આજકાલ કોરોનાના પડછાયે નજર પુસ્તકો તરફ જાય અને તરેહવારની દુનિયા આપણી આંખો સામે ખૂલી મૂકી દે તેનો અનુભવ ઘણાને થતો હશે. અઢી હજાર પુસ્તકો હોય ત્યાં કોને પસંદ કરવું તે મોટો નિર્ણય બની જાય એવા અનુભવમાંથી મળેલાં એક પુસ્તક વિશે વાત કરવા માંગું છું, જેણે ઈતિહાસ અને દંતકથાની ભેદરેખા જ ભૂંસી નાંખી છે!
વિવિધા
Block: Site: Subtree Block
એક સદીથી ય વધારે સમયથી જે પરિવાર વતન છોડીને વિદેશમાં વસે અને છતાં જલકમલવત્ રહીને પરભોમમાં, પરસંસ્કૃતિથી ઘેરાયેલા રહેવા છતાં ભારતીયતા સાચવી રાખે તેવા પરિવાર અલ્પ હોય છે. પોર્ટુગલના પાટનગરમાં રતિલાલ ઉનડકટ આવા પરિવારના મોભી. અમરેલી નજીકના કુંકાવાવના જેઠાલાલ ઉનડકટ ખેતી કરે અને દુકાન ચલાવે. વતનની હાડમારીથી છૂટવા તેમના દીકરા પુરુષોત્તમ મોઝામ્બિક પહોંચ્યા. તેમના દીકરા ગાંડાલાલ વાસ્તવમાં ડાહ્યાલાલ શા! તેમણે પોતાના વતનમાંથી ભાઈઓને તેડાવીને ધંધે વળગાડ્યા. પુરુષોત્તમના ત્રીજા નંબરના દીકરા રણછોડદાસ મુંબઈથી નોકરી છોડીને ભાઈઓ સાથે ધંધામાં જોડાયા. તેમની એક દુકાન મનિકામાં અને બીજી વીલાપેરી ગામમાં. દુકાનમાં ભાતભાતની ચીજવસ્તુઓ અને પેન્ટ-શર્ટનું કાપડ રાખે. પગારદાર દરજી રાખીને શર્ટ-પેન્ટ વગેરે તૈયાર કરાવીને વેચવા રાખતા. કાપડ પણ વેચતા.
ભાવનગરમાં રહેતા હરમીતના મમ્મી ખુશ છે, કારણ કે દીકરો માત્ર રસોઈ બનાવવામાં જ નહીં ઘરમાં કચરા-પોતાં કરવામાં પણ રાજી થઈને મદદ કરતો થયો છે. વલસાડમાં રહેતા ૮૪ વર્ષના હિંમતભાઈ શાહ કહે છે ક્યારેય કલ્પના કરી ન હતી એમ અમે ઘરના તમામ સભ્યો આટલો સમય ઘરમાં જ રહીએ છીએ અને વળી સહુ સતત, કોઈને કોઈ સર્જનાત્મક પ્રવૃત્તિમાં રહીએ છીએ.
વંદે ભારત યોજના હેઠળ વિદેશમાં અટવાઈ ગયેલા ભારતીયોને લાવવા એર ઇન્ડિયાની કેટલીક ફ્લાઇટ ચલાવવામાં આવી. અમુક દેશોમાંથી આ રીતે મર્યાદિત સંખ્યામાં ભારતીયોને પરત લાવવામાં આવ્યા. લંડનથી પણ પ્રથમ તબક્કામાં ૭ વિમાન દ્વારા ભારતીયોને મુંબઈ, દિલ્હી, ચેન્નાઇ, અમદાવાદ, બેંગલુરુ અને હૈદરાબાદ લઇ જવામાં આવ્યા. મુંબઈ માટે બે વિમાન ઉડ્યા. લગભગ સવા ત્રણસો લોકો એક - એક વિમાનમાં ગયા. સંપૂર્ણ પ્રક્રિયા નિયંત્રિત હતી અને તેમાં ભારતીય ઉચ્ચાયોગની વેબસાઈટ પર રજીસ્ટર કરેલા લોકોને અમુક પ્રાથમિકતાના ધોરણે લેવામાં આવ્યા. જોકે બધા જ મુસાફરોને આ માર્યાદિત સીટમાં સામેલ કરવા તો શક્ય ન જ હોય. પરંતુ પ્રથમ તબક્કામાં ઘણા ખરા જરૂરિયાતમંદોને મુસાફરી કરવાની તક મળી.
થોડી પળો માટે કલ્પના કરી લો કે તમારો જન્મ વર્ષ ૧૯૦૦માં થયો છે. ઘણાને એમ લાગશે કે આ તો જીવનનો સુંદર અને તદ્દન સરળ સમયગાળો હતો. આ પછી તમારા ૧૪મા જન્મદિને પ્રથમ વિશ્વ યુદ્ધનો આરંભ થાય છે અને છેક ૧૮મા જન્મદિને તેનો અંત આવે છે. આ યુદ્ધમાં ૨૨ મિલિયન લોકો જાન ગુમાવે છે જેમાં, યુરોપની આઝાદીનું રક્ષણ કરવા સામા પગલે યુદ્ધમાં સામેલ તમારા ઘણા મિત્રોનો પણ સમાવેશ થાય છે.
આ વર્ષના ઉત્તરાર્ધમાં આ પૃથ્વી પર સ્પેનિશ ફ્લુ મહામારી ત્રાટકે છે અને તમારી ૨૦મી વર્ષગાંઠ સુધી ચાલે છે. આ બે વર્ષમાં ૫૦ મિલિયન લોકોનાં મોત થાય છે. હા, ૫૦ મિલિયન મોત.
વાચક મિત્રો, કોરોના મહામારીને કારણે લગભગ સમગ્ર વિશ્વ લોકડાઉનમાં સ્થગિત થઇ ગયું. આ કોરોનામાં લોકો શું કરતા હશે? સમય કેવી રીતે પસાર કરતા હશે? સામાન્ય માનવી હોય કે સેલીબ્રીટી, કલાકાર હોય કે કથાકાર...બધા જ પોતપોતાના ઘરમાં બંદી બની બેસી ગયા. અરે! ભગવાન પણ તાળાબંધીમાં બેસી ગયા. માનવીની ભાગદોડભરી જીંદગીમાં એકાએક પૂર્ણ વિરામ, કદીય કલ્પ્યું ન હોય એવું? કોરોનાના કેરની વાતો ને સમાચારો તો ચારેબાજુ અડ્ડો જમાવી બેઠાં છે. લોકડાઉન ક્યારે બંધ થશે એ પણ એક પ્રશ્નાર્થ. અને લોકડાઉન ખૂલશે તો પણ કેટલાક નિયમોના બંધન સહિત. કોરોનાનો ભય હજી મંડરાયા કરે છે.એનો અંત ક્યારે એની કોઇને ખબર નથી.
‘અરે આ તો મારી કોલેજમાંથી મેં વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવ્યો હતો એનો ફોટો...’ ‘અને આ...આ... આટલા બધા ફોટા ધ્વનિના જ છે, એનું બાળપણ ઉત્સવ જેવું ને મારું નહીં કેમ?’ નાની દીકરીએ કાયમની જેમ મીઠો ઝઘડો કર્યો. માંડ એને સમજાવી કે તારા પણ આટલા બધા ફોટા છે જ... સમય બદલાયો એટલે એ ડિજિટલ ફોર્મેટમાં સચવાયા છે. મૂળ તો લોકડાઉનનો આ સમયગાળો પસાર કરવા ઘરમાં જે સર્જનાત્મક પ્રવૃત્તિઓ થાય એમાંની એક પ્રવૃત્તિ આ આખીય સ્મરણયાત્રાના કેન્દ્રમાં હતી. એ પ્રવૃત્તિ એટલે છેલ્લા ચારેક દાયકાની જુની તસવીરો જોવાની - એને સ્કેન કરવાની અને ફરી નવેસરથી ગોઠવવાની. આહાહાહા શું આનંદ આવ્યો છે એમાં..! રોજ ઓછામાં ઓછા બે-ત્રણ કલાક ગયા ત્યારે ૧૫ દિવસે કામ પૂરું થયું.
૧૯૭૮માં ભારત સરકારે બનાવટી નોટોથી બચવા એક હજાર રૂપિયાની નોટો બંધ કરી. બેંકમાં એ નોટ ભરીને નાની નોટ મેળવવી પડે ત્યારે ૨૦ વર્ષના એ યુવક પાસે ૧૦૦૦ રૂપિયાની ૬૦ નોટ હતી. ૫૦ અને ૧૦૦ રૂપિયાની સંખ્યાબંધ નોટ હતી. નાની વયનો સાત ધોરણ ભણેલ આ યુવક અરવિંદ માવાણી.
ભારતીય અને અંગ્રેજી પ્રજા વચ્ચે સદીઓ સુધી સંપર્ક રહ્યો છે. ઈ.સ. ૧૭૫૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબ પર ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો વિજય થતા પ્રથમ વખત અંગ્રેજી સત્તા ભારતમાં સ્થપાઈ. ત્યારબાદ ૧૦૦ વર્ષ સુધી ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું સામ્રાજ્ય વિસ્તર્યા કર્યું. ઈ.સ. ૧૮૫૭ના વિદ્રોહ કે સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ બ્રિટનનાં મહારાણીએ ભારતની સત્તા ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી લઈને બ્રિટિશ તાજના તાબામાં લીધી. ત્યારથી ૯૦ વર્ષ બાદ ઈ.સ. ૧૯૪૭માં ભારતને આઝાદી મળી. લગભગ ૧૯૦ વર્ષનો આ રાજકીય સત્તાબદ્ધ સંબંધ અને તેના સિવાય પહેલા પણ સર થોમસ રો બ્રિટનના રાજદૂત તરીકે ઈ.સ. ૧૬૧૫માં ભારતમાં મુગલ દરબારમાં આવે છે ત્યારથી બંને પ્રજા વચ્ચે પારસ્પરિક સંબંધ વધતો રહ્યો હતો. પરંતુ આ સંબંધ બહુ ઓછો સામાજિક સમરસતામાં પરિવર્તન પામ્યો. બહુ ઓછા કિસ્સાઓમાં બંને વચ્ચે લગ્ન સંબંધો સ્થપાયા. સમાનતાનો નાતો પ્રસ્થાપિત થવામાં ઉણપ રહી.
વિલ - વસિયતનામું, કાનૂની દસ્તાવેજ છે જે તમારા મૃત્યુ પછી તમારી પ્રોપર્ટી બાબતે શું કરવા માગો છો તે દર્શાવે છે. આ સાથે કેટલાક પ્રશ્નોના ઉત્તર જણાવાયા છે જે તમને વિલની વ્યાખ્યા વિશે માહિતી આપશે.
