વિવિધા

No

Block: Site: Subtree Block

    લોકહૃદયમાં રાજ કરનાર સુલતાન ક

    ‘અમારું ચાલ્યું હોત તો અમે અમારો જીવ આપીને પણ સુલતાનને બચાવ્યા હોત. એક રાજા પોતાની પ્રજા માટે શું કરી શકે એનો ઉત્તમ દાખલો અમારા સુલતાન હતા. ૧૯૭૫ સુધી અહીં કશું જ નહોતું, ચોમેર બંજર જમીન, છુટાછવાયા પાકા રસ્તા અને ઉજ્જડ વનમાં એરંડા પ્રધાનની જેમ ગણ્યાગાંઠ્યા સ્થળે જીવનજરૂરી સુવિધાઓ. છેલ્લા ત્રણ દાયકામાં ઓમાનમાં ૬૦ હજાર કિમીથી વધુ પાકા રસ્તા, શાળાઓનું નિર્માણ થયું છે, અર્થતંત્ર મજબૂત બન્યું છે, દેશની આજની આ પ્રગતિ અમારા સુલતાનને આભારી છે.’ આ શબ્દો છે એક ઓમાની નાગરિકના. પોતાની પ્રજાનો આટલો પ્રેમ-વિશ્વાસ-આદર હાંસલ કરનાર ઓમાનના ૭૯ વર્ષના સુલતાન કાબુસ બિન સઇદ અલ સઇદના નિધનથી શોકનું મોજું ન ફરી વળે તો જ નવાઇ. 

    માનવતાના મિશનરીઃ ભાનુબહેન પટ

    આફ્રિકામાં ખ્રિસ્તી મિશનરીઓએ અંધારા ખંડમાં પણ આધુનિક જગતનો પ્રકાશ સેવા મારફતે પાથર્યો પણ સેવાનો ગેરલાભ ગોરી પ્રજાએ શાસન અને શોષણ કરીને ઉઠાવ્યો. આ મિશનરીઓથીય પહેલાં કેટલાય ગુજરાતી એકલવીરોએ શ્યામવર્ણીઓની સેવા નિઃસ્વાર્થભાવે કરી હતી. મિશનરીઓને આવા ગુજરાતીઓએ સંપર્કો, રોટલો અને રક્ષણ આપવામાં ભાગ ભજવ્યાની ઘણી કથાઓ છે. આ બધી વાતો ૧૯મી સદીના આરંભની છે. આજે એકવીસમી સદી ચાલે છે.

    ભારત-યુકેના યુવા ઉદ્યોગસાહસિ

    ભારતીય લોકોનું યુકે આવીને વસવું અને સ્થાયી થવું માત્ર તેમના માટે જ નહિ પરંતુ યુકે માટે પણ સમૃદ્ધિ લાવનારી ઘટના છે. આફ્રિકાથી હોય કે સીધા ભારતથી, અહીં આવી વસેલા ભારતીય લોકોએ તેમની મહેનત, ધગશ અને આવડતથી આ દેશની અર્થવ્યવસ્થાને ઘણું આપ્યું છે. ભારતીય ઉદ્યોગપતિઓ પણ અહીં રોકાણ કરવા આવ્યા છે અને ૮૪૦થી વધારે ભારતીય કંપનીઓ આ દેશમાં એક લાખથી વધારે નોકરી સર્જીને અહીંની અર્થવ્યવસ્થામાં લગભગ ૫૦ બિલિયન પાઉન્ડનું યોગદાન દર વર્ષે આપી રહી છે. આવો પારસ્પરિક ફાયદાનો સંબંધ બંને પ્રજા અને દેશ માટે ઉપયોગી છે.

    ઓવર - સ્ટેયર્સ...

    યુકે છોડી દેવાની મુદત વીતી ગયા પછી પણ જે યુકેમાં રહે તે ઓવર-સ્ટેયર વ્યક્તિ કહેવાય. ઈમિગ્રેશન એક્ટ, ૧૯૭૧ની સેક્શન ૨૪ હેઠળ ઓવરસ્ટેઈંગ ફોજદારી ગુનો છે, અને આ ગુનામાં દોષિત જણાયેલી વ્યક્તિને દંડ અથવા મહત્તમ છ મહિનાની જેલ થઈ શકે છે. યુકેમાં જુદા જુદા કારણોને લીધે લોકો ઓવર-સ્ટેયર બને છે. તેમાં લીવની મુદત પૂરી થઈ ગઈ હોય અને રિન્યુ ન થઈ હોય, અપીલમાં હારી ગયા હોય, પારિવારિક કારણ, તબિયતનું કારણ  વગેરેનો સમાવેશ થાય છે. યુકે ઈમિગ્રેશન લો અને હ્યુમન રાઈટ્સ એક્ટ ૧૯૯૮ના દાયરામાં રહીને યુકે છોડ્યા વિના આ વ્યક્તિ હજુપણ યુકેમાં તેમનું અથવા તેણીનું સ્ટેટસ કાયદેસર અને નિયમિત કરાવી શકે છે.  

    સાયન્સ, સાહિત્ય અને સખાવતનો જી...

    અમેરિકામાં વસતી ભારતીય પ્રજા મુખ્યત્વે હિંદુ છે. હિંદુ ધર્મ કે પ્રજા વિશે પાઠ્યપુસ્તકોમાં કે સરકારી સંસ્થાના અહેવાલોમાં ગેરસમજ ફેલાતી રોકવા અને અમેરિકી હિન્દુઓમાં જાગૃતિ લાવવા તાજેતરમાં હિંદુ ફાઉન્ડેશનની સ્થાપના થઈ. સંગઠન સ્થાપવું સહેલું પણ નિભાવવું મુશ્કેલ. વોશિંગ્ટન ડીસીમાં એનું કાર્યાલય. હિંદુ પ્રજાને લગતી ભાતભાતની પ્રવૃત્તિથી ધમધમે. એ ચાલુ રાખવા પૈસા જોઈએ. ડો. દિનેશ શાહે ૫૦,૦૦૦ ડોલરનું તે માટે દાન આપ્યું. હિંદુ ફાઉન્ડેશન ફંડ રેઈઝિંગ માટે ગાલા ડિનર ગોઠવે. એમાં ૨૫થી માંડીને ૧૦૦ ડોલરની ટિકીટ હોય. ટેમ્પામાં આવો કાર્યક્રમ. દિનેશભાઈ શાંતિનિકેતનમાં રહે. ત્યાં વસતા હિંદુઓને તેમાં જવા પબ્લિક ટ્રાન્સપોર્ટ નહીં. ટેક્સીમાં જવું ના પોસાય. દિનેશભાઈ પોતાના ખર્ચે ૫૬ બેઠકોની બસ કરીને બધાંને લઈ ગયા. ડિનરના પૈસા હિંદુ ફાઉન્ડેશનને મળ્યા.

    ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લ

    ૨૬મી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ભારતનો ૭૧મો પ્રજાસત્તાક દિવસ ઉજવાયો. તેના સંદર્ભે ભરતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે ૨૫મી જાન્યુઆરીની સંધ્યાએ દેશના નામ એક પારંપરિક સંદેશ આપ્યો. આ સંદેશમાં તેમણે સરકારના કાર્યો અને હવે પછીના લક્ષ્ય અંગે વિવરણ કર્યું.

    બાઈબલના જૂના કરારમાં ઉલ્લેખ છે, ‘એક દિવસ તું આ ભૂમિ પર અજાણ્યો હતો’. મતલબ તમે જ્યારે અજાણ્યા હો ત્યારે કોઈકની મદદ મળી જ હોય. તો બીજા અજાણ્યાનો આધાર બનવાની તમારી પણ ફરજ છે. આપણી સંસ્કૃતિમાં ‘અતિથિ દેવો ભવઃ’ની વાત અજાણી નથી. આ સંસ્કાર વારસો હવે માત્ર ભારતમાં ય શબ્દોમાં સચવાયેલો જોવા મળે છે ત્યારે જર્મનીમાં વસતા એક બ્રાહ્મણ દંપતી જર્મનીમાં એ વારસો સુપેરે જાળવી રહ્યા છે. આ દંપતી છે સુધીર અને જ્યોતિ પુરોહિત.

    પશ્મિના શાલઃ કુદરતપ્રદ મુલાય

    પશ્મિના શાલની ખાસિયત અંગે સૌ કોઈ જાણે છે. પશ્મિના શબ્દ પર્સીયન છે જેનો અર્થ થાય છે ઊનમાંથી બનાવેલું. આ શબ્દ એક ખાસ પ્રકારની કાશ્મીરની શાલ માટે વપરાવા લાગ્યો અને આજે તે એક વિશિષ્ટ પ્રકારની ઊનની શાલ માટે સમાનાર્થી બની ગયો છે. ભારતના લદાખ વિસ્તારમાં ઉછેરવામાં આવતી બકરીઓ કે જેના ઊનમાંથી આ શાલ બનાવવામાં આવે છે તેમને પણ હવે તો પશ્મિના બકરી તરીકે ઓળખવામાં આવે છે. આ બકરીઓ દર વર્ષે વસંતમાં શરીર પરથી વાળ - ઊન ખેરવી દે છે. તે સામાન્ય રીતે ૧૦૦-૨૦૦ ગ્રામ જેટલું હોય છે. તેમાંથી હાથવણાટ કરીને પશ્મિના શાલ બનાવવામાં આવે છે. શાલ બનાવનારા કારીગરો શ્રીનગર અને કાશ્મીરના વિસ્તારોમાં રહે છે, જયારે બકરીઓ ઉછેરનારા વિચરતી જાતિના લોકો લદાખમાં રહે છે. 

    ગૂગલ મેપ્સના ૧૫ વર્ષે ૧૫ રસપ્ર...

    રસ્તો શોધવા માટે, ઘર નજીક રેસ્ટોરાં શોધવા માટે લોકો ગૂગલ મેપનો ઉપયોગ કરે છે. ઓનલાઈન ટેક્સી બુકિંગ અને ફૂડ ડિલિવરી એપનો બિઝનેસ તો ગૂગલ મેપ્સ પર જ છે. આઠમી ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ તેની શરૂઆત થઈ હતી. આ લોકભોગ્ય સેવાના ૧૫ વર્ષે ૧૫ રસપ્રદ વાત...

    ‘Let me have one more chilled tin of Oriental Brewery...’ સંધ્યાટાણે અમેરિકાના એટલાન્ટા જેવા ને ગરીબ શહેરની એક નાની હોટેલમાં બારની સેલ્સ ગર્લને ઓર્ડર આપ્યા પછી વિપુલ શાંતિથી એનો બીયર પીતો રહ્યો. એ ખોવાઈ ગયો અમેરિકાની એ નીઓ-કેપિટાલિસ્ટ બજારમાં, વિદેશના મોંઘાદાટ ને ભભકાદાર જીવનમાં, પોતાના વતનમાં રહેલા એના મિત્રો અને સંબંધીઓના અમેરિકા પ્રત્યેના ગાંડા લગાવ અને ભારતીય-અમેરિકન પ્રત્યેના ખોટા માન-મરતબામાં. એને હવે ખબર હતી કે અમેરિકા એટલે જ્યાં અથાક મહેનત પ્રમાણિકતાથી કરવી પડે તેવો દેશ ને કદાચ મુંબઈની કમાણી મુંબઈમાં સમાણી તેવો પણ ઘાટ થાય.