પૂરું થવા છતાં પિયરથી પાછા આવવાનું નામ ન હતી લેતી... મેં કારણ પૂછ્યું તો જવાબ મારા સાસુ-સસરા તરફથી મળ્યો..જમાઈ રાજા તમારા મા-બાપથી જુદા થાવ તો મારી દીકરીને ત્યાં મોકલું.

    ગુણાતીત સમાજના સંવર્ધકઃ વિઠ્

    બીએપીએસ દ્વારા વિમુખ થયેલ સ્વામિનારાયણી સમાજ પોતાને ગુણાતીત સમાજ તરીકે ઓળખાવે છે. અલગ અલગ ગુરુઓ છતાં ભાવાત્મક રીતે બધા આત્મીયતા અનુભવે છે. આ સમગ્ર સમાજના સંવર્ધનમાં વિઠ્ઠલદાસનું પ્રદાન અનન્ય છે. બધાંની ભક્તિપૂર્વક સેવા, મદદતત્પરતા, નમ્રતા અને નિષ્ઠાથી વિઠ્ઠલદાસ સૌને ભાવતા અને ફાવતા છે. ગુણાતીત સમાજમાં સૌથી મોટો પથારો ધરાવે છે સોખડાના હરિપ્રસાદ સ્વામી. ઘણા દેશોમાં એમના ભક્તો, મંદિરો અને સત્સંગ છે. આમાંય જર્મનીમાં સવાસો જેટલા ગોરા જર્મનો સ્વામિનારાયણી કંઠી ધારીને હરિપ્રસાદ સ્વામીને આરાધે છે.