વિવિધા

No

Block: Site: Subtree Block

    INSPIRING BUSINESSES HELPING COMMUNITIES...

    The Covid-19 pandemic has shone a light on stories of inspiring businesses and individuals - those that have gone beyond the normal call of duty to make a difference. When the lockdown was announced in March 2020, many businesses had to down their shutters altogether or change the way they operated. We’ve seen and heard about a tremendous effort from businesses to help their employees, customers, and the wider community, with monetary donations, essentials and PPE supplies.

    On 4 July businesses reopened to new guidelines issued by the UK Government. They are now operating under a ‘new normal’ and doing so safely and efficiently.

    શુદ્ધ જ્ઞાનના દેવ શિવજીના આરા

    શિવ આરાધનાનું મહાપર્વ ગણાતા શ્રાવણ માસનો પ્રારંભ સુદ એકમ (આ વર્ષે ૨૧ જુલાઇથી) થયો છે જ્યારે પૂર્ણાહૂતિ શ્રાવણ વદ અમાસ (આ વર્ષે ૧૯ ઓગસ્ટ)ના રોજ થશે. શ્રાવણ માસના આરાધ્ય દેવ ભગવાન શિવજી-મહાદેવજી છે. ભગવાન શિવ એ શુદ્ધ જ્ઞાનના દેવ છે. પ્રાણાયામ અને શ્વાસ ઉચ્છ્વાસ સાથે સંકળાયેલ સ્વરોદયશાસ્ત્ર - સ્વર વિજ્ઞાનના પ્રણેતા ભગવાન શિવજી ગણાય છે.

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ (ભ...

    (ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના છક્કા પણ છોડાવ્યા. તેઓ પાછળ હટ્યા. પણ થોડી વારમાં નવી સંખ્યા સાથે ત્રિકોણિયો હુમલો કર્યો. પંજાબી જવાનો ફરી લડ્યા અને ચોટી પર સંદેશો મોકલ્યો કે ચીનાઓ પર મોર્ટાર અને તોપોથી મારો બોલાવો.

    રાજકીય ફોન-ટેપિંગ પરાપૂર્વથી,...

    રાજસ્થાનમાં તાજા રાજકીય ઉહાપોહ વચ્ચે ધારાસભ્યોની ખરીદીના કથિત સોદાઓનું ફોન ટેપિંગ બહાર આવ્યું અને એમાં કેન્દ્રના એક પ્રધાનનો અવાજ ચર્ચામાં આવ્યો કે મામલો ઓર બીચક્યો. કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે રાજસ્થાનના મુખ્ય સચિવ કનેથી અહેવાલ મંગાવ્યો કે આવા ફોન ટેપ કરવાનું નિયમાનુસાર થયું છે કે કેમ? કાગડો કોયલને ઠગે એવો તાલ અહીં જોવા મળે છે.

    ‘ચીની શાહુકાર’નો ખતરનાક ખેલ (ભ...

    (ગતાંકથી ચાલુ...) તસંગ-જોગ પર આક્રમણ એ ચીની ધૂર્તતા અને દુષ્ટતાનો પહેલો આંખ ખોલી નાખે તેવો ગંભીર પરચો હતો. પંજાબી સૈનિકોએ તેનો તગડો મુકાબલો કર્યો અને ચીનાઓના છક્કા પણ છોડાવ્યા. તેઓ પાછળ હટ્યા. પણ થોડી વારમાં નવી સંખ્યા સાથે ત્રિકોણિયો હુમલો કર્યો. પંજાબી જવાનો ફરી લડ્યા અને ચોટી પર સંદેશો મોકલ્યો કે ચીનાઓ પર મોર્ટાર અને તોપોથી મારો બોલાવો.

    વિશિષ્ટ વેપારીઃ હિમાંશુ ટીંબ

    ૧૯૬૪માં દીકરાને જન્મ આપીને દશ દિવસમાં મા બકુલાબહેનનું અવસાન થતાં લલિતરાયનો આનંદ શોકમાં પલટાયો. મામા-મામીએ નવજાત ભાણા હિમાંશુની જવાબદારી ઉપાડી. લલિતરાયે પુત્રના માટે ફરી પરણવાનું સગાંનું દબાણ પાંચ વર્ષ પાછું ઠેલ્યું, પણ અંતે ઈન્દુમતીબહેન સાથે પરણ્યા. નવી મા ઈંદુમતીબહેને હિમાંશુની સાચી મા બનીને પ્રેમ વરસાવ્યો.

    ‘એકવીસમી સદીના બે દાયકામાં કોમ્પિટીશન વધી - લાઇફ ફાસ્ટ થઈ - કુટુંબો તૂટ્યા અને આર્થિક બાબતો મન પર સવાર થઈ એટલે સ્ટ્રેસની ભેટ વધુ પ્રમાણમાં આપણને મળી...’ ‘પ્રધાનમંત્રીથી લઈને પ્યુન સુધીનો કોઈ પણ માણસ હતાશ થઈ શકે, પરંતુ ડીપ્રેશન લાંબુ ચાલે...’ આ અને આવા અનેક અભ્યાસપૂર્ણ અવલોકનો વિશે ખૂબ લાંબી અને અર્થપૂર્ણ વાતો કરી ગુજરાતના સિનિયર સાઈકોલોજિસ્ટ ડો. પ્રશાંત ભીમાણી સાથે.

    રક્ષાબંધનઃ ભાઇ-બહેનની પ્રીતિ

    રક્ષા એ કેવળ સુતરનો દોરો નથી, એ તો શીવ અને સ્નેહનું રક્ષણ કરતું, તેમજ જીવનમાં સંયમની મહત્તા સમજાવતું પવિત્ર બંધન છે. ભાઇના હાથે રક્ષા બાંધીને બહેન તેની પાસેથી કેવળ પોતાનું રક્ષણ ઇચ્છે છે એટલું જ નહીં પરંતુ સમસ્ત સ્ત્રી જાતને પોતાના ભાઇનું રક્ષણ મળે એવી ઇચ્છા રાખે છે.

    માત્ર ધર્મ-સત્સંગના નહીં, શબ્દ...

    ‘મમ્મી, ત્રણ દિવસ પછી મારો અમદાવાદ કાર્યક્રમ છે. તો શું કરું?’ મેં મારી માતાને પૂછ્યું અને તેમણે કહ્યું, ‘બેટા, કાર્યક્રમ તું પૈસા માટે નથી કરતો, તારું કર્તવ્ય છે, સમર્પણ છે. એટલે કરે છે અને આ કાર્યક્રમ તો વળી ભક્તિ સંગીતનો છે. તને સંતના આશીર્વાદ મળશે, તારે જવાનું જ છે.’ મમ્મીએ કહ્યું. એ સંત એટલે શ્રી સ્વામીનારાયણ ગાદીના આચાર્ય પૂજ્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી. એ સમય હતો ઓક્ટોબર ૨૦૦૭નો... મારા પિતાશ્રીનું અચાનક હાર્ટએટેકથી ૧ ઓક્ટોબર - ભાવનગરમાં અવસાન થયું. હું અને મારો પરિવાર અમદાવાદથી ભાવનગર પહોંચ્યા. બે દિવસ રહીને મેં ઉપર લખેલો સંવાદ મારા મમ્મી સાથે કર્યો. એ કાર્યક્રમ અમદાવાદમાં ઘોડાસરના શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિમંદિરમાં હતો. જેકી શ્રોફ, સંગીતકાર વીજુ શાહ અને કીર્તિ વરસાણી તથા મુંબઈ અને અમદાવાદ-ભુજના કલાકારોના કાફલા સાથે એ કાર્યક્રમ મેં કર્યો. સ્વામીજીના આશીર્વાદ પણ મેળવ્યા.

    આત્મવિશ્વાસ માટે વ્યક્તિનું સ્વમાન જળવાઈ તે જરૂરી છે. સંબંધોની માયાજાળમાં ઘણીવાર એવું બને કે કોઈ આપણી કદર કરવાનું, તમારા મહત્ત્વને સમજવાનું ભૂલી જતા હોય. તે આપણને ‘ફોર ગ્રાન્ટેડ’ લેતા હોય તેવું બની શકે. આમ તો સમજમાં આવી જવું જોઈએ કે આપણી સાથે સંબંધ રાખનાર કોઈ વ્યક્તિને આપણી લાગણીનો અહેસાસ નથી અથવા આપણી જરૂરિયાત નથી. પરંતુ કેટલાક સંકેત નિશ્ચિત રીતે આપણને બતાવે છે કે સંબંધની ગરિમા જળવાઈ નથી. આ સપ્તાહાંત માટે એક વિશ્લેષણાત્મક પ્રવૃત્તિ આદરીએ અને કેટલાક પરિમાણોથી ચકાસીએ કે કોઈ આપણને ‘ફોર ગ્રાન્ટેડ’ તો નથી લઇ રહ્યું ને? નીચે દસ પેરામીટર્સ આપ્યા છે. દરેક પરિમાણને એક એક પોઇન્ટ આપીને તમારા દરેક સંબંધોને ચકાસો.