વિવિધા

No

Block: Site: Subtree Block

    દુઃખતા ગુમડાને દબાવીને વધારે દુખાડવું કોને ગમે? લાગેલી આગમાં ઘી હોમવા જેવી પ્રક્રિયા કોણ સહન કરી શકે? કયો માણસ વાગેલા ઘાવ પર મીઠું ભભરાવવા દે? તેવી જ રીતે આજે જે પરિસ્થિતિ ચાલી રહી છે, જેટલી દર્દનાક સ્થિતિમાંથી આપણે સૌ પસાર થઇ રહ્યા છીએ તેમાં કોઈ વધારો કરે તો તેનું શું કરવું? કોઈ આપણને સાંત્વન આપવાને બદલે આપણી હૈયાગ્નિને વધારે ભડકાવે તેવું તો ન જ પોસાય ને?

    ‘ભલે આજે મોટા ભાઈ-ભાભી બધાને બોલાવે, સહુ સાથે આનંદ કરે એ વાતો સાચી, પરંતુ એમણે બા-બાપુને એ સમયે બહુ દુઃખ પહોંચાડ્યું હતું. એમણે એવું નહોતું કરવું જોઈતું.’ અનિકેત જે પરિવાર માટે પારિવારિક સભ્ય જેવો હતો એ પરિવારના મુરબ્બી સભ્ય એમના પરિવારજનો સાથે બેઠાં હતાં ત્યારે એ પરિવારના જ એક ભાઈએ કહ્યું... વાત એમ હતી કે અનિકેત એક મિત્રને ત્યાં લગ્ન નિમિત્તે બે દિવસ ગયો હતો. લગ્નના માહોલમાં બધા ધમાલ-મસ્તી કરતા હતા. મોડી રાત્રે બધા ચા-નાસ્તો કરતાં બેઠાં હતા ત્યારે એ પરિવારના ભાઈઓ-બહેનો પૈકીના એકે લેખના આરંભે લખેલી વાત કરી.

    સમાજના ઉદ્ધારક શ્રી સ્વામિના

    અનેક જીવોના ઉદ્ધારાર્થે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય સંવત ૧૮૩૭ના ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી (આ વર્ષે બીજી એપ્રિલ)ની રાત્રિએ છપૈયામાં થયું. બાળપણમાં તેમનું નામ ઘનશ્યામ. પિતાનું નામ ધર્મદેવ અને માતાનું નામ ભક્તિમાતા હતું. બાળપણમાં તેમણે કાલીદત્ત જેવા અનેક અસૂરોનો નાશ કર્યો. ત્યારબાદ અનેક જીવોના ઉદ્ધારાર્થે સંસારનો ત્યાગ કરીને ૭ વર્ષ ૧૧ માસ, ૧૧ દિવસ સુધી પગપાળા તીર્થાટન કરતાં ભારતમાં આશરે ૧૨,૦૦૦ કિમીની યાત્રા કરી. ત્યારે તેઓ નીલકંઠવર્ણી નામે ઓળખાયા.

    સાહિત્યના શબ્દથી શક્તિ મેળવત

    હીના મોદી. ગુજરાતી વાચકો માટે પરિચિત નામ. લેખનનાં ક્ષેત્રે તેની પાસે સજ્જતા અને સંવેદના છે. જિંદગીને માણવા અને પામવા જેવી વયે તેના પર અચાનક આફતોનું આસમાન તૂટી પડ્યું. દસ જ મહિનામાં ૧૬ શસ્ત્રક્રિયા! હજુ પણ તેનું સ્મરણ કરતાં જીવ ફફડી ઊઠે.

    કોરોનાસંકટમાં દલા તરવાડી રાજ

    • સરદાર પટેલનું નામ વટાવનારા રાજનેતાઓ એમના આદર્શોનું ચોગળું આચરણ કરી બતાવે એટલી અપેક્ષા • તેલંગણ અને મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાન-પ્રધાનો અને અધિકારીઓએ સ્વૈચ્છિક પગારકાપ અમલી કરી બતાવ્યો • સ્વૈચ્છિક પગારકાપના આગ્રહી વલ્લભભાઈના નિધન પછી ય શાસકો-અધિકારીઓએ એનો અમલ કર્યો હતો

    લોકડાઉન ભલેને રહ્યું, તમે સમયન...

    મોટા ભાગના લોકો અત્યારે ઘરેથી કામ કરે છે. જેમને અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા હોવાને કારણે ઘરની બહાર જવું પડતું હોય તેમને બાકાત રાખતા બાકી કોઈએ જ ઘરથી બહાર નીકળવું જોઈએ નહિ. લોકડાઉન એટલે લોકડાઉન. તેનો ચુસ્તપણે અમલ કરવો આપણા સૌના, સમાજના અને માનવજીવનના હિતમાં છે. આ સમયે ઘરમાં રહીને લોકો કંટાળી ગયા હોય તેવું બને. ઓફિસનું વાતાવરણ ન હોવાથી ક્યારેક ઘરેથી કામ કરીને પણ થાકી જવાય. આ સમયે કેટલીક એવી બાબતો જે આપણે સૌએ ધ્યાનમાં રાખવી જોઈએ તેની એક યાદી આપની સામે પ્રસ્તુત કરું છું. તમે તેમાં ઉમેરો કરીને પોતાનો ઘરે રહેવાનો સમય વધારે રચનાત્મક અને પ્રોડક્ટિવ બનાવી શકો છો.

    દેશના ભાગ્યવિધાતાઓ ભણવા કરતા

    • ગાંધીજી કે સરદાર પટેલને નોબેલ પારિતોષિક કે ભારતરત્ન મળે કે ના મળે એની ખેવના નહોતી • બિરલાએ પૂછ્યું: ભારતને હિંદુરાષ્ટ્ર જાહેર કરીશુંને? સરદાર કહે: ‘હિંદુરાષ્ટ્ર પાગલોં કા ખયાલ હૈ.’ • ગાંધીજી સાથે મતભેદો પછી પણ નેતાજી સુભાષચંદ્ર બોઝે તો મહાત્માને રાષ્ટ્રપિતા ગણાવ્યા હતા • સરદારની ભવિષ્યવાણી હતી કે પાકિસ્તાન બન્યું તો ખરું, પણ એ ભવિષ્યમાં ભારત સાથે મળી જશે

    દુઃખના કારણને ઓળખો અને તેને ત્...

    બુદ્ધ ભગવાનની ફિલોસોફીના મૂળમાં રહેલો મંત્ર છે: ઈચ્છા દુઃખનું મૂળ કારણ છે. આ ફિલોસોફી માટે ચાર સુવર્ણ સિદ્ધાંતો આપી શકાય. ૧) બધું જ કઈ કારણથી થાય છે. ૨) દુઃખ માટે પણ કારણ હોય છે. ૩) આ કારણ ઈચ્છા છે. ૪) ઈચ્છાને દૂર કરવાથી દુઃખ માટેનું કારણ બચતું નથી અને માટે તે દૂર થાય છે. 

    પ્રશાંત મહાસાગરના ટાપુઓમાં પ

    ૧૯૨૯માં ગોવિંદભાઈ અને ઈચ્છીબહેનને ત્યાં પુત્ર દુર્લભ જન્મ્યો. મહેનતકશ પરિવારમાં ઉછરતો દુર્લભ પાંચ વર્ષનો થતાં મા ઈચ્છીબહેનનું અવસાન થયું. મા વિનાના પુત્રને નાનીમાએ રાખ્યો અને પછી નાના મામા રણછોડભાઈ ફિજીથી પરણવા આવતાં તેમની સાથે દુર્લભને ફિજી મોકલ્યો. દુર્લભ ફિજીમાં ઉછરવા લાગ્યો અને શાળામાં દાખલ થવાનું થતાં મોટા મામા કેશુભાઈનું નામ પિતા તરીકે લખાવ્યું. આથી મામા દુલર્ભના પિતા બન્યા.

    નાનપ રાખો, નિરાભિમાની રહો, સાથ

    આર. કે. લક્ષમણ ભારતના વિખ્યાત કાર્ટૂનિસ્ટ હતા. તેમનો એક જોક વાંચો: એક મિકેનિક ડોક્ટરની ગાડી રિપેર કરી બોનેટ બંધ કરતા ત્યાં હાજર બધા લોકો સાંભળે તેમ મોટેથી બોલ્યો, ‘ડોક્ટર સાહેબ, આ લો તમારી ગાડી તૈયાર. ચલાવો એન્જીન. હમણાં જ ઘર્રાટી કરશે. પણ મને એક વાત સમજાતી નથી કે તમે પણ વાલ્વ બદલો છો અને હું પણ વાલ્વ બદલું છું. તો તમારું બિલ તો બહુ મોટું હોય છે અને અમારા જેવા ગરીબોનું તો માંડ ઘર ચાલે છે.’