વિવિધા

No

Block: Site: Subtree Block

    મોદીની બીજી ઇનિંગનું એક વર્ષઃ...

    વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીની મે ૨૦૧૯માં શરૂ થયેલી બીજી ઇનિંગનું પ્રથમ વર્ષ આ માસના અંત ભાગમાં (૩૦મી મેના રોજ) પૂરું થઈ રહ્યું છે. છેલ્લાં છ વર્ષોથી સળંગ સત્તાનો ભોગવટો છતાં તેઓ હજુ અજય અને અપરાજિત કેમ રહી શક્યા છે તે સમજવું રસપ્રદ છે. અત્યારે કટોકટી વચ્ચે પણ તેમનું નેતૃત્વ અડીખમ રહ્યું છે અને પક્ષની અંદર કે ભાજપની બહાર તેમના સતત ઉત્તુંગ બનતા જતા નેતૃત્વને પડકાર ક્યાંથી પણ આવી શકતો નથી. તેમની આ બીજી ઇનિંગના પૂરા થઈ રહેલા પ્રથમ વર્ષની કામગીરીને ભવિષ્યની તેમની કામગીરીનો માપદંડ માનીને ચાલી તો સ્વાભાવિક વિશ્વાસ બેસવા લાગે છે કે તેઓએ આત્મનિર્ભર ભારતનો જે ખ્યાલ રજૂ કર્યો છે તેને તેઓ આગામી ચાર વર્ષોમાં સાકાર કરી શકશે.

    ‘હું આ પ્રોગ્રામ લાઈટ બંધ રાખીને બાલ્કનીની ફૂલ વિન્ડો ખોલી નાંખીને એકદમ લો વોલ્યુમ પર સાંભળું... બહુ મજા આવે.’ માત્રને માત્ર સમર્પિત સ્નેહનો દાયકાઓનો જેમની સાથે પારિવારિક સંબંધ છે એવા એક સ્વજને મોબાઈલમાં લખ્યું અને મારી આસપાસ જાણે શબ્દ-સૂર-સ્નેહની ત્રિવેણી પ્રગટ થઈ ગઈ. વાત જાણે એમ કે ગુજરાતના આઠ શહેરો ભરૂચ, ગોધરા, મહેસાણા, ભાવનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને વેરાવળથી પ્રસારિત થતાં TOP FMના રેડિયોમાં રજૂ થતો મારા શો ‘મનની મજલિસ’ના એ નિયમિત શ્રોતા. આ શોમાં લાગણીની-પ્રેમની-મન-મસ્તીને મૌસીકીની વાતો રજૂ કરતો રહું અને સાથે જોડાતા જાય મનભાવન ગીત-ગઝલ. આમ શેર-શાયરી, કવિતા અને સંગીત સાથે ભાવપૂર્ણ અવાજનું પંચામૃત જાણે પીરસાતું જાય.

    રાષ્ટ્રવાદી મુસ્લિમનો ગુજરાત...

    ગુલામ રસુલ ગુજરાત કોલેજમાં ઈન્ટર આર્ટ્સમાં ભણે. ૧૯૨૦માં ગાંધીજી કલકત્તાનું કોંગ્રેસનું અધિવેશન પતાવીને અમદાવાદ પાછા આવેલા. ગુલામ રસુલ તેમને મળ્યા. ગાંધીજીની પારદર્શિતા, સત્યનિષ્ઠા અને દેશપ્રેમની અનુભૂતિ થઈ. ગાંધીજીએ અસહકારની લડતનું એલાન કરી દીધું હતું. શાળા-કોલેજના બહિષ્કારનું એલાન હતું. બ્રિટિશ સરકારના હાથ મજબૂત કરે તેવું શિક્ષણ ના લેવું. કોર્ટ-કચેરીનો બહિષ્કાર કરવો. યુવાન ગુલામ રસુલને વાત ગમી ગઈ. કોલેજ જવાનું છોડીને ધંધુકા પહોંચ્યાં. ધંધુકામાં વસતા મિયાં સાહેબ કાલુમિયાં એમના પિતા. મિયાં સાહેબ મોટા જમીનદાર. નજીકના ફેદરા ગામમાં એમની પાસે ૩૦૦ વીઘા જમીન અને નોકરચાકરનો કાફલો. મિયાં સાહેબનો દીકરો ભણીગણીને મોટો અમલદાર થાય અને સુખી થાય તેવાં સપનાં વિખેરાયાં છતાં મિયાં સાહેબે કે પરિવારમાં આ ના ગમવા છતાં ગુલામ રસુલને કંઈ ના કહ્યું.

    આપણે લગભગ લોકડાઉનના આખરી તબક્કે આવી ઉભા હોયએ તેવું લાગી રહ્યું છે. સરકાર બધી જ પ્રવૃતિઓ બંધ રાખીને આપણને ઘરમાં બેસી રહેવાનું કેટલો સમય કહે? ક્યારેક તો બહાર નીકળવું જ પડશે. હજુ કોરોનાની રસી કે સચોટ ઈલાજ મળ્યો નથી અને સપ્ટેમ્બર પહેલા રસી તૈયાર થાય તેવું લાગતું નથી. માટે ધીમે ધીમે આર્થિક અને સામાજિક પ્રવૃતિઓ ચાલુ કરવા તરફ બધા દેશો આગળ વધી રહ્યા છે. ખાસ કરીને એ દેશો કે જેમને ત્યાં પ્રથમ peak આવી ગયું છે અને હવે કોરોનગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જોકે બીજી વખત peak આવી શકે તે વાતને કોઈ નકારી શકે તેમ નથી. 

    રિલાયન્સ અઢી વર્ષે રોકાણકારો

    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાની નંબર વન અને દુનિયાની ૧૫મી સૌથી ધનવાન વ્યક્તિ છે. ૨૦૧૭ની વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં તેમણે કહ્યું હતું કે, છેલ્લા ૪૦ વર્ષથી રિલાયન્સ રોકાણકારોના પૈસા દર અઢી વર્ષે બમણા કરી રહી છે.

    ૧૮૦૩માં બ્રિટિશ લશ્કરે ભરૂચનો કબજો લીધો તે દિવસે ભરૂચમાં ગિરધરદાસ શેઠને ત્યાં પુત્ર રણછોડદાસનો જન્મ થયો. નાની વયે માતાનું મરણ થતાં પિતાએ મા બનીને દીકરો ઉછેર્યો. ગિરધરદાસમાં ભગવાનમાં અપાર શ્રદ્ધા અને પ્રામાણિકતા. દીકરામાં બાપના ગુણ ઉતર્યાં. આ સમયે હજી કોઈ સરકારી શાળાઓ ન હતી. મહેતાજીની ખાનગી શાળા ચાલે. મોટા ભાગના લોકો ભણવામાં ન માને. ત્યારે નોટબુક, પેન્સિલ, સ્લેટ કે પાઠ્યપુસ્તકનો ઉપયોગ નહીં. લાકડાની પાટી પર ધૂળ નાંખીને રેતી નાંખીને આંગળીથી એકડો, બગડો કે મૂળાક્ષર લખાય અને ઘૂંટાય. 

    ડિપ્લોમસીના રાજકીય ઉપયોગનું

    • અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના ચૂંટણી જીતવા માટે ચીનને શિરે કોરોનાસંકટના દોષનો ટોપલો ઢોળવા ઉધામા • ભારત ફરતે બધા જ દેશો ચીની પ્રભાવમાં હોવા છતાં વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચે બેલેન્સ કરવાના પ્રયત્ન • ડ્રેગનના ખડપામાં ઘૂસેલા નેપાળના સરહદના અટકચાળા બંધારણ બદલવાની બહુમતીના અભાવે જ સ્થગિત • વિશ્વ સંકટ ટાણે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યૂએચઓ)માંથી ફારેગ થવાનો અપરિપક્વ અમેરિકી નિર્ણય

    આ દિવસો પણ વહી જશે, મિત્રો...

    આજકાલ આપણે બરબાદી અને નિરાશાની વાતો સતત સાંભળીએ છીએ. આપણે સાંભળીએ છીએ કે આપણું અર્થતંત્ર ભાંગી પડશે અને ભયંકર મંદીની ખાઈમાં સરી પડીશું.

    વિલ અવશ્ય બનાવીએ સાથે લાસ્ટિં

    આપણે જોયું તેમ વિલ તમારા મૃત્યુ પછી તમારી એસ્ટેટ સંબંધિત બાબતોને હાથ ધરે છે અને માન્ય વિલ તમારા મૃત્યુ પછી તમારી ઈચ્છાનુસાર તમારી પ્રોપર્ટીની વહેંચણીને શક્ય બનાવે છે. જોકે, તમે કદી એ બાબતે વિચાર્યું છે કે તમે જીવતા હો ત્યારે અકસ્માતના કારણે અચાનક શારીરિક કે માનસિક બીમારીના શિકાર બનો અથવા વૃદ્ધાવસ્થા કે બીમારી થાય ત્યારે શું બની શકે? બીમારીના કારણે તમે અશક્ત કે અક્ષમ બની જાઓ અને જીવનભરની તમારી રોકડ બચતો, મહામૂલી પ્રોપર્ટી અને ઈન્વેસ્ટમેન્ટ્સ સંબંધિત કામકાજ કરી ન શકો ત્યારે તમારી પ્રોપર્ટીનું શું થશે અને તેનો વહીવટ કેવી રીતે કરી શકાશે? અક્ષમતાનું કારણ કોઈ પણ હોઈ શકે, અકસ્માત અથવા વૃદ્ધાવસ્થા અથવા માંદગી, જેના પરિણામે માનસિક અથવા શારીરિક ક્ષમતા ગુમાવવી પડે.