વિવિધા

No

Block: Site: Subtree Block

    ‘અરે યાર, કોલેજ અને કોલેજના ફ્રેન્ડઝ બહુ યાદ આવે છે. અગાઉ ક્યારેય આટલી તીવ્ર રીતે કોલેજને મીસ નહોતી કરી.’ પરિવારમાં એક કોલેજીયન યુવતી આમ જ વાત કરતી હતી. આ એ છોકરી હતી જેને ગુજરાતની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં એડમિશન મળ્યા બાદ, ત્યાંની કડકાઈ અને હાજર રહેવાની પળોજણ ગમતી ન હતી. એ એવું ક્યારેક મસ્તીમાં કહેતી કે આટલી પ્રતિષ્ઠિત કોલેજમાં જ્યારે એડમિશન મળ્યું ત્યારે ખબર હોત કે અહીં આટલું કડક હશે તો હું જાત જ નહીં. હવે એ યુવતીને પોતાની કોલેજને યુનિવર્સિટીમાં જલ્દી ભણવા જવું છે. જશે થોડા સમયમાં ફરી બધું તંત્ર ગોઠવાશે એટલે જશે ને ત્યારે કોલેજના દિવસોને એ નવી રીતે જોશે. આખરે પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. પરિવર્તન પંચતત્વમાં પણ હોય અને વિચારમાં - દૃષ્ટિકોણમાં પણ હોય.

    સાક્ષર નગરી તરીકે નામના પામનાર નડિયાદ ભારત, અમેરિકા, કેનેડા, ઈંગ્લેન્ડ અને આફ્રિકાના સંખ્યાબંધ દેશોમાં સંતરામને કારણે વધારે જાણીતું થયું. મોટા ભાગના ધર્મસંપ્રદાયો જૂથબંધીથી પર નથી. મારા - તમારા ભેદભાવથી પર નથી. સંતરામ મંદિર નડિયાદ, તેની ગુજરાતમાં કેટલાક અન્ય સ્થળે પણ ગાદી. સંતરામની ગાદી અભેદભાવની આરાધક છે. આ ભક્ત મારા, બાકી બીજાના એવું ક્યારેય અહીં થતું નથી. માણસ માટે જ નહીં, પશુ-પંખી પર પણ એવો જ પ્રેમ એ સંતરામ મહારાજની વિશિષ્ટતા. આ પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં સંતરામના ગાદીપતિ જાનકીદાસજી મહારાજનું મહત્ત્વનું પ્રદાન છે.

    માત્ર કોરોનાને જ દૂર નહીં રાખે...

    આપણી સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ ગણાતી આ મુદ્રા આપણા શરીરના ઉર્જા પ્રવાહને સંતુલિત રાખવાથી લઈને માથાનો દુખાવો દૂર કરવા અને મનના ભયને નિવારવા માટે પણ ઉપયોગી ગણાય છે. યોગથી લઈને ભારતીય પરંપરામાં વારંવાર જેનો ઉપયોગ થયો છે એ અંજલિ મુદ્રા અથવા નમસ્કાર મુદ્રા અથવા નમસ્તે કરવાની સાચી રીત શું અને એનાથી કેવા લાભ થાય એ વિશે આપણે જાણીએ.

    વણખેડાયેલા માર્ગે ચાલનાર જ પા

    રોબર્ટ ફ્રોસ્ટ નામના અમેરિકન કવિએ આજથી લગભગ ૧૦૫ વર્ષ પહેલા ઈ.સ. ૧૯૧૫માં લખેલી કવિતા, ‘ધ રોડ નોટ ટેકન’ વાંચી હશે. ન વાંચી હોય તો ગુગલ કરીને વાંચજો. વાંચી હોય તો પણ ફરીથી એક વાર વાંચી જજો. આ કવિતા એવી છે કે જેનું તમે દરેક વખતે વધારે ઊંડું અર્થઘટન કરી શકશો.

    ગુજરાત સ્થાપના દિન વિશેષઃ અલગ...

    પહેલી મે એ માત્ર ગુજરાત રાજ્યનો જ નહીં, મહારાષ્ટ્રનો પણ સ્થાપનાદિન છે ત્યારે મહારાષ્ટ્ર અને ગુજરાતની જોડતી સૌથી મોટી કડી કઈ? અથવા એમ કહો કે મહારાષ્ટ્ર અને ગુજરાતને અલગ કરતી સૌથી મોટી બાબત કઈ? એકબીજાના વિરોધી આ બન્ને સવાલનો એક સમાન જવાબ છે, મુંબઈ. મહાનગર મુંબઈમાં ભલે મરાઠીઓની સંખ્યા વધુ હોય, પણ આ શહેરમાં ગુજરાતીઓનો હંમેશાંથી આગવો પ્રભાવ રહ્યો છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જ્યારે અલગ થયાં ત્યારે પણ મુંબઈનું ‘આર્થિક નિયંત્રણ’ ગુજરાતીઓના જ હાથમાં હતું. એમ છતાં એવું શું થયું કે મુંબઈ ગુજરાતને બદલે મહારાષ્ટ્રની ઝોળીમાં જઈ ચડ્યું?

    ઘોર કાળાં વાદળની રુપેરી કોરઃ ક...

    સાચું જ કહેવાયું છે કે કપરાં સમયમાં અતિશય દબાણ હેઠળ જ તમારું શ્રેષ્ઠ તત્ત્વ બહાર આવે છે. આજે આપણે મહામારીમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે આપણામાંથી ઘણાંએ પોતાના જીવનમાં આવી કટોકટીનો કદી અનુભવ કર્યો નહિ હોય.

    કુંદનિકાબહેન કાપડિયાઃ પ્રેમ -...

    વાત છે ૧૯૯૦ના એપ્રિલ મહિનાની. એ સમયે જન્મભૂમિ ભાવનગરમાં રહેતો હતો. સાહિત્ય અને સંગીત સાથે પ્રીતિના કારણે સ્ટેજ આર્ટીસ્ટ કુંદન ગઢવી સાથે પારિવારિક મિત્રતા હતી. મારા પત્ની મનીષા અને કુંદન તથા એના પત્ની સાગરબા સાથે અમે પ્રવાસ માટે પહોંચ્યા તીથલ. કોઈ પરિચય વિના બંધુત્રિપુટી નામે જાણીતા જૈન મુનિઓના આશ્રમ ‘શાંતિનિકેતન’માં ગયા. રહેવા-જમવાની સુવિધા થઈ. મોટા ભાગનો સમય દરિયાકિનારે - સત્સંગ અને સાહિત્યચર્ચા તથા કવિતાના આનંદમાં પસાર થતો. એમના જ સૂચનથી ધરમપુર નજીકના ‘નંદીગ્રામ’ પહોંચ્યા. મકરંદભાઈ અને કુન્દનિકાબહેને પ્રેમપૂર્ણ સ્વાગત કર્યું. અડધો દિવસ રોકાયા. ખૂબ વાતો કરી. કુન્દનિકાબહેન સાથે એ પ્રથમ મુલાકાત. એ પછી તો વલસાડસ્થિત પારિવારિક સ્વજન શ્રી હિંમતભાઈ શાહના ઘરે અને તીથલ નિયમિત જવાનું થતું રહ્યું અને એ સાથે બે-ચાર વાર નંદીગ્રામ પણ ગયો.

    જીવન અને મૃત્યુ બંને એક દોરીના બે છેડા છે? જીવન એટલે શરૂઆત અને મૃત્યુ એટલે અંત એવું ખરું? કે પછી સનાતન શાસ્ત્રોમાં કહ્યું તેમ એક ચક્રમાં જીવન અને મૃત્યુ માત્ર પડાવરૂપ છે? નિરંતર ચાલતા ક્રમમાં જીવન અને મૃત્યુ માત્ર નાટકનો એક અંક છે, વાર્તાનું માત્ર એક પ્રકરણ છે? મૃત્યુ વિષે ચિંતન ખુબ થયું. દરેક ભાષાના વિદ્વાનોએ ખુબ લખ્યું. કોઈ મૃત્યુને દુઃખદ તો કોઈ દુઃખાંત ગણાવે. પરંતુ જીવન જીવનાર પોતાના મૃત્યુને કેવી રીતે અપનાવે છે તે વાત અગત્યની છે. કેટલાક લોકો મૃત્યુથી ડરી ડરીને જીવે છે તો કેટલાક મૃત્યુને હથેળીમાં રમાડે છે. કેટલાક તો મૃત્યુ વિષે વાત કરવાનું જ અશુભ માને છે. પરંતુ સૌ એક હકીકતથી વાકેફ છે: મૃત્યુ નિશ્ચિત છે.

    લેબર પાર્ટી ભારતીયો સાથે સંબં

    લેબર પાર્ટીના નેતા સર કેર સ્ટાર્મરે BAME કોવિડ -૧૯ મોત સંદર્ભે સમીક્ષા કરવાની નેતાગીરી બેરોનેસ ડોરીન લોરેન્સને સુપરત કરી છે. આપણે બધા વૈશ્વિક મહામારી સામે ઝઝૂમી રહ્યા છીએ ત્યારે આ કૃત્ય દેશને નીચાજોણું કરાવે છે. હું આમ એટલા માટે કહું છું કે કારણકે ચૂંટાયેલી સરકારે આ જ બાબતે સત્તાવાર તપાસની જાહેરાત કરી જ દીધી છે અને કોઈ પણ જવાબદાર વિપક્ષનો શાણપણભર્યો નિર્ણય પોતાના રાજકીય વલણોને માફક આવે તેવા ખોટા વિકલ્પો આપવાના બદલે સરકારને સમર્થન આપવાનો જ હોઈ શકે. આ સમીક્ષા જાહેર કરવાની સાથે જ સ્ટાર્મરે તેને દાબી દીધું. તેમણે હિન્દુ સમુદાયમાંથી કોઈ પ્રતિનિધિને આમંત્રિત કરવાની જરૂર જ સમજી નહિ. ભારતીયોને કોવિડ-૧૯થી ભારે અસર થઈ છે ત્યારે આ ઘણું આશ્ચર્યજનક કહેવાય. શું આ અક્ષમતા છે? શું આ બેપરવાઈ છે? કે પછી આપણા સમુદાય સાથે તિરસ્કારપૂર્ણ વ્યવહાર કરવામાં આનંદ મેળવતી જૂનીપુરાણી લેબર પાર્ટી છે?

    સત્યનિષ્ઠાયુક્ત સેવાનો વારસો...

    સાથી ડોક્ટરોએ સલાહ આપી. એક ભૂલ કરી તો ભલે પણ બીજી ભૂલ કરશો તો જીવનભર પસ્તાવું પડશે. વાત છે પિડિયાટ્રિશ્યન કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરની. તેમણે ત્રણ બાળકોને ઈન્ક્યુબેટરમાં રાખેલા હતાં, તેમાં એક બાળકનું હૃદય ધીમે ધીમે બંધ પડતું જતું હતું. બીજા દિવસે બાળદર્દીનું અવસાન થયું. ડોક્ટરને ખ્યાલ આવ્યો કે જો આવું કર્યું હોત તો બાળક જરૂર બચી જાત. ભૂલનો ખ્યાલ આવતા ડોક્ટર દુઃખી થયા. તેમણે વિચાર્યું કે, ‘મારે એનાં મા-બાપને જાણ કરવી જોઈએ કે મેં આ સારવાર કરી હોત તો બાળક કદાચ બચી ગયું હોત. ભૂલથી મેં બીજી રીતે સારવાર કરી.’ ડોક્ટરે પોતાના મિત્રોને વિચાર જણાવ્યો તો મિત્રોએ એકી અવાજ આવું કરવાથી થતાં ખતરાથી સંભવિત નુકસાનની વાત કરીને મના કરી. ખતરો હતો બાળકના વાલી કેસ કરે તો લાખ્ખો ડોલરની નુકસાની આપવાની થાય. પ્રેક્ટિસ કરવાનું લાયસન્સ પણ કદાચ જપ્ત થાય તો જિંદગીભર ડોક્ટર તરીકે કામ જ ન થાય. આમ છતાં ડોક્ટરના અંતરાત્માએ સાચું કબૂલ કરવા પ્રેરણા આપી. ડોક્ટરે વાલીને સાચી વાત કહીને માફી માગી. વાલીએ વાત આગળ ના વધારી.