વિવિધા

No

Block: Site: Subtree Block

    યુગાન્ડન એશિયનોની યુકેના તમા

    હોંગ કોંગના ૩ મિલિયન રહેવાસીઓને યુકે આવવા અને સ્થિર થવાની પરવાનગી આપવાની જાહેરાત કરીને બ્રિટને તેના મનની મોટાઈ-ઉદારતા અને સંવેદના દર્શાવી છે. તમે હોંગ કોંગની કુલ ૭.૫ મિલિયનની વસ્તીને ધ્યાન લેશો તો આ સંખ્યા ગણનાપાત્ર હોવાનું જણાઈ જશે. આ બાબત સ્પષ્ટપણે દર્શાવે છે કે બહુમતી બ્રિટિશરો ખરેખર દિલના ઊંડાણથી પરવા કરે છે અને બ્રિટન વિશ્વમાં પોતાના નૈતિક ઉત્તરદાયિત્વને સંપૂર્ણપણે સ્વીકારે છે.
    યુકેના નાગરિક તરીકે મને બ્રિટિશ હોવાનું ગૌરવ છે! બ્રિટિશ મૂલ્યો વિશ્વમાં શ્રેષ્ઠતાનો પર્યાય છે.

    VETERANS COMBATTING CORONAVIRUS...

    Veterans have been providing vital assistance to the country’s frontline workers ever since the outbreak of the coronavirus pandemic. From delivering essential supplies to those shielding and vulnerable, building the Nightingale Hospitals, delivering PPEs to frontline workers, and to those working in mortuaries, they have worked side by side the frontline workers throughout the pandemic. Many have also helped to set up mobile testing sites, allowing them to run smoothly and safely. Many of these transferable skills have been learnt by the veterans during their service years.

    અમેરિકામાં શાકાહારી સિનિયરોન...

    પશ્ચિમી દુનિયામાં કમાવાની તકો અને જીવવાની સુખ-સગવડોથી આકર્ષાઈને ભારતીયો મોટી સંખ્યામાં આવ્યા અને સ્થાયી થયા. આમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધારે છે. અમેરિકામાં તે કમાયા. તેમનાં સંતાનો અમેરિકામાં જન્મ્યાં, ઉછર્યાં અને ભણીગણીને આગળ વધ્યાં. નદીઓમાં મહારાણી શી એમેઝોન નદી પ્રત્યેક સેકન્ડે લાખો ગેલન પાણી મહાસાગરમાં ઠાલવે છે અને તેની અસરે માઈલો સુધી આ મહા જળપ્રવાહ ખારા પાણીને મીઠું બનાવે છે, પણ અંતે બધું ખારું થઈ જાય. અમેરિકામાં આવી વસેલા આ ગુજરાતીઓનાં સંતાનો પશ્ચિમી સમાજમાં રહીને વ્યક્તિવાદી બને છે. તેમને પોતાની રીતે જીવવું હોય ત્યારે વૃદ્ધ મા-બાપ એમાં આડશ લાગે છે. નવી અને જૂની પેઢીના વૈચારિક અંતરને લીધે મા-બાપ સાથે ઓછું બોલે. માત્ર હા કે નામાં જવાબ આપે. પૌત્ર-પૌત્રીઓ પણ મા-બાપનું જોઈને દાદા-દાદીથી અંતર રાખે. વળી આ દાદા-દાદીને પણ વતનમાં ખાધેલાં ગુજરાતી શાકાહારી ભોજન ગમે, ત્યારે દીકરાઓ મિષાહારી હોય. આ બધામાં સિનિયર સિટીઝન એવા આ ગુજરાતીઓને પોતાની આર્થિક બચત, આવક કે પેન્શન હોય તો પણ ઘર જેલ સમાન લાગે.

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ...

    ‘But, of Course, it is very difficult to prophesy so far as they concernced...’ ચીન-ભારત સંબંધો વિશે શ્રીમતી ગાંધીના આ પ્રત્યાઘાત હતા. ન્યૂ યોર્કમાં ‘મીટ ધ પ્રેસ’ કાર્યક્રમમાં વડા પ્રધાને ચીન પાકિસ્તાનને મદદ કરશે કે કેમ? એ સંદર્ભમાં આમ કહ્યું. (૮ નવેંબર ’૭૧) યુનોમાં ચીનના પ્રવેશ પછીયે ભારત-ચીન સંબંધો વણસેલા જ રહેશે? આ પ્રશ્નના હવે અનેક પ્રત્યુત્તરો મળવા માંડ્યા છેઃ પરંતુ ચીન સાથેની મૈત્રીને આપણે ક્યા પરિઘમાં મૂલવવી જોઈએ?

    અમિતાભ બચ્ચનઃ નર્યું મનોરંજન...

    અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આગની જેમ ફેલાઈ ગયા. લોકો તેમના લાંબા અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી રહ્યા છે. આપણી બધાની ઇચ્છા છે કે બિગ-બી જલ્દી ચેપમાંથી બહાર આવે. લોકોએ તેના કોવિડ-૧૯ પોઝિટિવ હોવા પર જે રીતે પ્રતિક્રિયા આપી છે તે નોંધનીય છે. સ્થાનિક અખબારોથી લઈને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સુધી, દરેક ટેબ્લોઇડ અને ન્યૂઝ ચેનલે આ સમાચારને આવરી લીધા છે. કેવી રીતે અને શા માટે કોઈ ફિલ્મ સ્ટાર આટલો લોકપ્રિય બની શકે? અને આટલા લાંબા સમયથી સફળતાની ટોચ પર રહી શકે? વિશ્વના કેટલા ફિલ્મ કલાકારોએ આવી સફળતા મેળવી હશે? બચ્ચનમાં એવી તે કઈ ખાસિયત છે જે તેને દરેક વય જૂથોમાં પ્રિય બનાવે છે?

    મોરારિ બાપુની અસંખ્ય રામ કથાઓ

    ભારતના સૌથી પ્રતિષ્ઠિત રાજકીય વિશ્લેષકોમાં એક પ્રોફેસર નગીનદાસભાઈ સંઘવીનું ૧૦૦ વર્ષની વયે ગુજરાતના સુરત શહેરમાં રવિવાર ૧૨ જુલાઈએ દુઃખદ નિધન થયું છે. ઘણા લોકો માટે નગીનબાપાનું હુલામણું નામ ધરાવતા તેઓ ભારતમાં સાહિત્યનો ઉજ્જવળ પ્રકાશ પ્રસરાવતી દીવાદાંડી સમાન હતા. ભારતના આઝાદી અગાઉના વયોવૃદ્ધ લેખકોના પ્રતિનિધિઓમાં એક નગીનબાપાના નિધન સાથે યુગનો અંત આવ્યો છે. ભારતના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન ‘પદ્મશ્રી’થી વિભૂષિત નગીનબાપા ઈંગ્લિશ, ગુજરાતી અને હિન્દી વર્તમાનપત્રોમાં સૌથી લોકપ્રિય કટારલેખક હોવા સાથે પ્રખ્યાત લેખક હતા. તેમના સમગ્ર જીવનકાળમાં તેઓ મહાત્મા ગાંધીના જીવન વિશે સતત લખતા રહ્યા હતા.

    નગીનદાસ સંઘવીઃ તમામ વિષયોમાં

    આ મહાન શતાયુ વ્યક્તિત્વ વિશે ઘણું લખાયું છે, બોલાયું છે અને લખાતું-બોલાતું રહેશે. તેઓ ૯૮ વર્ષના હતા ત્યારે મુંબઈ મિરર દ્વારા કોઈ પણ સ્થળના સૌથી વયોવૃદ્ધ કોલમિસ્ટ તરીકે તેમનું વર્ણન કરવામાં આવ્યું હતું. મને તેમની સાંપ્રત બાબતો પરની સાપ્તાહિક કોલમ્સ અને તેમના પુસ્તકો વાંચવા ગમતા હતા પરંતુ, કદાચ એક પત્રકાર, લેખક, રાજકીય વિશ્લેષક અથવા ઈતિહાસવિદ્ તરીકે તેમના વિશે ટીપ્પણી કરવા જેટલો હું અભ્યાસુ નથી. એટલું જ કહેવું પૂરતું ગણાશે કે તેઓ ઉત્કૃષ્ટ વિદ્વાન સાહિત્યકાર હતા.

    શ્રેષ્ઠ રાજકીય વિવેચક નગીનબા

    નગીનદાસ સંઘવીના નિધનના સમાચારે મને ઘણો દુઃખી કર્યો છે. હું તેમને સૌ પહેલા લગભગ ૪૦ વર્ષ પૂર્વે ઉષા મહેતાની ઓફિસમાં મળ્યો હતો અને તત્કાળ તેઓ હૃદયમાં વસી ગયા હતા. તેઓ ઉષ્માસભર, વિચારવંત, વિશ્વના મહાન અભ્યાસી, તેજસ્વી વિશ્લેષક મગજની બક્ષિસ અને જે દેખાય તે કહી દેવાની હિંમત ધરાવતા હતા. સમય સાથે અમારી મિત્રતા પાકટ થતી ગઈ અને અમે અમારા લખાણો વિશે એકબીજા સાથે પરામર્શ કરવા લાગ્યા હતા. નગીનબાપા સાથે મારા ભાવનાશીલ સ્મરણો રહ્યા છે અને ગત વર્ષે પ્રસિદ્ધ થયેલા મારા પોતાના પુસ્તક ‘એ બ્રિટિશ સબ્જેક્ટ’ની તેમણે કરેલી સમીક્ષા હું અંગત રીતે કદી ભૂલી શકીશ નહિ.

    આજના સમયની માગ છે વિકાસ સાથે વ

    ‘બે-ત્રણ દિવસ ઉપવાસ કર્યા પછી ભોજનમાં તૂટી ન પડાય, સુપાચ્ય આહાર અને પ્રવાહીથી આરંભ થાય.’ લોકડાઉનમાંથી ધીમે ધીમે અનલોકની સ્થિતિમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે સામાજિક આરોગ્ય માટે પણ એ જ નિયમ અપનાવવો પડશે.’ ટોપ એફએમ માટે વિખ્યાત ભાગવતાચાર્ય પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાથે ઝૂમ પર સંવાદ થયો ત્યારે તેઓએ આમ કહ્યું હતું. ‘અનલોકિંગ ધ ઈનરનેસ’ વિષયે એમની સાથે ખાસ્સી વાતો થઈ, પૂજ્ય ભાઈશ્રીએ કહ્યું કે જેમ લાંબા સમયથી બંધ પડેલી ગાડીની પૂરી ચકાસણી પછી ધીમે ધીમે ફર્સ્ટ ગીઅરથી ટોપ ગીઅર તરફ જવાય એમ જ કરવું પડશે. કામ વગર બહાર ન જવું, માસ્ક પહેરવું, દો ગજ દૂરી, બહારથી આવીને સ્નાન કરવું, વારંવાર હાથ ધોવા જેવા તમામ નિયમોનું પાલન કરવું જ પડશે આપણે સહુએ.’

    ચરોતરની વીરાંગના કમળાબહેન પટ

    ભારતના ભાગલા ટાણે ફાટી નીકળેલાં કોમી તોફાનોમાં માલમિલકત ઉપરાંત સ્ત્રીઓની પણ લૂંટ ચાલી: આવી અભાગી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે લાહોરમાં રહીને ભગીરથ કામ કરનાર સોજિત્રાના પટેલ પરિવારની યુવતીનો મૂક સેવાયજ્ઞ