ભારતીય સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભાની ચૂંટણીમાં પક્ષપલટા કે સામેવાળા પક્ષના ધારાસભ્યોનાં રાજીનામાંના વરવા દોર છતાં આશાનું કિરણ એ છે કે હજુ પણ મોટાભાગની બેઠકોની ચૂંટણી બિનહરીફ થાય છે. માર્ચ ૨૦૨૦માં થયેલી અને કોરોના પ્રકોપને કારણે મોકૂફ રહેલી જૂન ૨૦૨૦માં થયેલી રાજ્યસભાની બેઠકોની ચૂંટણીમાં મોટાભાગની બેઠકો બિનહરીફ થયા ભણી બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે.
વિવિધા
Block: Site: Subtree Block
કરાચીની ભગવાન રાજા એન્ડ કંપની. તેને કોલકતામાં સરકારી બાંધકામમાં મજૂરો પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો. કમાણી થઈ. યશ મળ્યો. વાઇસરોયના હાથે કંપનીના પ્રમુખને સન્માનવાનું નક્કી થયું. પ્રમુખ હતા રામજી રાજા. તેમના ભાગીદારો ભગવાનજી, હીરજી અને હરિભાઈ - બધાએ રામજીભાઈને સૂટબૂટ અને ટાઈમાં સજ્જ થઈને જવા સૂચવ્યું. રામજી શેઠ મૂળે જેતપુર નજીકના વાડાસડાના. એમણે કાઠિયાવાડી ચોરણો પહેર્યો. પાઘ઼ડી બાંધી અને સાથે દુભાષિયાને લઈને ગયા. દુભાષિયા મારફતે અંગ્રેજ અધિકારીઓ સાથે ચર્ચા કરી. વાઇસરોયના હાથે સન્માન સ્વીકાર્યું. વિઝીટ બુકમાં સાથેના માણસે લખ્યું અને શેઠે અંગૂઠો પાડ્યો. નિરક્ષર શેઠ, રૂપિયો અને પાઉન્ડની એક જ કિંમત ત્યારે લાખોનાં કામ રાખે. મોટાં મોટાં બાંધકામ કરે. લોકો છક્ક થઈ ગયા!
જે નજરથી ઓજલ થાય છે એની તીવ્ર યાદ આવે છે.’ બાસુ ચેટરજીનું તાજેતરમાં જ અવસાન થયું. એમની જ ફિલ્મનું ગીત અહીં બંધબેસતું છે. ‘ન જાને ક્યું, હોતા હૈ યું જિંદગી કે સાથ, અચાનક યે મન, કિસી કે જાને કે બાદ, કરે ફિર ઊસકી યાદ, છોટી છોટી સી બાત...’ સંગીતપ્રેમી સ્વજન મિલન જોષી એમના પેજ પર લખે છે ને નજર સામે તરવરે છે બાસુ ચેટરજીની ફિલ્મોના સીધા-સાદા-સરળ પાત્રો. તેમના જીવનના પ્રસંગો-ગીતો. આપણને એવું જ લાગે જાણે આ પાત્રો આપણી આસપાસ જ જીવી રહ્યા છે. ભારતના સિનેમાપ્રેમીઓ પૈકીનો મોટો વર્ગ નીચલા કે ઉપલા મધ્યમ વર્ગનો છે અને આ વર્ગ હંમેશા બાસુદાને યાદ કરશે કારણ કે બાસુદાએ એમની ફિલ્મોમાં આ વર્ગની જીવનકથાઓ રજૂ કરી છે.
અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો - આ ચાર માસના સમૂહને હિન્દુ કેલેન્ડરમાં ચાતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. આ ચાતુર્માસમાં ઉપવાસ આદિ કરીને તપ કરવાનું શાસ્ત્રોમાં વિશેષ મહત્ત્વ દર્શાવાયું છે. વળી, ચાતુર્માસ દરમિયાન અનેક ઉત્સવો પણ આવે છે તેથી માનવીને ભગવાનની ભક્તિ કરવાની અનેક તકો સાંપડે છે. આમ તપ અને ભક્તિ કરીને ચાતુર્માસમાં મોક્ષપદ પ્રાપ્ત કરી શકાય છે.
Schools, as we all know, are very important to children’s overall development. Very few children have been directly affected by Covid-19, but many have suffered from its social consequences.
અનુકૂલન - પરિસ્થિતિને વશ થવાની આવડત માનવીમાં એવી તો વિકસી ગઈ છે કે કોઈ પણ પરિસ્થિતિને તાબે થઈને જીવતા શીખી જાય છે. એટલે જ તો ડાયનાસોર ખતમ થઇ ગયા પણ માનવજાત વિકસતી જ ગઈ. લાખો વર્ષોની ઉત્ક્રાંતિ બાદ આજે આપણે જ્યાં પહોંચ્યા છીએ તેનાથી એવી આવડત આપણા જનીનોમાં આવી ગઈ છે કે આંચકા ઝીલવામાં બહુ તકલીફ પડતી નથી.
૬૦,૦૦૦ યુગાન્ડન એશિયનોની હકાલપટ્ટી ક્રુર સરમુખત્યાર ઇદી અમીને કરી હતી એની આ ૪૮મી વર્ષગાંઠ છે. એ હાલાકીની યાદ પહેલા ક્યારેય ન હતી એના કરતા હાલ વધુ સુયોગ્ય લેખાય છે.
ગુજરાતમાં એક કહેવત જાણીતી હતીઃ ‘ઉતર્યા મહી તો થયા સહી’. મહી નદીનાં કોતરો પસાર કરો તો સહીસલામત રહો. આ કોતરોમાં માથાભારે લોકો સંતાઈને શાસકોની પરવા વિના કરવું હોય તે કરતા. આને કારણે બોરસદ તાલુકો જે મહીકાંઠાનું મથક તે બોરસદમાં અંગ્રેજ અમલમાં ફોજદારી વકીલોની બોલબાલા રહેતી. સરદાર પટેલ સફળ વકીલ તરીકે અહીંથી જાણીતા થયા હતા. એમના મોટાભાઈ વિઠ્ઠલભાઈ અહીં વકીલ હતા. સરદારના એક સાથીદાર તે ધનાભાઈ વકીલ. સરદાર કરતાં સાત વર્ષ નાના. તેમણે મેટ્રિક પછી વકીલાતની પરીક્ષામાં ઝળહળતી ફત્તેહ મેળવી. આ પછી હાઈ કોર્ટની પરીક્ષામાં મુંબઈ રાજ્યમાં પ્રથમ નંબરે આવેલા. મુંબઈ રાજ્યમાં ત્યારે સિંધ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનનો કેટલોક ભાગ આવતો.
‘અરે, અમે પ્રાઈમરી સ્કૂલમાં હતા ત્યારે સ્કૂલમાં ગુરુપૂર્ણિમા ઉજવાતી અને જે આનંદ આવતો, તે આનંદ પછીના અભ્યાસ દરમિયાન તો ક્યારેય માણ્યો જ નહીં.’ ઝલક એની એક મિત્ર સાથે વાત કરતી હતી. પેલી મિત્રે પણ કહ્યું કે ‘સાચી વાત છે, સ્કૂલમાં અને કોલેજમાં ઉજવાતા ઉત્સવોમાં બહુ મોટો ફેર પડી ગયો છે.’
લદ્દાખ સરહદે હાલ પૂરતું બંને બાજુનું લશ્કર પાછું હટ્યું હોવાને કારણે ભારત-ચીન સંબંધોમાં તંગદિલી ઘટ્યાનું અનુભવાય છે, પણ ૧૯૬૨ના ચીની આક્રમણના અનુભવને જોતાં બીજિંગની આંખમાં રમતાં સાપોલિયાંને પીછાણવાનું મુશ્કેલ છે. એ વેળા પણ ચીને પોતાના લશ્કરને સરહદેથી પાછું ખેંચી લીધું એના ૯૭ દિવસ બાદ ભારત પર આક્રમણ કર્યું હતું. ચીન સામાન્ય રીતે ભરોસાપાત્ર લેખાતું નથી, તેમ છતાં પાડોશી દેશ હોવાને કારણે એની સાથે સંબંધ સારા રાખવાની ભારતના તમામ પક્ષોની સરકારની મહેચ્છા છતાં એ વાંકું જ ચાલતું રહ્યું છે.
